હાર્ટ બ્લોકેજ ખોલવા સૌથી સારી અને સાચી અદભૂત જડીબુટ્ટી : જરૂર વાંચો..

4
13350

પણા શરીરનું જરૂરી અંગ છે હૃદય જે ૨૪ કલાક કામ કરે છે. જયારે શરીરના બીજા અંગ આરામમાં હોય છે ત્યારે પણ હૃદયનું કામ તો ચાલુ જ રહે છે. આપણી ખરાબ લાઈફ સ્ટાઇલ અને ધ્યાન ન રાખવાના કારણે હાર્ટ બ્લોકેજની સમસ્યા પણ વધતી જાય છે.

જો હૃદયની નળીઓમાં બ્લોકેજ હોય તો તેનો અર્થ છે કે લોહીમાં એસિડીટીનું પ્રમાણ વધી ગયું છે. એસિડીટીના પણ બે પ્રકાર હોય છે : પેટની અને લોહીની એસિડીટી.

આજે આપણે જે આયુર્વેદિક ઉપચાર શીખવાના છીએ એ હૃદયની નળીમાં જે બ્લોકેજ થાય છે એ વિષે છે. જયારે લોહીમાં એસિડીટી વધી જાય છે ત્યારે ક્ષારીય ચીજોનું પ્રમાણ વધારી દેવું જોઈએ. ક્ષારીય ચીજોમાં લીંબુ, લસણ, કોબીજ, પાલક અને કંદ મૂળનો સમાવેશ થાય છે. ક્ષારીય ચીજો ખાવાથી લોહીમાંથી એસિડીટીનું પ્રમાણ ઘટી જાય છે અને હાર્ટ એટેકની સમસ્યાથી કાયમ માટે બચી શકો છો.

હાર્ટ એટેકના બીજા પણ અગત્યના કારણો છે જે ધ્યાનમાં રાખવા જોઈએ..

હૃદયની નળીઓમાં બ્લોકેજ સિવાય પણ મનમાં લીધેલા ટેન્શનને કારણે પણ હૃદય પર તકલીફ પડતી હોય છે. બાહ્ય દુઃખને કારણે પણ આપણા મન પર વિપરીત અસર પડતી હોય છે અને અંતે તે હૃદય પર અસર કરે છે. આનાથી બચવા દરરોજ ધ્યાન કરવું જોઈએ અને નેગેટીવ એનેર્જીથી બચવું જોઈએ. વધારે કેલરી વાળું ભોજન લેવું જોઈએ અને નિયમિત કસરત કરવી જોઈએ.

હાર્ટ એટેકથી બચવા શું કરવું જોઈએ?

  • નિયમિત કસરત કરવી જોઈએ. કહેવાય છે કે દરરોજ 15 મિનીટ કસરત કરવામાં આવે તો હાર્ટ એટેકની સંભાવના એકદમ ઘટી જાય છે. આપ દરરોજ ૨૦ થી 25 મિનીટ ચાલી પણ શકો છો.
  • ઓઈલી અથવા વધુ પડતા ચીકણા ભોજનથી બચો. બહારના જંકફૂડમાં વધારે પડતું ઓઈલ હોય છે જે હૃદય માટે સારું નથી.

  • મેદસ્વીતા ધરાવતા લોકોને પણ હાર્ટ એટેકની સંભાવના વધી જાય છે. વધારે વજન ધરાવતા લોકોના હૃદયને વધારે લોહીની જરુર પડતી હોય છે જેથી વધારે ઉર્જા પંપ કરવી પડતી હોય છે અને એના કારણે હૃદયરોગની સંભાવના વધી જાય છે.
  • હાર્ટ એટેકથી બચવા આહાર સાથે ડાયેટ પણ જરૂરી છે.
  • પેશાબ અને સંડાસને રોકવું ન જોઈએ. આ વિષય અગત્યનો છે અને આ વિષય પર અમે ભવિષ્યમાં વિશેષ વાત કરીશું. અત્યારે જ લાઈક કરી દેજો આપણું પેઈજ JBTL Media અને Born Pedia.

હૃદય રોગ માટે આ ઘરેલું જડીબુટ્ટી આજે જ અપનાવો..

■ આમળા : આમળામાં વિટામીન સી હોય ભરપુર માત્રામાં હોય છે. તેના સેવનથી શરીમાં રહેલી ચરબીનું પ્રમાણ ઘટાડે છે.

■ હળદર : હૃદયની કોઇપણ બીમારીઓમાં હળદર એ આશીર્વાદરૂપ છે. રોગપ્રતિકારક ક્ષમતામાં પણ વધારો થાય છે.

■ લસણ : લસણના સેવનથી હૃદય સંબંધિત બીમારીઓ ઓછી થાય છે. લસણમાં એવા ગુણ હોય છે જેનાથી શરીરમાં ગરમી પેદા થાય. એટલા માટે એ ખુબ જ સારું છે.

■ આદું : આ એક લાભકારક ઔષધી છે જેના સેવનથી હૃદયને ઓઈલ જેવું કામ મળે છે.

■ બીલબેરી : આ એક કરમદા જેવું ફળ છે જેમાં ખુબ જ સારા ગુણો રહેલા છે. ધમનીમાં લોહીના પ્રવાહને વધારે છે.

■ પીળાં ફૂલવાળું એક ચીની કે જાપાની ઝાડ : આ એક પ્રકારનું ચાઇનીઝ ફળ છે જે શરીરમાં લોહીના પ્રવાહને વધારે છે.

■ ઓરેગાનો : આ અજવાઇનના પાંદડા હોય છે જેને પ્રાકૃતિક જડીબુટ્ટી સાથે મિક્ષ કરીને સેવન કરવાનું હોય છે.

■ ગ્રીન-ટી : આજકાલ ગ્રીન-ટી નો ક્રેઝ ઘણો બધો વધી ગયો છે કારણકે તે ખુબ જ લાભદાયક છે. આ ચા પીવાથી શરીરની કોશિકાઓ અને ધમનીમાં લોહીનું ભમણ સારી રીતે થાય છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

સ્વાસ્થ્ય સંબંધિત બીજા લેખ માટે GujjuMoj તથા BornPedia website ની આજે જ મુલાકાત લો..અમારા ફેસબુક પેઈજ સાથે જોડવા માટે અહીં ક્લિક કરો. JBTL Media અને Born Pedia

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

આ લેખ વાંચવા બદલ આભાર..

 

 

 

Facebook Comments