પગના સોજા દુર કરો આ 5 આસન ઘરેલું ઉપાયોથી – લક્ષણો, સાવચેતી અને ઘરેલું ઉપચાર

1
10836
પગના સોજા દુર કરો આ ઉપાયથી

પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે અને તેની સાઈઝ વધતી રહે તો તે ચિંતાનો વિષય બની જાય છે. જે લોકો લાંબા સમય સુધી ઉભા રહે છે અથવા જે લોકો વધુ પ્રમાણમાં ચાલતા હોય છે તેમને થોડા ઘણા સોજા આવે છે અને તે કોઈ મોટી સમસ્યા નથી.

ઘણી વાર પગ અને ઘુટણમાં સોજા ચડી જતા હોય છે. એ ગંભીર બીમારીનો સંકેત છે. અમુક કેસમાં પ્રેગનેન્સી દરમિયાન પણ આવા સોજા દેખાતા હોય છે.

ઘણી વાર સોજાની જગ્યાએ પગમાં દર્દ અને લાલ નિશાન પડી જાય છે. મેડીકલ ભાષામાં આ સમસ્યાને Edema કહેવાય છે.

પગમાં સોજા આવવાનું કારણ :

1. લાંબા સમય સુધી ઉભા રહેવાથી અથવા પગ લટકાવીને બેસવાથી

2. પગમાં થયેલી કોઈ ઇજાને કારણે

3. મચ્છર અથવા કોઈ જીવજંતુ કરડવાથી પગમાં સોજા આવી શકે છે.

4. પ્રેગનેન્સી દરમિયાન પણ સોજા આવી શકે છે.

5. મેદસ્વીતાને કારણે પગ પર વજન વધારે પડે છે જેથી સુજન આવવાની શક્યતા છે.

6. ડાયાબિટીસ, હૃદયરોગ, કીડની અથવા લીવરની બીમારીથી પણ આ સમસ્યા આવી શકે છે.

7. લોહીનું પ્રમાણ ઓછુ હોય અથવા કસરત ન કરતા હોય તો પણ આવું થઇ શકે છે.

8. ટાઈટ જીન્સ પેન્ટ અથવા એવા કપડા જેનાથી મસલ્સ પર દબાણ આવે તેનાથી પણ સોજા આવી શકે છે.

9. શરીરમાં પોષક તત્વોની ખામીને કારણે

10. ગર્ભનિરોધ, હાઈ બ્લડપ્રેશર અથવા તણાવ દુર કરવા માટે લીધેલી દવાથી પણ આ પ્રકારનો પ્રશ્ન આવી શકે છે.

પગના સોજા દુર કરો આ ઉપાયથી
પગના સોજા દુર કરવાના ઉપાય

1. પગનો મસાજ

સુજી ગયેલા પગ પર મસાજ કરવાથી રાહત થાય છે. મસાજ કરવાથી જે તે હિસ્સા પર દબાણ ઉત્પન્ન થાય છે અને લોહીનું ભ્રમણ પણ સારું થાય છે. તરલ પદાર્થ જે પગમાં ભેગો થાય છે તે પણ છૂટો પડી જાય છે આ રીતે મસાજથી આરામ મળે છે.

■ મસાજ માટે જૈતુનનું તેલ અથવા સરસવનું તેલ વાપરવું. પગ પર મસાજ ઉપરની દિશા તરફ કરવો. ભૂલથી પણ નીચેની દિશા તરફ મસાજ ન કરવો. વધુ પ્રેશર ન આપવું અને હલકા હાથથી મસાજ કરવો. દિવસમાં 10 વાર તો આ મસાજ કરવો જ.

2. બેકિંગ સોડા અને ભાતનું પાણી

બેકિંગ સોડામાં બળતરા દુર કરી દે તે પ્રમાણેના તત્વો હોય છે. તેને જયારે ભાતના પાણી સાથે મેળવવામાં આવે ત્યારે આ અસર ખુબ જ વધી જાય છે. આ ઘરેલું ઉપચાર પગમાં જમા પાણીને શોષી લે છે અને સોજા ઉતારવામાં મદદ કરે છે.

■ ભાતને સારી રીતે ઉકાળીને તેનું પાણી લેવાનું. 2 ચમચી ભાતનું પાણી લઈને સમાન માત્રામાં બેકિંગ સોડા મેળવી લો. એક પેસ્ટ તૈયાર થઇ જશે તેને પગમાં જ્યાં સોજા આવ્યા છે ત્યાં લગાવી લો. 10-15 મિનીટ બાદ પાણીથી પગ ધોઈ નાખો.

3. સિંધવ મીઠું

પગમાં દુઃખાવો અથવા સોજા દુર કરવા માટે સિંધવ મીઠું એ એક પ્રમાણિત નુસખો છે. સિંધવ મીઠામાં મેગ્નેશિયમ સલ્ફેટ હોય છે જે ચામડી શોષી લે છે અને લોહીના ભ્રમણને ઝડપી કરે છે.

■ એક ડોલમાં ગરમ પાણી લઈને તેમાં અડધો કપ સિંધવ મીઠું નાખીને 15 થી 20 મિનીટ સુધી પગ ડુબાડીને રાખો. દિવસમાં આવું ત્રણ વાર કરવાથી પગના સોજા ઉતરી જાય છે.

4. ઠંડા અને ગરમ પાણીમાં સફરજનનું વિનેગર

ઘૂંટણ અને પગના સોજા દુર કરવા માટે સફરજનનું વિનેગર ઘણું જ ફાયદાકારક છે. અ વિનેગરમાં તરલ પદાર્થ શોષવાની શક્તિ હોય છે જેનાથી પગમાં જમા વધારાનો તરલ પદાર્થ (જેના કારણે સોજા આવે છે) તે નીકળી જાય છે અને સોજા ઉતરી જાય છે.

■ 3-4 ગ્લાસ ગરમ પાણીમાં અડધો ગ્લાસ સફરજનનું વિનેગર ભેળવી એક ટુવાલ નાખી દો. આ ટુવાલને નીચોવીને પગ પર લપેટી દો. જ્યાં સુધી આ ટુવાલ ઠંડો ન થઇ જાય ત્યાં સુધી રાખો. ત્યારબાદ એટલા જ પ્રમાણમાં ઠંડુ પાણી લો અને તેમાં અડધો કપ વિનેગર નાખો અને ઉપર લખેલી પ્રક્રિયા કરો.

આ ઉપાયથી પગમાં સોજા દુર થઇ જશે. જો આ કર્યા બાદ પણ સોજા ન ઉતરે તો ફરી વાર આ ઉપાય કરો.

5. લીંબુ પાણી પીવો

લીંબુ પાણી પીવાથી શરીરમાં જમા થયેલો અતિરિક્ત તરલ પદાર્થ અને હાનીકારક ટોક્સીન બહાર નીકળી જાય છે.જેનથી હાથ અને પગમાં થયેલા સોજા ઉતરી જાય છે. લીંબુ પાણી પીવાથી ડીહાઈડ્રેશન પણ થતું નથી.

■ એક ગ્લાસ પાણીમાં 2 ચમચી લીંબુનો રસ અને થોડું મધ મેળવીને પીવો. દિવસમાં 4 થી 5 વખત આ રીતે લીંબુનું પાણી પીવો.

આ પાંચ ઘરેલું ઉપચાર હતા પગના સોજા દુર કરવા માટેના. હવે આપણે જોઈશું કે આ સોજા ન થાય તેના માટે શું સાવચેતી રાખવી જોઈએ?

1. એક જગ્યાએ બેસી રહેવાથી અથવા ઉભા રહેવાથી સોજા ચડી જતા હોય છે. તેથી ફીઝીકલ એક્ટીવીટી કરવી જેવી કે ચાલવું, દોડવું, સાઈકલીંગ કરવું. તેનાથી લોહીનું પરીભ્રમણ વધશે અને સોજા દુર થશે.

2. સોજા વાળી જગ્યા પર બરફથી સફાઈ કરો. તેનાથી દુઃખાવો અને સોજા બંનેમાં રાહત મળશે.

3. કાકડીના ટુકડા કરી પગ પર ટુવાલ રાખીને બાંધી દો. 30 મિનીટ બાદ ફર્ક દેખાશે જ.

4. પગ નીચે તકિયો અથવા પગ થોડી ઉંચાઈએ રાખીને સુવાથી પણ સોજા નથી આવતા અથવા સોજા આવે તો ઉતરી જાય છે.

5. મેગ્નેશિયમ તથા સોડીયમ વાળું ભોજન ટાળવું.

આભાર મિત્રો આ લેખ વાંચવા બદલ.. આ લેખમાં તમે વાંચ્યું પગમાં સોજા આવવાના કારણો, લક્ષણો અને તે ન થાય તે માટેની સાવચેતીઓ..!! આરોગ્ય વિશેના બીજા આવા લેખ વાંચવા માટે અમારું ફેસબુક પેઈજ લાઈક કરો તથા અમારી વેબસાઈટને સબસ્ક્રાઈબ કરો. જો તમે આરોગ્ય વિષે લેખ લખતા હોય તો અમને મોકલો અમારા મેઈલ પર : bornpedia@gmail.com પર.

Facebook Comments

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here