દાદીમાંના આ પાંચ ઘરેલુ નુસખા જેને વૈજ્ઞાનિકો પણ માને છે યોગ્ય.

0
6287

વર્ષોથી લોકો પોતાના ઘરની અંદર વૈકલ્પિક ચિકિત્સાના રૂપે અનેક પ્રકારના ઘરેલુ નુસખા નો ઉપયોગ કરતા હોય છે. તેની અંદર ઘણા બધા એવા છે કે જેનું કોઈ પણ પ્રકારનું વૈજ્ઞાનિક કારણ નથી. આમ છતાં તે ખૂબ જ કારગર સાબિત થાય છે. આજે અમે આપને બતાવવા જઇ રહ્યા છીએ 5 એવા ઘરેલું નુસખા કે જેને વૈજ્ઞાનિકો પણ માન્યતા આપે છે.

મેગ્નેશિયમ આપે છે સારી ઊંઘ : આપણા શરીરને યોગ્ય રીતે કાર્ય કરવા માટે અને હાડકાના પૂરતા વિકાસ માટે આપણા શરીરને મેગ્નેશિયમની ખાસ જરૂર હોય છે. મેગ્નેશિયમ અને કેલ્શિયમ બંને સાથે મળીને શરીરની અંદર નવી માંસ પેશીઓનું નિર્માણ કરે છે. જેથી કરીને શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ વધે છે અને શરીરને નવી ઊર્જા મળે છે. મેગ્નેશિયમ હાડકા નિર્માણ કરવા માટે ઉપયોગી તત્વ છે. માથાનો દુખાવો અને ડિપ્રેશનના દર્દીઓ માટે પણ મેગ્નેશિયમ ખુબ ઉપયોગી સાબિત થાય છે. તેનો ઉપયોગ કરીને લોકો અનિદ્રાની સમસ્યાથી પણ છુટકારો મેળવી શકે છે.

બીમાર વ્યક્તિઓ માટે સ્પંચ સ્નાન : સ્પંચ સ્નાન એવા વ્યક્તિઓ માટે ઉપયોગી સાબિત થાય છે કે જે વધુ પડતા બીમાર રહેતા હોય. એવા લોકો કે જે મોટે ભાગે તાવની સમસ્યાથી પીડિત રહેતા હોય તેવા વ્યક્તિઓ નું શરીર સાફ કરવા માટે આ રીત ખુબ ઉપયોગી સાબિત થાય છે. આ માટે સૌપ્રથમ આવા દર્દીઓને પૂરેપૂરી ચાદરથી ઢાંકી દેવા જોઈએ. ત્યારબાદ તેના ઉપર પાણી છાંટવું જોઈએ. હવે એક ભીનો ટુવાલ લઈ દર્દીના આખા શરીરને રગડીને સાફ કરવું જોઈએ. ત્યારબાદ તેની કમર અને પગ ને પણ આ રીતે સાફ કરવા જોઈએ. ત્યારબાદ સાફ ટુવાલ લઇ સમગ્ર શરીરને સૂકવી દેવું જોઈએ.

વજન ઘટાડવા માટે લીંબુ અને મધની ચા : લીંબુ મધની ચા એક સ્વાસ્થ્યવર્ધક અને કેલેરી મુક્ત પીણું છે. જેનો ઉપયોગ કોઈપણ વ્યક્તિ પોતાના શરીરનો વજન ઘટાડવા માટે કરી શકે છે. સામાન્ય રીતે મોટા ભાગના વ્યક્તિઓ પોતાનો વજન ઘટાડવા માટે ગ્રીન ટીનું સેવન કરતા હોય છે. પરંતુ આ ગ્રીન ટી એકલી જ તમારો વજન ઘટાડવા માટે સક્ષમ નથી. આ માટે જો તેની અંદર મધ અને લીંબુ મેળવી દેવામાં આવે તો તેના કારણે તમારા શરીરની અંદર રહેલી વધારાની ચરબી દૂર થઈ જાય છે. સાથે સાથે તે તમારી ચા નો સ્વાદ પણ વધારી દે છે લીંબુ અને મધ વાળી ચા તમારા લિવરને સાફ કરી દે છે. જેથી કરીને તમારા શરીરને જરૂરી એવું પ્રોટીન મળી રહે છે અને તમારું વજન ઘટવા લાગે છે.

માથાના દુઃખાવા માટે ફુદીનાની ચા : માથામાં થતા દુઃખાવાની સમસ્યાને દૂર કરવા માટે ફુદીનાની ચા ખૂબ જ પ્રભાવી સાબિત થાય છે. આ માટે ફુદીનાનું તેલ પણ ખુબ ઉપયોગી સાબિત થાય છે. આના માટે આ તેલને પાણી સાથે મેળવી તેને ડાયલ્યુટ કરી લો. ત્યારબાદ તેને તમારા માથામાં લગાવો અને સરખી રીતે માલિશ કરો. આમ કરવાથી તે તમારા માથાના દુઃખાવાને દૂર કરશે અને સાથે સાથે તમારા મગજને પણ શાંત કરશે.

 

અનિંદ્રાને દુર કરવા માટે કેમોમાઈલ ચા : કેમોમાઇલ ના ફૂલ માંથી બનેલી હર્બલ ચા ની અંદર ઠંડક અને આરામ દેવાના ગુણ હોય છે. પ્રાચીન સમયમાં મિસ્રના લોકો દ્વારા આ ફૂલને ઉગાડવામાં આવતા હતા, અને ત્યારથી જ તેના ઔષધીય ગુણોના કારણે આ ફૂલનો ઉપયોગ સ્વાસ્થ્ય વધારવા માટે કરવામાં આવે છે. આજે દુનિયાભરના લોકો પોતાના સ્વાસ્થ્યને ઠીક રાખવા માટે કેમોમાઇલ ની ચા પીવે છે. આ ચા ગેસમાંથી અને સાથે સાથે માસપેશીઓના અકળાઈ જવાની સમસ્યામાં રાહત આપે છે. સાથે સાથે તેનું સેવન કરવાના કારણે વ્યક્તિઓને અનિદ્રાની સમસ્યામાંથી પણ રાહત મળે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here