અનેક રોગોના ઉપચારમાં મદદ રૂપ છે ગોરખમુંડી

0
2986

ભારત દેશના આયુર્વેદ શાસ્ત્ર ની અંદર ખાસ કરીને વનૌષધિ ની અંદર ગોરખમુંડી નું વિશેષ મહત્વ રહેલું છે. શિયાળાની ઋતુમાં આ છોડ પર ફૂલ અને ફળ લાગે છે. આ વનસ્પતિ ના મૂળ, ફૂલ અને પતા અનેક પ્રકારના રોગોને દૂર કરવા માટે ઉપયોગી સાબિત થાય છે. સામાન્ય રીતે ગોરખમુંડી ભારત દેશના દરેક પ્રાંતની અંદર જોવા મળે છે. તેનો ઉપયોગ અજીર્ણ, ટીબી, છાતીની બળતરા, પાગલપન, અતિસાર, દમ અસ્થમા, પેટની અંદર રહેલા કૃમિ અને કૃષ્ઠ રોગ વગેરે પ્રકાર ની સમસ્યાઓને દૂર કરવામાં લાભકારી સાબિત થાય છે. આ વનસ્પતિને બુદ્ધિવર્ધક વનસ્પતિ માનવામાં આવે છે. તેની ગંધ એકદમ તીવ્ર હોય છે અને તેનો ઉપયોગ તમારા સ્વાસ્થ્યને ઠીક રાખવા માટે ઉપયોગી સાબિત થાય.

રોગ અનેક ગોરખમુંડી એક

  • ગોરખમુંડી પથરી, પિતાશય, આધાસીસી અને ગર્ભાશયને લગતી દરેક સમસ્યામાં લાભકારી છે. ગોરખમુંડી ના તાજા ફળ તોડી લઈ તેને બરાબર ચાવી અને તેના રસને પી જાવ. આમ કરવાથી તમને એક વર્ષ સુધી આંખ આવવાની સમસ્યામાંથી છુટકારો મળે છે અને સાથે સાથે તમારા આંખોની રોશની પણ વધુ મજબૂત બને છે. જો ગોરખમુંડી ના રસ નો એક ઘુંટડો રોજ સવારમાં પીવામાં આવે તો તેના કારણે આંખને લગતી કોઈપણ પ્રકારની સમસ્યા થતી નથી.
  • ગોરખમુંડી અને સુંઠનું ચુર્ણ બનાવી બંને સમાન માત્રા ની અંદર ગરમ પાણીની સાથે લેવાથી વાતની સમસ્યામાંથી છુટકારો મળે છે. ગોરખમુંડી નું ચૂર્ણ ઘી અને મધ ને ભેળવી સવાર-સાંજ સેવન કરવાના કારણે વાત ના દરેક પ્રકારના રોગ દૂર થઈ જાય છે. કોઢ ની સમસ્યા ઉપર ગોરખમુંડી ના ચૂર્ણને લીમડાની છાલ સાથે ભેળવી તેનો ઉકાળો તૈયાર કરો અને ત્યારબાદ સવાર-સાંજ તે ઉકાળાનું સેવન કરવાથી કુષ્ઠ રોગ ની સમસ્યામાંથી રાહત મળે છે. તેનું સેવન તમારા અવાજને મધુર બનાવે છે.

  • યોનિમાં દુઃખાવો, ફોડલીઓ, ખરજવું તથા ખંજવાળ આવતી હોય તો ગોરખમુંડી ના બીજને પીસી લઇ તેની અંદર સમાન માત્રામાં સાકર ભેળવી રાખી દ્યો અને દરરોજ બે ચમચી ઠંડા પાણીની સાથે લેવાથી આ બિમારીઓમાંથી રાહત મળે છે. આ ચૂર્ણનું સેવન કરવાના કારણે શરીરની અંદર પૂરતા પ્રમાણમાં સ્ફૂર્તિ બની રહે છે.

  • ગોરખમુંડી નું સેવન કરવાના કારણે તમારા સફેદ વાળ થવાની સમસ્યા દૂર થઈ જાય છે. આ માટે ગોરખમુંડી ના છોડ ને છાયા ની અંદર સૂકવી લઈ તેને પીસી લો. ત્યારબાદ તેના પાઉડરને ઘી અને ખાંડ સાથે ભેળવી તેનો લેપ કરવાથી તમારા સફેદ વાળ ની સમસ્યા માંથી રાહત મળે છે. સાથે સાથે તે લિવર અને મગજ શક્તિશાળી બને છે.
  • કમળાના દર્દીઓ માટે ગોરખમુંડી ખૂબ જ ફાયદાકારક ઔષધિ છે. ગોરખમુંડી ના પાન ની સાથે તેના મૂળને ગાયના દૂધ સાથે ભેળવીને પીવામાં આવે તો તેના કારણે યૌન શક્તિ મા વધારો થાય છે. જો કોઈપણ વ્યક્તિ સતત બે વર્ષ સુધી ગોરખમુંડી ના મૂળને ગાયના દૂધ સાથે ભેળવીને સેવન કરે તો તેના કારણે તેનું શરીર મજબૂત બની જાય છે. ગોરખમુંડી નું સેવન મધ દૂધ અને મઠ્ઠા સાથે કરી શકાય છે.
  • ગોરખમુંડીનો ઉપયોગ હરસની સમસ્યામાં પણ ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. તેના મૂળની છાલ કાઢી લઇ તેને સૂકવી ચૂર્ણ બનાવી લો અને ત્યારબાદ દરરોજ એક ચમચી જેટલું ચૂર્ણ ખાઈ ઉપરથી મઠાનું સેવન કરવાથી હરસ ની સમસ્યા કાયમી માટે સમાપ્ત થઈ જાય છે.
  • હરસ ના મસા ઉપર ગોરખમુંડી છાલને પીસી તેનો લેપ કરવાથી પણ તેમાં થતા દુખાવામાં રાહત મળે છે. આ ઉપરાંત તેનું સેવન કરવાના કારણે પેટની અંદર રહેલા કોઈપણ પ્રકારના કૃમિ નાશ પામે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here