જે વ્યક્તિના હાથમાં બને છે અર્ધ ચંદ્ર તે દરેક પરિસ્થિતિઓમાં રહે છે સકારાત્મક

0
18701

જ્યોતિષશાસ્ત્રનો એક ભાગ એવા હસ્તરેખા શાસ્ત્ર અને ખૂબ જ ઉમદા શાસ્ત્ર ગણવામાં આવે છે. આની અંદર કોઈપણ વ્યક્તિ પોતાના હાથની અને હથેળીઓની બનાવટના આધારે પોતાના ભવિષ્ય વિશે ઘણી બધી વસ્તુઓ જાણી શકે છે. હથેળી ની અંદર રહેલી રેખાઓ અને પર્વતો વ્યક્તિના જીવનમાં શુભ અને અશુભ પ્રભાવ પાડતી હોય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ તમારા હથેળી ની અંદર રહેલા અમુક ચિહ્નો અને તેના પ્રભાવ વિશે.

કઈ રીતે ઓળખશો અર્ધચંદ્ર નિશાન?

હથેળી ની અંદર સૌથી નાની આંગળીની નીચે હદય રેખા હોય છે. આ રેખા બંને હાથની અંદર જોવા મળે છે અને જ્યારે બંને હાથને જોડીને એક સાથે રાખવામાં આવે ત્યારે આ હદય રેખાઓ એકબીજા સાથે જોડાઈ અને અર્ધચંદ્રાકાર આકાર બનાવે છે. આવો શુભ ચિન્હ અમુક લોકોના હાથમાં જ બનતું હોય છે. જો તમારા હાથમાં પણ બની રહ્યું છે આ શુભચિહ્ન તો જાણો તેના વિશે આ વાત.

જો બને છે અર્ધ ચંદ્ર

• જે લોકોની હથેળીઓની અંદર આવો અર્ધચંદ્રાકાર બનતો હોય તેવા વ્યક્તિઓ ખૂબ જ આકર્ષક સ્વભાવના હોય છે.
• આવા વ્યક્તિઓ ના જીવન સાથી ખૂબ જ ભાવુક સ્વભાવના હોય છે અને તે પોતાના પરિવારજનોને કાયમી માટે સુખ આપવાની કોશિશ કરતા રહે છે.
• આવા લોકો હંમેશાં ને માટે પોતાની ભાવનાઓને છુપાવવાની કોશિશ કરતા હોય છે, અને આવા વ્યક્તિઓનું મગજ ખૂબ જ તેજ ચાલતો હોય છે.
• આવું નિશાન ધરાવતા વ્યક્તિઓ કોઈપણ કાર્યને ખૂબ ઝડપથી સમજી લે છે.
• અર્ધચંદ્ર નિશાન ધરાવતા વ્યક્તિઓ ગમે તેવી કપરી પરિસ્થિતિ ઓ ની અંદર પણ હંમેશાને માટે સકારાત્મક વલણ ધરાવતા હોય છે.

હદે રેખા જોડાઈને જો બને સીધી રેખા

• જો કોઈ પણ વ્યક્તિના હાથની હથેળીઓને જોડી દેવામાં આવે અને તેની હદય રેખાઓ સીધી રેખા બનાવે તો તેવા વ્યક્તિઓ સ્વભાવમાં ખૂબ જ શાંત હોય છે.
• આવા વ્યક્તિઓને પોતાનું દરેક કાર્ય શાંતિથી કરવું પસંદ આવે છે. આવા ઘણા ઓછા લોકો હોય છે કે જેના હાથમાં આવી સીધી રેખા બનતી હોય.

અર્ધચંદ્ર ન બનવાના સંકેત

• જો કોઈ પણ વ્યક્તિની હથેળીઓને જોડવાથી તેમાં અર્ધચંદ્રાકાર ન બને અથવા તો બન્ને હદય રેખાઓ એકબીજા સાથે જોડાતી ન હોય તો તેવા વ્યક્તિઓ પોતાના જીવનમાં ખૂબ જ લાપરવાહ હોઈ છે.
• જો બંને હાથોને જોડવાથી હદય રેખા ત્રાસી બાંગી રહેતી હોય તો તેવા વ્યક્તિઓ બીજા કોઈ પણ વ્યક્તિઓ વિશે વિચારતા નથી, અને બીજાના જીવનનો તેના ઉપર કોઈ પ્રભાવ પડતો નથી.

આમ તમે પણ તમારી હાથની હથેળીમાં રહેલી હદે રેખાઓ ને એકબીજા સાથે જોડી તેના આધારે બનતા આકારથી તમે પણ તમારા ભવિષ્ય વિશે ઘણું બધું જાણી શકો છો..

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here