લિવરની ખરાબીને જડમૂળથી દૂર કરશે આ ઘરેલૂ નુસખા

0
4920

લીવર ની અંદર આવેલી કોઇપણ પ્રકારની ખામી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખરાબ અસર પાડતી હોય છે. જ્યારે આપણું લીવર બગડી જાય છે ત્યારે આપણે જમેલો ખોરાક પચવામાં પણ મુશ્કેલી થતી હોય છે. જેથી કરીને આપણે જમેલા ભોજનની અંદર રહેલા તત્વો આપણા શરીરની અંદર પૂરતા પ્રમાણમાં મળતાં નથી અને આપણા શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ થતી જાય છે.

જો લાંબો સમય સુધી કોઈ પણ વ્યક્તિનું લિવર ખરાબ રહે તો તેના કારણે તે વ્યક્તિને કમળો હિપેટાઇટિસ બી અથવા તો હિપેટાઈટીસ-સી જેવી ભયાનક સમસ્યાઓ પણ થઈ શકે છે. આથી કોઈપણ વ્યક્તિએ હંમેશાં ને માટે પોતાના લીવરને તંદુરસ્ત રાખવું જોઈએ. કેમકે, જો કોઈ પણ વ્યક્તિનું લીવર તંદુરસ્ત હશે તો તેનું સ્વાસ્થ્ય પણ સારું જળવાઈ રહેશે.

લીવર ખરાબ થવાના લક્ષણો

જ્યારે કોઈ પણ વ્યક્તિનું લિવર ખરાબ થઈ જાય છે ત્યારે તેના મોંમાંથી વધુ માત્રા ની અંદર એમોનિયા નીકળે છે. જેથી મો માથી અતિ ખરાબ દુર્ગંધ આવતી રહે છે. જે વ્યક્તિનું લિવર ખરાબ હોય તેવા વ્યક્તિઓને ત્વચા સંબંધી અનેક પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે, અને સાથે સાથે આંખોની નીચે ડાર્ક સર્કલ જેવી સમસ્યાઓ પણ ઉત્પન્ન થાય છે. ખરાબ લીવર ધરાવતા વ્યક્તિઓને ત્વચાનો રંગ ધીમે-ધીમે ઉડતો જાય છે, અને ત્વચા ઉપર આછા આછા રંગના સફેદ ડાઘા દેખાવા માંડે છે.

જ્યારે કોઇપણ વ્યક્તિના લીવર ઉપર ચરબી જામી જાય છે, ત્યારે તે વ્યક્તિ દ્વારા પીધેલું પાણી પણ પચતું નથી અને તે વ્યક્તિનું પાચનતંત્ર ખૂબ જ નબળું પડી જાય છે. આ ઉપરાંત જે વ્યક્તિનું લિવર ખરાબ થઈ ગયું હોય તેના મોં ની અંદર કોઈપણ વસ્તુ જાય કે તરત જ તેનો કડવો સ્વાદ આવતો હોય છે. જો તમને પણ આ પ્રકારના લક્ષણો દેખાય રહ્યા હોય તો તે તમારા લીવર ખરાબ થવા વિશે સંકેત આપી રહ્યા છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ જો તમારા લીવરની અંદર પણ હોય કોઈપણ પ્રકારની ખામી તો કઈ રીતે તમે ઘરેલુ ઉપચાર દ્વારા બનાવી શકો છો તેને સ્વસ્થ.

આ ઘરેલું નુસખાથી કરો ઈલાજ

સામગ્રી :-

  • એક મુઠ્ઠી ફૂદીનાના પાન
  • ૧/૩ કપ લીંબુનો રસ
  • અડધો કપ સંતરાનો રસ
  • એક કપ પાણી
  • સ્વાદ અનુસાર મધ

બનાવવાની રીત :-

  • સૌપ્રથમ પાણીને બરાબર ઉકાળી લો અને જ્યારે પાણી બરાબર ઉકળી જાય ત્યારબાદ તેની અંદર ફૂદીનાના પાન ઉમેરી ફરીથી પાંચ મિનિટ સુધી ઉકાળો.
  • ત્યારબાદ આ મિશ્રણને અંદાજે ૧૦ મિનિટ સુધી ઠંડુ થવા દો.

  • જ્યારે આ મિશ્રણ બરાબર ઠંડુ થઈ જાય ત્યારબાદ તેની અંદર લીંબુનો રસ, સંતરાનો રસ અને સ્વાદ અનુસાર મેળવી બરાબર મિક્સ કરી ઔષધિ ડ્રિંક તૈયાર કરો.
  • હવે આ મિશ્રણનું સેવન કરવાથી તમારું લીવર કાયમી માટે તંદુરસ્ત રહેશે અને સાથે સાથે તમારા શરીરની અંદર થતા અનેક પ્રકારના રોગમાંથી પણ છુટકારો મળશે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે  Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here