ભીંડામાંથી આ રીતે બનાવો ઓકરા વોટર, ડાયાબીટીસ અને કોલેસ્ટ્રોલથી મળશે છુટકારો.

0
5016

આયુર્વેદની અંદર ભીંડાને સુપર ફુડ માનવામાં આવે છે. કેમકે, ભીંડાની અંદર અનેક પ્રકારના પોષક તત્વો હોય છે, જે આપણા શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ સાબિત થાય છે. ભીડાની અંદર ભરપૂર માત્રામાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયરન, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ત્રાંબા જેવા પોષક તત્વો હોય છે. જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ લાભકારી સાબિત થાય છે.

ભીંડાની અંદર સોલ્યુબલ ફાઇબર હોવાના કારણે ભીંડો ગ્લુકોઝ ને બ્લડમાં ભળતા અટકાવે છે, આથી જ તે તમારા શરીરનું સુગર લેવલ કંટ્રોલમાં રાખે છે. આ ઉપરાંત ભીંડાની અંદર રહેલો ફાઇબર તમારા આતરડા ની અંદર રહેલી બધી જ ગંદકી દૂર કરી દે છે. જેથી કરીને તમારી પાચન શક્તિ મજબૂત બને છે ઘણા દેશની અંદર ભીંડાને ઓકરાના ના નામથી પણ ઓળખવામાં આવે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ભીંડા માંથી બનતા એક એવા ડ્રીંક વિશે કે જેનું સેવન કરવાથી તમને ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને મોટાપાની સમસ્યાથી કાયમી માટે કરશે દૂર.

કઈ રીતે બનાવશો ઓકરા વોટર?

  • ઓકરા વોટર બનાવવા માટે સૌપ્રથમ ચારથી પાંચ મધ્યમ આકારના ભીંડા લઈ તેને બરાબર ધોઈ લો.
  • ત્યારબાદ તે ભીંડાના ઉભા ચીરા કરી વચ્ચેથી કાપી લો.
  • ત્યારબાદ આ કપાયેલા ભીંડાને એક ઝાડ ની અંદર ભરી દો અને તેની અંદર એક થી ૨.૫ લીટર પાણી ઉમેરો.
  • ત્યારબાદ તે વાસણને એક સાફ કપડા દ્વારા ઢાંકી દો જેથી કરીને તેની અંદર હવા મળતી રહે.
  • આ રીતે ભીંડાને 8 થી ૨૪ કલાક સુધી પાણીની અંદર રાખો ત્યારબાદ ભીંડાના કટકા ને તે પાણીમાંથી બહાર કાઢી લો.
  • બસ તૈયાર છે ઓકરા વોટર.

કઈ રીતે પીવું ઓકરા વોટર?

ભીંડામાંથી બનતું આ ઓકરા વોટર અને પ્રકારની બીમારીઓને દૂર કરવા માટે ઉપયોગી સાબિત થાય છે. તેનું સેવન કરવાના કારણે વ્યક્તિના શરીરની ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. સાથે સાથે તેનું કોલેસ્ટ્રોલ પણ ઓછું થાય છે. આ ઉપરાંત જો તેનું નિયમિત સેવન કરવામાં આવે તો તેના કારણે વ્યક્તિનો વજન પણ ઘટી શકે છે. ઓકરા વોટરનું સેવન સવારે ભૂખ્યા પેટે કરવું સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આ પાણી પીધા બાદ ૩૦ મિનિટ સુધી નાસ્તો ન કરવો.

શા માટે ફાયદાકારક છે ભીંડાનું પાણી?

ભીંડાના પાણીની અંદર અનેક પ્રકારના પોષક તત્વો હોય છે. તેની અંદર ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ, વિટામિન સી, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ફેટી એસિડ હોય છે. જે આપણા શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ સાબિત થાય છે.

થાક અને સુસ્તી ભગાડવા

જો તમે નિયમિત રૂપે ભીંડાના પાણીનું સેવન કરશો તો તેના કારણે તમારા શરીરને વિવિધ પ્રકારના પ્રોટીન અને વિટામિન સી મળી રહે છે. જેથી કરીને તમારે અન્ય કોઈ એનર્જીની જરૂર પડતી નથી. ભીંડાના પાણીની અંદર રહેલા બધા જ પોષક તત્વો તમને કાયમી માટે એનર્જી પ્રદાન કરે છે અને સુસ્તીની સમસ્યાને દૂર કરે છે.

એન્ટી ઓક્સિડેન્ટનો ભરમાર

ઓકરા વોટરની અંદર ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડેન્ટ હોય છે, જે તમારા ત્વચા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તે વધતી જતી ઉંમરને નિશાનીઓને દૂર કરે છે. આ ઉપરાંત કોઈ પણ જગ્યાએ કેન્સરની ગાંઠ થઈ હોય તો તેના માટે પણ આ પાણી સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.

ડાયાબિટીસને કરશે સંતુલિત

ભીંડાનું પાણીનું નિયમિત રૂપે સેવન કરવાના કારણે તેની અંદર રહેલા કાર્બોહાઇડ્રેટ્સ ગ્લુકોઝ ને અલગ કરવામાં મદદરૂપ સાબિત થાય છે. જેથી કરીને ડાયાબિટીસના દર્દીઓના શરીરમાં સુગરનું લેવલ જળવાઈ રહે છે અને ડાયાબીટિસની સમસ્યાથી રાહત મળે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

BORN PEDIA દ્વારા હેલ્થને લગતા બીજા આર્ટીકલ વાંચવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.

 

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here