સ્કીન એલર્જી માટે વરદાન રૂપ છે ઘરમાં બનાવવામાં આવેલ આ નુસખો.

0
4867

આજના સમયમાં પ્રદૂષિત વાતાવરણના કારણે ઋતુઓની અંદર ઘણો બદલાવ આવી ગયો છે. સવારના સમયમાં ઠંડી પડે છે અને તે જ દિવસે બપોરના સમયે ભરપૂર તડકો હોય છે. આ બદલાતા જતા વાતાવરણના કારણે આપણી ત્વચાને અને પ્રકારના નુકસાન થાય છે. ઘણા વ્યક્તિઓ એવા હોય છે કે બદલાતા જતા વાતાવરણના કારણે સીધા જ પ્રભાવિત થઇ જતા હોય છે. વાતાવરણના કારણે લોકોને ત્વચાને પ્રકારની સમસ્યાઓ સર્જાઈ શકે છે અને આથી જ વ્યક્તિઓએ પોતાના ત્વચાની સંભાળ માટે યોગ્ય કાળજી લેવી પડતી હોય છે.

આજના સમયમાં મહિલાઓ જ નહીં પરંતુ પુરુષો પણ કાયમી માટે સુંદર દેખાવા માંગતા હોય છે. પરંતુ બદલાતા જતા આ વાતાવરણના કારણે ત્વચાને જરૂર હોય એવા પોષક તત્વો મળતા નથી અને સાથે સાથે ત્વચાને અને પ્રકારની એલર્જી થાય છે. જેથી કરીને તમારી સુંદરતા ઓછી થતી જાય છે.

ચકામાની સમસ્યા

જ્યારે ત્વચા ઉપર લાલ ચકામાં પડે છે ત્યારે તાત્કાલિક રાસાયણયુક્ત સાબુનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ. તમે સાબુની જગ્યાએ સવાર-સાંજ કોઈ પણ સારા એવા ક્લીંઝર ઉપયોગ કરી શકો છો. તેવી જ રીતે તમે અનેક પ્રકારના ઘરેલું આયુર્વેદિક ઉપચાર કરી શકો છો. આ ઉપરાંત અમે તલના તેલની માલિશ પણ કરી શકો છો. જેથી કરીને તમારા ત્વચા પરની આ સમસ્યામાં રાહત મળે છે. વૈકલ્પિક રીતે દૂધની અંદર મધના થોડા ટીપા ઉમેરી અને તેને ત્વચા પર લગાવવા ના કારણે પણ આ સમસ્યામાં થોડે ઘણે અંશે રાહત મળે છે.

ઓઈલી સ્કીન માટેની ટીપ્સ

જો તમારી ત્વચા તૈલીય હોય તો 50 મિલીલીટર ગુલાબ જળ ની અંદર એક ચમચી જેટલું શુદ્ધ ગ્લીસરીન ભેળવી દો. ત્યારબાદ આ મિશ્રણને એક બોટલ ની અંદર ભરી તેને બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ જરૂર પડ્યે તમે તેને ચહેરા ઉપર લગાવી શકો છો. આમ કરવાથી તમારા ચહેરા ઉપર પૂરતા પ્રમાણમાં ભેજ જળવાઈ રહે છે અને તમને કાયમી માટે તાજગી મહેસુસ થાય છે. આ ઉપરાંત ત્વચા ઉપર મધની માલિશ પણ કરી શકો છો.

એલર્જીની સમસ્યા

વસંત ઋતુ ની અંદર દરરોજ 15 મિનિટ સુધી ચહેરા પર મધ લગાવી ત્યારબાદ તેને સાફ પાણીથી સાફ કરવો જોઈએ આમ કરવાથી ઠંડીના કારણે તમારા ત્વચા પર કોઈ પણ પ્રકારની એલર્જી થતી હોય તો તે દૂર થઈ જાય છે અને સાથે સાથે લાલ ચકામાં પણ ઓછા થતા જાય છે.

ત્વચા પરના કોઈપણ પ્રકારના રોગ માટે તુલસી ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આ ઉપરાંત તમે ત્વચાની ની સુંદરતા વધારવા માટે લીમડા અને ફૂદીનાના પાન નો પણ ઉપયોગ કરી શકો છો.

ત્વચા ઉપર કોઈપણ જગ્યાએ ધાધર કે ખરજવું થયું હોય તો તેને દૂર કરવા માટે તમે ચંદનની પેસ્ટ નો લેપ કરી શકો છો. આ માટે ચંદનની પેસ્ટ માં થોડું ગુલાબ જળ ભેળવી તેને પ્રભાવિત જગ્યાએ લગાવવાથી તરત જ રાહત મળે છે.

ચંદનના તેલની અંદર 50 મિલી લીટર જેટલું ગુલાબ જળ મેળવી પ્રભાવિત જગ્યાએ લગાવવાથી ત્વચા ઉપર થયેલા કોઈપણ પ્રકારના એલર્જીક સમસ્યામાંથી રાહત મળે છે.

લીંબુ ના પાન ને ચાર કપ જેટલા પાણીની અંદર ધીમે-ધીમે ગરમ કરી ત્યારબાદ તે મિશ્રણને એક રાત સુધી રાખી મૂકી અને સવારમાં લીંબુના પાંદડાની પેસ્ટ બનાવી અને પ્રભાવિત જગ્યાએ લગાવવાથી લાલ ચકામા ની સમસ્યામાંથી રાહત મળે છે.

એક ચમચી જેટલી મુલતાની માટી અને ગુલાબ જળ ની અંદર ભેળવી તેને પ્રભાવિત જગ્યાએ 10 થી 15 મિનિટ સુધી લગાવી અને ત્યારબાદ સાફ કરી લો. આવું કરવાથી કોઇપણ જગ્યાએ ખંજવાળ આવતી હોય અથવા તો ખરજવું થયું હોય તો તે સમસ્યામાંથી છુટકારો મળે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

 

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here