સ્વપ્નમાં ભગવાન વિષ્ણુ દર્શન આપે, તો આ શુભ સંકેત હોય છે.

0
2502

આપણે દરેક લોકો સામાન્ય રીતે આપણાં સ્વપ્નો ની અંદર વિવિધ વસ્તુઓ જોતા હોઈએ છીએ. ઘણી વખત લોકો પોતાના સ્વપ્નની અંદર દેવી-દેવતાઓ અને ભગવાનના દર્શન કરતા હોય છે. સ્વપ્ન શાસ્ત્ર ની અંદર દરેક સપનાનો કંઈક વિશેષ અર્થ જણાવવામાં આવ્યો છે. રાત્રી દરમિયાન જોવામાં આવેલા દરેક સ્વપ્ન તમારા ભવિષ્ય વિષે સારા અને નરસા સંકેત આપતા હોય છે, જો જરૂર છે તો માત્ર આ સ્વપ્નોને સમજવાની. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ રીતે તમે તમારા સ્વપ્નની અંદર જોયેલી વસ્તુઓ વિષે જાણી શકો છો, ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશે.

જો કોઈ પણ વ્યક્તિ પોતાના સ્વપ્નની અંદર વરસાદ થતો જોવે અથવા તો પોતાને મરતા જોવે તો આ બાબત ભવિષ્યમાં થનારા તેના ભાગ્યોદય અને ધનપ્રાપ્તિનો સંકેત છે. આ ઉપરાંત જો કોઈ પણ વ્યક્તિ પોતાના સ્વપ્નની અંદર ભગવાન વિષ્ણુ અથવા તો અન્ય દેવી-દેવતાઓના દર્શન કરે તો તેના કારણે તે વ્યક્તિના જીવનમાં અનેક શુભ ઘટનાઓ બનવાની શક્યતા રહેલી છે. તો ચાલો જાણીએ તેના વિશે.

ભગવાન વિષ્ણુ ના દર્શન થવા

જો તમને સ્વપ્નમાં ભગવાન વિષ્ણુના દર્શન થાય તો તે તમારા ભાગ્યોદય તરફ ઇશારો કરે છે. જો તમને પણ તમારા સ્વપ્નની અંદર આ રીતે ભગવાન વિષ્ણુના દર્શન થાય તો તમારા જીવનની અંદર રહેલી દરેક પરેશાનીઓ જલ્દી જ દૂર થવાની છે.

મા સરસ્વતી ના દર્શન થવા

જો તમને પણ સ્વપ્નની અંદર વિદ્યાની દેવી મા સરસ્વતી ના દર્શન થાય તો તેનો સીધો અર્થ એ છે કે તમને શિક્ષણ ક્ષેત્રની અંદર ખૂબ સારી એવી સફળતા મળવાની છે.

સ્વપ્નમાં માતા દુર્ગાના દર્શન થવા

જો તમને પણ તળાવ તમારા સ્વપ્નની અંદર માતા દુર્ગાના દર્શન થાય તો તમારે સમજી લેવું કે તમારા પરિવાર માં કોઈપણ વ્યક્તિ બીમાર હોય તો તેની બીમારી ખૂબ ઝડપથી દૂર થવાની છે.

શિવલિંગના દર્શન થવા

સ્વપ્નની અંદર શિવલિંગના દર્શન થવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો કોઈ પણ વ્યક્તિને પોતાના સ્વપ્ન ભગવાન શંકરના દર્શન થાય તો સમજી લેવું કે તેના ભવિષ્યની અંદર થનારા દરેક કષ્ટ દૂર થઈ જશે.

સ્વપ્નમાં ભગવાન શ્રીકૃષ્ણના દર્શન થવા

જો કોઈપણ વ્યક્તિને પોતાના સ્વપ્નની અંદર ભગવાન શ્રીકૃષ્ણના દર્શન થાય તો, સમજી લેવું કે તેના જીવનની અંદર સૌથી શ્રેષ્ઠ પ્રેમ સંબંધ વિકસવા ના છે, અને તેને પ્રેમ માં સારી એવી સફળતા મળવાની છે.

ભગવાન શ્રીરામના દર્શન થવા

જો કોઈપણ વ્યક્તિને પોતાના સ્વપ્નની અંદર ભગવાન શ્રીરામના દર્શન થાય તો, સમજી લેવું કે આ વ્યક્તિને નજીકના ભવિષ્યની અંદર જ સારી એવી સફળતા મળશે.

હનુમાનજીના દર્શન થવા

જો કોઈપણ વ્યક્તિને રાત્રે સ્વપ્ન ની અંદર ભગવાન હનુમાનના દર્શન થાય તો, સમજી લેવું કે તે વ્યક્તિ ને થોડા સમયની અંદર પોતાના દરેક શત્રુથી છુટકારો મળશે.

માતા લક્ષ્મીના દર્શન થવા

જો કોઈપણ વ્યક્તિ ને માતા લક્ષ્મીના દર્શન થાય તો, સમજી લેવું કે તે વ્યક્તિ ને નજીકના સમયમાં ધનવર્ષા થવાની છે, અને તેના તરક્કી ના દ્વાર ખુલી જવાના છે.

આવી જ અવનવી અને વિશેષ માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here