જો લોકો તમને પણ ઠીંગણા કહીને ચીડવતા હોય, તો ખાવ આ વસ્તુઓ, થઈ જશો એકદમ ટોલ અને હેન્ડસમ.

0
7292

આજના સમયમાં દરેક લોકો એવું ઇચ્છતા હોય કે તેની ઊંચાઈ યોગ્ય પ્રમાણમાં હોય કે જેથી કરીને તેની પર્સનાલિટી વધુ સારી પડે. આપણા જીવનની અંદર ઘણા બધા એવા કેરિયર હોય છે કે જ્યાં વ્યક્તિની ઊંચાઈ અને પર્સનાલિટી સૌથી વધુ મહત્વની હોય છે. જ્યારે લોકોની ઊંચાઈ ઓછી હોય ત્યારે લોકો તેની ઊંચાઈ ની મશ્કરી કરતા હોય છે, અને તેને વિવિધ રીતે ચીડવતા હોય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવા ઉપાય કે જેના દ્વારા તમે પણ વધારી શકો છો તમારી હાઇટ.

ઘણા લોકો વિચારતા હોય છે કે કોઈ પણ વ્યક્તિની ઊંચાઈ 18 વર્ષ બાદ વધતી નથી. પરંતુ આ એક ખોટી ધારણા છે. કોઈપણ વ્યક્તિની ઊંચાઈ ૧૮ વર્ષ પછી પણ વધી શકે છે. જો તમે નિયમિત રૂપે વ્યાયામ, પૌષ્ટિક ભોજન વગેરે વસ્તુઓનું ધ્યાન રાખશો તો તમારી હાઈટ પણ અવશ્ય વધી શકે છે.

આપણા શરીરની ઉંચાઈ વધારવા માટે શરીરની અંદર હોર્મોન્સ આવેલા હોય છે અને જ્યારે આ હોર્મોન્સને યોગ્ય પ્રોટીન અને ન્યૂટ્રીશિયન્સ ન મળે તો વ્યક્તિનો શારીરિક વિકાસ રોકાઈ જાય છે, અને આથી જ વ્યક્તિની ઊંચાઈ અને શારીરિક વિકાસ વધારવા માટે વ્યક્તિને પોતાની ખાણીપીણી ઉપર પૂરતું ધ્યાન આપવું જોઇએ.

આજના સમયમા કોલ્ડ્રિંક્સ પીવું એક ફેશન બની ગઇ છે. પરંતુ સ્વાસ્થ્ય માટે તે ખૂબ જ નુકસાનકારક હોય છે. આજના સમયમાં મોટાભાગના લોકો જંક ફૂડ ખાવાનું પસંદ કરતા હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે જંકફૂડ ની અંદર આપણા શરીરને જરૂરી એવી કોઈપણ વસ્તુ અથવા તો પોષક તત્વો મળતા નથી, અને આથી જ હંમેશાં ને માટે આપણે ખાવા-પીવાની અંદર પૌષ્ટિક વસ્તુઓનું સેવન કરવું જોઈએ. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવી વસ્તુઓ કે જેનું સેવન તમારી ઊંચાઇ વધારવામાં મદદરૂપ સાબિત થશે.

કેલ્શિયમ

કેલ્શિયમ શરીરના વિકાસ માટે સૌથી વધુ મહત્વનુ તત્વ છે. તે આપણા શરીરની અંદર રહેલા હાડકાઓને મજબૂત કરે છે અને સાથે સાથે હાડકા ની લંબાઈ વધારવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. આથી જ આપણા શરીરની અંદર કેલ્શિયમને પૂરતી માત્રા મેળવવા માટે દિવસ દરમિયાન આપણે દૂધ, ચીઝ, દહીં વગેરે વસ્તુઓનું સેવન કરવું જોઈએ.

પ્રોટીન

પ્રોટીન આપણા શરીરની અંદર રહેલી કોશિકાઓને ઠીક કરે છે, અને તે આપણા શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ સાબિત થાય છે. સાથેસાથે પ્રોટીનનું સેવન કરવાના કારણે આપણી ઊંચાઈમા પણ વધારો થતો જોવા મળે છે, અને આથી જ આપણે દિવસ દરમિયાન પ્રોટિનથી ભરપૂર વસ્તુઓ જેવી કે દુધ, મગફળી, વિવિધ પ્રકારની દાળ, ચીઝ અને કઠોળનું સેવન કરવું જોઈએ.

વિટામિન ડી

સામાન્ય રીતે આપણા શરીરની અંદર વિવિધ પ્રકારના વિટામિન્સ ની જરૂર પડતી હોય છે, અને તેમાં પણ વિટામિન ડી આપણા શરીરની ઉંચાઈ વધારવા માટે સૌથી વધુ મહત્વ નો ભાગ ભજવે છે. વિટામિન ડી આપણા શરીરની અંદર રહેલા કેલ્શિયમ ને શોષવા માટે અને આપણા હાડકા ના વિકાસ માટે સૌથી વધુ મહત્વની ભૂમિકા ભજવે છે.

મિનરલ્સ

આપણા શરીરના વિકાસ માટે મિનરલ્સની સૌથી વધુ જરૂર પડતી હોય છે. આપણા શરીરની અંદર રહેલ હાડકાઓને નિર્માણ માટે અને તેને મજબૂત બનાવવા માટે આપણે વિવિધ પ્રકારના મિનરલ્સની જરૂર પડતી હોય છે. અમુક પ્રકારના મિનરલ્સ આપણા શરીરની લંબાઈ વધારવા માટે પણ સહાયરૂપ સાબિત થતાં હોય છે, અને આથી જ વિવિધ પ્રકારના મેળવવા માટે આપણે પાલક, લીલા કઠોળ, કોબી, ગાજર, દાળ, મગફળી, કેળા અને દ્રાક્ષ જેવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ.

આ ઉપરાંત આપણા શરીરની ઉંચાઈ વધારવા માટે આપણે વિવિધ પ્રકારની કસરતો પણ કરવી જોઈએ. યોગ્ય આહારની સાથે સાથે કસરત અને યોગાસન દ્વારા તમે તમારા શરીરની ઊંચાઈ વધારી શકો છો, કે જેથી કરીને કોઈ પણ વ્યક્તિ તમને ઠીંગણા કહીને ન બોલાવે.

આર્ટિકલ પસંદ આવ્યો હોય તો અન્ય સુધી પણ આ માહિતી પહોંચાડી.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

નોંધ : કોઈ પણ ઉપચાર કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી.

 

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here