માત્ર આ એક રસનું સેવન કરવાના કારણે આ પંદર બીમારીઓ ક્યારેય નહીં આવે તમારી પાસે.

0
9745

નમસ્કાર મિત્રો આપણે દરેક લોકોએ ક્યારેકને ક્યારેક તો દૂધીનું શાક ખાધું જ હોય છે. દૂધી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી હોય છે. દુધીની અંદર અનેક પ્રકારના પોષક તત્વો હોય છે જે તમારા શરીરને કાયમી માટે સ્વસ્થ રાખવા માટે ઉપયોગી સાબિત થાય છે. ઘણા લોકો દૂધીનું શાક બનાવીને ખાતા હોય છે. જ્યારે ઘણા લોકો દૂધ માથી બનતા જ્યુસનું સેવન કરતા હોય છે. દૂધીના જ્યુસનું સેવન કરવાના કારણે તમે અનેક પ્રકારની બીમારીઓથી દૂર રહી શકો છો.

દુધીનો રસ બનાવવા માટે સૌપ્રથમ દૂધીના નાના નાના ટુકડા કરી લો. ત્યારબાદ તેને મિક્સર ની અંદર પીસી લો અને કપડા દ્વારા તેનો રસ કાઢી લો. ત્યારબાદ તેની અંદર અડધી ચમચી જેટલો ફુદીનાનો રસ અને અડધી ચમચી જેટલો આદુનો રસ ઉમેરી બરાબર હલાવી લો. આ રસનો સ્વાદ અને ગુણ વધારવા માટે તમે તેમાં તુલસીનો રસ પણ ભેળવી શકો છો. બસ આ રીતે તૈયાર છે દૂધીનું જ્યુસ જેને દરરોજ સવારમાં પીવાના કારણે તમારું હદય કાયમી માટે મજબુત રહી શકે છે, અને સાથે-સાથે તમે આવી અનેક પ્રકારની બીમારીઓથી દૂર રહી શકો છો.

જો સતત ત્રણ મહિના સુધી દૂધીના જ્યુસનું સેવન કરવામાં આવે તો તેના કારણે તમને આજીવન ક્યારેય પણ હદય રોગનો હુમલો આવી શકતો નથી. દૂધીનુ જ્યુસ પીવાના કારણે માત્ર ત્રણ દિવસની અંદર તમને તેની અસર દેખાવા લાગે છે, અને સતત ત્રણ મહિના સુધી તેનું સેવન કરવાના કારણે તમને આવનારા 30 વર્ષ સુધી હાર્ટ અટેક નહીં આવે. જો તમારા શરીરને કોઈ પણ નસો બ્લોક થઈ ગઈ હોય તો દૂધીના ના રસનું સેવન કરવાના કારણે તમારી બ્લોક થઈ ગયેલી નળીઓ પણ ખુલી જાય છે.

દૂધીના જ્યુસનું સેવન કરવાના કારણે જો તમને ઘુટણ ના દુખાવા અથવા તો સાંધાના દુખાવાની સમસ્યા હોય તો તે પણ દૂર થઈ જાય છે. ત્રણથી ચાર મહિના સુધી રેગ્યુલર રીતે દરરોજ સવારમાં દૂધીનુ જ્યુસ પીવામાં આવે તો તેના કારણે તમારા શરીરમાં કોઈ પણ જગ્યાએ દુખાવો થતો હોય તો તે પણ દૂર થઈ જાય છે, અને સાથે સાથે માઇગ્રેન જેવી સમસ્યામાંથી પણ છુટકારો મળે છે.

હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે પણ દૂધીનુ જ્યુસ ખુબ ઉપયોગી સાબિત થાય છે. દૂધીના જ્યુસનું સેવન કરવાના કારણે વ્યક્તિનું બ્લડપ્રેશર નોર્મલ થઇ જાય છે. સાથે સાથે જો કોઈ પણ વ્યક્તિને અનિદ્રાની બીમારી હોય તો તે પણ દૂર થઈ જાય છે. દૂધીનો રસ વ્યક્તિઓ ની આંખોની રોશની વધારવા માટે સૌથી ઉત્તમ ઔષધ સાબિત થાય છે. જો તમારા આંખોની રોશની ઓછી થઈ ગઈ હોય તો ત્રણ-ચાર મહિના સુધી દૂધીનુ જ્યુસ પીવાના કારણે આંખોની રોશની વધી જાય છે.

જ્યારે તમે સવાર સવારમાં દૂધીના જ્યુસનું સેવન કરો ત્યાર બાદ અંદાજે ૪૦ મિનિટ સુધી કોઈ પણ વસ્તુ ખાવી નહીં, જેથી કરીને દૂધીનુ જ્યુસ તમારા શરીરને સૌથી વધુ ફાયદો પહોંચાડી શકે. આ ઉપરાંત દૂધીનુ જ્યુસ પીતી વખતે હંમેશા એક વાતનું ધ્યાન રાખવું કે તેની અંદર ક્યારેય પણ મીઠું ન ભેળવવું જોઈએ. જો દૂધીના જ્યુસની અંદર મીઠું ભેળવવામાં આવે તો દૂધીના જ્યુસ ના બધા જ ગુણ નષ્ટ પામે છે.

સામાન્ય રીતે દૂધીના બે પ્રકાર હોય છે, એક ગોળાકાર મોટી દુધી આવે છે અને બીજી લાંબા આકારની દૂધી આવતી હોય છે. આ બંને માંથી લાંબા આકારની દુધી ગુણમાં ઉત્તમ માનવામાં આવે છે. સાથે સાથે જો દુધી ની અંદર ઓછા બીજ હોય તો તેવી દૂધીને સર્વોત્તમ માનવામાં આવે છે. આમ જો દૂધીના રીતે સેવન કરવામાં આવે તો તેના કારણે આપણા સ્વાસ્થ્યને અનેક પ્રકારના ફાયદા થઈ શકે છે, અને મુખ્ય રીતે હદયને લગતી દરેક સમસ્યાઓ દૂર થઈ શકે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here