ઉધરસ તાવ અને માથાના દુઃખાવાનો આયુર્વેદિક ઉપચાર છે શતાવરી, આ રીતે કરો ઉપયોગ.

0
5882

આ વાત તદ્દન સાચી છે કે શતાવરીને ખાતી વખતે તેમાંથી મૂત્ર જેવી દુર્ગંધ આવે છે. પરંતુ જો એક વખત કોઈ પણ વ્યક્તિ આ દુર્ગંધ થી ટેવાઈ જાય તો તેના માટે આ શતાવરી એક ઉત્તમ ઔષધ સાબિત થઈ શકે છે. સતાવરને તમે એક સુપરફુડ તરીકે ખાઈ શકો છો. દેખાવમાં એકદમ ચમકદાર અને લીલા રંગની શતાવરી એક ઉત્તમ ઔષધિ છે. જેને તમે શાક બનાવીને પણ ખાઈ શકો છો. શતાવરી ની અંદર ભરપુર માત્રામાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઇ, વિટામિન કે, ઉપરાંત લોહતત્વ, તાંબુ, કેલ્શિયમ, પ્રોટીન અને ફાઇબર હોય છે જે તમારા શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ સાબિત થાય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે શતાવરીનું સેવન કરવાના કારણે તમારા સ્વાસ્થ્યને કયા પ્રકાર ના ફાયદા થઈ શકે છે.

ઉધરસમાં : અરડૂસીનો રસ શતાવરીનો રસ અને સાકરને બરાબર ભેળવી અને ચાટવાથી અથવા તો ત્રણેય વસ્તુને ભેળવી તેનું ચૂર્ણ બનાવી તેનું સેવન કરવાના કારણે ઉધરસ જડમૂળથી નાશ પામે છે. જો કોઈ પણ વ્યક્તિને સૂકી ઉધરસની સમસ્યા હોય તો તેના માટે પણ આ ચૂર્ણ ખુબ ઉપયોગી સાબિત થાય છે. જો કોઈ પણ વ્યક્તિને કફની અંદર લોહી આવતું હોય તો આ સમસ્યામાં પણ સતાવરીનું સેવન લાભકારી સાબિત થાય છે.

અનિંદ્રા : અનિદ્રાની સમસ્યા ધરાવતા લોકો માટે શતાવરી નુ સેવન ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ માટે શતાવરીના ૫ ગ્રામ ચૂર્ણ ૧૦ ગ્રામ જેટલું તથા દૂધ ઉમેરી સેવન કરવાના કારણે અનિદ્રાની સમસ્યા દૂર થઈ જાય છે.

તાવમાં : શતાવરીનું સેવન ગમે તેવા તાવની સમસ્યાને દૂર કરવા માટે ઉપયોગી સાબિત થાય છે.

માથાનો દુઃખાવો : માથાના દુઃખાવા માટે તથા માઈગ્રેનની સમસ્યા માટે સતાવરી ખૂબ જ ઉપયોગી ઔષધી સાબિત થાય છે.  શતાવરીના બાદ તેનો રસ કાઢી શતાવરીનો રસ અને તેટલી જ માત્રામાં તલનું તેલ ભેળવી માથા ઉપર માલીશ કરવામાં આવે તો તેના કારણે માથાના દુખાવામાંથી રાહત મળે છે. આ ઉપાય દ્વારા આધાસીસી ની સમસ્યામાં પણ રાહત મળે છે.

શક્તિવર્ધક : સતાવરીનું ચૂર્ણ દૂધની અંદર ભેળવીને ખાવામાં આવે તો તેના કારણે પુરુષોને યૌન શક્તિ વધે છે.

ટોયલેટમાં લોહી આવવું : જો શતાવરીને પીસી દૂધની સાથે ભેળવીને ત્યારબાદ કપડાથી ગાળી લઈ આ રસ ની અંદર ઘી ભેળવીને પકાવી લઈ તેનું સેવન કરવામાં આવે તો લેટરીન માં માં આવતા લોહી ની સમસ્યા દૂર થઈ જાય છે.

કેન્સર : સતાવરીની અંદર એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે જે તમારા શરીરની અંદર કોઈપણ જગ્યાએ કેન્સરની ગાંઠ થઈ હોય તો તેને વધતી અટકાવે છે. સાથે સાથે એની અંદર મળી આવતા વિવિધ પ્રકારના પોષક તત્વો કેન્સરથી બચાવવામાં મદદરૂપ સાબિત થાય છે.

શતાવરીના પ્રયોગો : શતાવરી ખૂબ જ ફાયદાકારક ઔષધિ છે. તમે તેનો ઉપયોગ કાયમી સ્વસ્થ રહેવા માટે કરી શકો છો. સ્વસ્થ વ્યક્તિ પણ શતાવરીનો ઉપયોગ કરી શકે છે. આ માટે ચારથી પાંચ મિનિટ સુધી પાણીની અંદર આ શતાવરીને ઉકાળી લઈ ત્યારબાદ તેને મિક્સરમાં પીસી લો, અને ત્યારબાદ આ મિશ્રણનું સવાર-સાંજ એક-એક ચમચી જેટલું સેવન કરવાના કારણે સ્વસ્થ વ્યક્તિ માટે પણ ઉપયોગી સાબિત થાય છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here