આ મંદિરોમાં ભગવાનને ચડે છે ઝાડુ, ભગવાન કરે છે દરેક મનોકામનાઓ પૂર્ણ

0
2614

જો કોઈ પણ ભક્ત પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ભગવાન ને કોઈ પણ વસ્તુ અર્પણ કરે તો ભગવાન તે વસ્તુને સ્વીકારી લેતા હોય છે. હિન્દુ ધર્મની અંદર ભગવાન શંકરને ભોળાનાથ ના નામ થી ઓળખવામાં આવે છે. જો કોઈ પણ ભક્ત ભગવાન શંકરને પૂરી શ્રદ્ધાથી કોઈપણ વસ્તુ ચડાવ્યા કે ભગવાન શંકર તેનો સ્વીકાર કરી લેતા હોય છે.

ભગવાન શંકરને મુલાયમ ફુલ પણ ચડે છે, તો સાથે સાથે કાંટાદાર ધતુરો અને આંકડો પણ ચડે છે. શું તમે ક્યારેય ભગવાનને સાવરણી ચડાવવા વિશે વિચાર્યું છે? નહીં, તો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એક એવા શિવ મંદિર વિશે કે જ્યાં ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે ભગવાન શંકરને ચઢાવવામાં આવે છે સાવરણી.

મુરાદાબાદ અને આગ્રાના રાજમાર્ગની વચ્ચે શતાબ્દી નામનું એક ગામ આવેલું છે. જ્યાં ભગવાન શંકરનો એક પ્રાચીન મંદિર આવેલું છે..આ મંદિરની અંદર ભક્તો પોતાની દરેક મનોકામનાઓ પૂર્ણ કરવા માટે ભગવાન શંકરને સાવરણી ચડાવે છે. અહીંયાના લોકોની એવી માન્યતા છે કે જો તે મંદિરમાં ભગવાન શંકરને સાવરણી ચઢાવે તો તેના કારણે તેને ત્વચાને લગતી દરેક સમસ્યાઓ દૂર થઈ જાય છે.

અહીંયાના લોકો એ જણાવ્યું કે આ ભગવાન શંકરનું અતિ પ્રાચીન મંદિર છે, અને વર્ષોથી અહીં ભગવાન શંકરને સાવરણી ચઢાવવાની પરંપરા ચાલી આવી છે. આ મંદિરમાં ભગવાન શંકરને સાવરણી ચઢાવવા પાછળ પણ એક કથા છુપાયેલી છે. જેના અનુસાર આ જગ્યાએ એક સાધુ રહેતા હતા અને જ્યારે એક વખત તેના આશ્રમની બાજુમાં એક ભિખારી દાસ નામનો વ્યક્તિ નીકળ્યો. ત્યારે તેણે તે સાધુ પાસે પીવા માટેનું પાણી માગ્યું. આ સમયે ભૂલથી સાધુ દ્વારા ભિખારી દાસના પગમાં સાવરણી અડી ગઈ હતી. આમ થતાની સાથે જ તેના ચામડીને લગતા દરેક રોગો થઈ ગયા હતા દૂર.

એ વેપારી આ ચમત્કાર જોઈને ખૂબ જ ખુશ થઈ ગયો, અને તે સાધુને મોં માંગી કિંમત આપવા માટે તૈયાર થઈ ગયો. ત્યારે સાધુએ કહ્યું કે તેને કોઈ પૈસાની જરૂર નથી. પરંતુ જો તે વેપારી પોતાના આશ્રમમાં એક શિવ મંદિર બનાવી દે તો તેની મહેરબાની. સાધુની આ ઈચ્છાને પૂરી કરવા માટે ભિખારી દાસે તે આશ્રમની અંદર એક શંકરનું મંદિર બનાવ્યું. ત્યારબાદ આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ અને ત્યારથી જ ભગવાન શંકરના મંદિરમાં સાવરણી ચડાવવાનો રિવાજ શરૂ થઈ ગયો.

અહિયાં આ લોકોની એવી માન્યતા છે કે જો કોઈપણ વ્યક્તિ ભગવાન શંકરને લિંગ ઉપર આ રીતે સાવરણી ચડાવે છે તો ભગવાન શંકર તેની દરેક મનોકામના પૂર્ણ કરે છે, અને સાથે સાથે તેને ત્વચાને લગતી દરેક સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે. અહીંયાના પૂજારીનું કહેવું છે કે આ મંદિર અંદાજે ૧૫૦ વર્ષ જૂનું છે અને ૧૫૦ વર્ષથી આ પરંપરા ચાલી આવી છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here