ઘરમાં રહેલી ગરોળીથી થઈ શકે છે આ જાનલેવા બીમારી ઓ! આ ઘરેલું નુસખાથી ગરોળીને ભગાવો દૂર.

0
3975

ગરોળી એક એવો જીવ છે જે તમારા ઘરમાં જ રહી અને તમને જ ડરાવે છે. જ્યારે આપણા ઘરની દીવાલો ઉપર ગરોળી હોય ત્યારે આપણે તેને નજર અંદાજ કરી દઈએ છીએ. કેમ કે, આપણને આવા નાના જીવથી કોઈ મુશ્કેલી સર્જાતી નથી. પરંતુ શું તમને ખબર છે આ ગરોડી પૃથ્વી ઉપર આજથી બે લાખ વર્ષ પહેલા એટલે કે ડાયનાસોરના સમયથી છે? આપણા ઘરની અંદર રહેલી ગરોડી 5000 ગરોડી ની પ્રજાતિ માંથી એક માત્ર એવી પ્રજાતિ છે કે જે પોતાના ગળામાંથી અવાજ કરી શકે છે. સામાન્ય રીતે લોકો એવું માને છે કે આ ગરોળીથી વ્યક્તિને કોઈ પણ પ્રકારનો ખતરો નથી. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે ઘરની અંદર રહેલી ગરોળી આપણા માટે કેટલી ખતરનાક છે.

ઘરમાં રહેલી ગરોળી શા માટે છે ખતરો?

ગરોડી સામાન્ય વ્યક્તિને સીધી રીતે કોઈ નુકસાન પહોંચાડતી નથી. પરંતુ પરોક્ષ રીતે આ ગરોળી આપણા માટે અને આપણા બાળકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઇ શકે છે. સામાન્ય રીતે ઘરમાં રહેલી ગરોળી ઘરની દીવાલો ના ખૂણા માં વારંવાર મળ કરતી હોય છે. જ્યારે આ મળ આપણા ભોજનમાં અથવા તો આપણા શરીરના સીધા સંપર્કમાં આવે છે ત્યારે તેના કારણે આપણા સ્વાસ્થ્યને ખૂબ જ હાનિ પહોંચે છે.

ગરોળી ના કારણે થઈ શકે છે ફૂડપોઇઝનિંગ

ગરોળી ના મળ અને તેની લાળ માં સાલ્મોનેલા નામનો બેક્ટેરિયા હોય છે. જેના કારણે વ્યક્તિને ફૂડ પોઇઝનિંગની સંભાવના વધી જાય છે. જ્યારે ભોજન ની અંદર ગરોળી પડી જાય છે ત્યારે તે ભોજન ખાવા માટે યોગ્ય રહેતું નથી. કેમ કે, આવું કરવાથી આ ભોજન અનેક લોકો માટે મોતનું કારણ બની શકે છે. જ્યારે ગરોળીના કારણે કોઇપણ વ્યક્તિને ફૂડ પોઈઝનીંગ થાય છે ત્યારે તેને નીચે મુજબના લક્ષણો જોવા મળે છે.

  • ઉલટી થવી
  • પેટમાં દુખાવો થવો
  • ઉબકા આવવા
  • માથામાં દુખાવો થવો
  • વધુ ગંભીર ફૂડ પોઇઝનિંગની કારણે વ્યક્તિનું મોત પણ થઈ શકે છે.

ગરોળી દૂર ભગાવવા ના ઘરેલુ નુસખા

લસણ

ઘરની અંદર રખડતાં અનેક પ્રકારના જીવ-જંતુઓને અને કીડી મકોડા ઓને લસણની ગંધ દ્વારા આસાનીથી ભગાડી શકાય છે. ગરોળીઓ પણ લસણની સુગંધ ને સહન કરી શકતી નથી. ઘરના બારી તથા દરવાજાની પાસે લસણની કળીઓ રાખી દેવામાં આવે તો તેની સુગંધ ના કારણે ગરોળીઓ ઘરમાં પ્રવેશ કરતી નથી. આ ઉપરાંત લસણને પાણીની અંદર ઉકાળી લઇ તેનો છંટકાવ કરવાથી પણ ગરોળીઓ દૂર ભાગે છે.

તીખા ની ભૂકી

તીખા ની ભૂકી પણ ગરોડી ને દૂર ભગાવવા માટે ઉપયોગી સાબિત થાય છે. પાણીની અંદર કાળા મરીનો પાવડર અને લાલ મરચું પાઉડર ઉમેરી તેને ઉકાળી અને આ પાણીનો ઘરની દીવાલો તથા ખૂણાઓમાં સ્પ્રે કરવાના કારણે ગરોળીઓ દૂર ભાગે છે.

મોર પંખ અને ઈંડા ની છાલ

આ નુસખાની હજી સુધી કોઈ વૈજ્ઞાનિક યુક્તિ નથી મળી આમ છતાં ગરોળીઓ મોર પંખ ના કલર થી ડરે છે. આથી જ જો ઘરની અંદર મોર પંખ રાખવામાં આવે તો તેના કારણે દૂર ભાગે છે. સાથે સાથે ઈંડા ની છાલની સુગંધના કારણે પણ ગરોળીઓ દૂર ભાગે છે.

આમ આ પ્રકારના ઘરેલુ નુસખા દ્વારા તમે પણ ઘરમાં રહેલી બધી જ ગરોળીઓ ને દૂર ભગાવી શકો છો. સાથે સાથે ફૂડ પોઇઝનિંગ જેવી સમસ્યાથી પણ બચી શકો છો.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here