તમારા હાથની આ રેખાઓ બતાવશે તમારા જીવનમાં મળતા માન-સન્માન અને ધન વિશે.

0
4340

જ્યોતિષશાસ્ત્રના જ એક ભાગ સમુદ્ર શાસ્ત્ર ની અંદર વ્યક્તિ ના હાથની હથેળી વિશે અનેક વાતો કહેવામાં આવી છે. આ શાસ્ત્રોની અંદર જણાવવામાં આવ્યું છે કે, કોઈ પણ વ્યક્તિ પોતાના હાથની હથેળીમાં રહેલી રેખાઓના આધારે વ્યક્તિ પોતાના ભવિષ્ય વિશે ઘણું બધું જાણી શકે છે. આ શાસ્ત્રોની અંદર હાથમાં રહેલી રેખાઓ તેના આકાર અને તેના સ્થાનના આધારે વ્યક્તિના ભવિષ્ય વિશે ઘણી બધી વસ્તુઓ જાણી શકાય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ રીતે તમે તમારા હાથની હથેળીઓ દ્વારા જાણી શકો છો કે તમને ભવિષ્યમાં માન-સન્માન અને ધન ક્યારે મળશે.

સમુદ્ર શાસ્ત્ર ની અંદર જણાવવામાં આવ્યું છે કે હાથમાં રહેલી સૂર્યરેખા કોઈપણ વ્યક્તિના ભવિષ્ય વિશે ઘણુ બધુ કહી જતી હોય છે. આ રેખા તમારા જીવનની અંદર આવનારા પૈસા માન અને સન્માન વિશે ભવિષ્યવાણી કરે છે. જે વ્યક્તિઓના હાથની અંદર આ રેખા એકદમ સાફ હોય અને કોઈપણ જગ્યાએ તૂટતી ન હોય તેવા વ્યક્તિઓને જીવન ભર ખૂબ ધન દોલત મળે છે.

 

ક્યાં હોય છે સૂર્ય રેખા

સૂર્ય રેખા રિંગ ફિંગર ના નીચે ના ભાગ થી શરૂ થાય છે આ ભાગને સૂર્ય પર્વત કહેવામાં આવે છે અને એ જગ્યાએ જો કોઈ રેખા હોય તો તેને સૂર્ય રેખા કહેવામાં આવે છે આ રેખા સૂર્ય પર્વતથી હથેળીનાં નીચેના ભાગ સુધી જાય છે

આ રીતે જાણો સૂર્ય રેખા ના શુભ અને અશુભ પ્રભાવ

  • હથેળી ની અંદર સૂર્ય રેખા નું હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. જે વ્યક્તિઓના હાથમાં આ રેખા દોષ વિનાની હોય તે વ્યક્તિઓ જીવનની અંદર ભરપૂર માત્રામાં માન-સન્માન અને પૈસા કમાઈ શકે છે.
  • જે વ્યક્તિઓના હથેળી ની અંદર આ સૂર્ય રેખા ન હોય તે વ્યક્તિઓ સમાજ ની અંદર ખૂબ મુશ્કેલીથી માન-સન્માન અને ધન પ્રાપ્ત કરી શકે છે. તથા આવા વ્યક્તિઓના જીવનની અંદર કાયમી માટે ધનની ઉણપ સર્જાતી રહે છે.

  • જો તમારા હાથની અંદર સૂર્યરેખા ખૂબ લાંબી હોય તો તે તમારા સુખી જીવન તરફ ઇશારો કરે છે.
  • જો આ 1 રેખા એકદમ લાંબી અને સાફ હોય પરંતુ જેના ઉપર ઈંડા આકારના ચિહ્ન હોય તો તેને અશુભ માનવામાં આવે છે.
  • જો આ રેખા ને બીજી રેખાઓ કાપતી હોય તો તેના કારણે તમારા જીવનમાં સન્માન અને પૈસા ની અંદર ઘટાડો થાય છે.

  • જો કોઈપણ વ્યક્તિના હાથમાં સૂર્યરેખા તરંગ આકારની હોય તો તેને અશુભ માનવામાં આવે છે. જો તમારા હાથમાં પણ આ રીતની સૂર્ય રેખા હોય તો તેના કારણે તમારા ઘરમાં ક્યારેય સુખ શાંતિ ટકતી નથી.
  • જો આ સૂર્ય રેખા ભાગ્ય રેખા ને લઈ અને અનામિકા રેખા તરફ વધે તો તેના કારણે તે વ્યક્તિને ભરપૂર માત્રામાં યશ પ્રાપ્ત થાય છે.

  • જો કોઈ પણ વ્યક્તિના હાથની અંદર રહેલી આ સૂર્યરેખા ઉપર ગુણા જેવું નિશાન હોય તો તેના કારણે તે જાતક દુઃખી રહે છે સાથે સાથે તે વ્યક્તિનું મન બોર્ડ પણ કમજોર થઈ જાય છે.

અવનવી અને વિશેષ માહિતી મેળવવા માટે  Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here