ઘરે ઉગાડો આ 5 જડીબુટી, વાઇરલ તાવની સાથે દૂર કરશે અનેક બીમારીઓ.

0
8847

બદલાતા જતા વાતાવરણના કારણે આજકાલના સમયમાં અનેક પ્રકારની વાઇરલ બીમારી આમ બાબત છે. આવામાં લોકો આવી બીમારીઓથી બચવા માટે વિવિધ પ્રકારની દવાઓનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ જો આ સમસ્યાઓને દૂર કરવા માટે અમુક ખાસ પ્રકારની જડીબુટ્ટીઓનો ઉપયોગ કરવામાં આવે તો તેના કારણે તેને અનેક પ્રકારના સ્વાસ્થ્ય લાભ થાય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવા છોડ વિશે કે જેને તમારા ઘરમાં ઉગાડવાથી તમે પણ દૂર રહી શકો છો આ પ્રકારની તાવ અને અન્ય બીમારીઓથી દૂર.

એન્ટી અર્થરાઈટીસ માટે તુલસી

દરેક વ્યક્તિના ઘરમાં તુલસીનો છોડ હંમેશાને માટે રાખવો જોઈએ. તુલસીના છોડનું ધાર્મિક મહત્વ તો છે જ પરંતુ સાથે સાથે ચિકિત્સાની દૃષ્ટિએ પણ તેનું ખૂબ જ મહત્વ ગણવામાં આવ્યું છે. તુલસીના છોડ દ્વારા તમે અર્થરાઈટીસ, ઇન્ફ્લેમેટરી અને કીડા, મકોડાથી કુદરતી રૂપે છુટકારો મેળવી શકો છો. તુલસીના પાન ખાવાથી તમારા શરીરમાં વિટામિન એ અને વિટામિન કે ની સાથે સાથે વિટામિન સી ભરપૂર માત્રામાં મળી રહે છે.

ડુંગળીની પ્રજાતિનું એક છોડ

આ છોડ હાનિકારક કીડા મકોડા અને મચ્છરોને ઘરથી દૂર ભગાડે છે તેની અંદર ની માત્રા વધુ હોય છે જેની અંદર એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને ડાઇજેસ્ટિવ ગુણ હોય છે. તેનો ઉપયોગ શું અને શાકનો સ્વાદ વધારવા માટે કરી શકાય છે, અને સાથે સાથે તમારા સ્વાસ્થ્યને પણ સારો બનાવી શકાય છે.

ગેસ્ટ્રીક અપસેટ અથવા તો ધાણા ભાજી

વિટામિન સીથી ભરપૂર ધાણા ભાજી ના પાન દરેક ઘરની અંદર આસાનીથી ઉગાવી શકાય છે. સાથે સાથે તેની અંદર વિટામિન્સ અને મિનરલ્સ પણ હોય છે. જે તમારા શરીરને સ્વસ્થ રાખે છે. ધાણા ભાજી ના તાજા પાન તમારા પાચનતંત્રને મજબૂત બનાવે છે, અને સાથે સાથે શરીરની અંદર કોઈ જગ્યાએ સોજો આવ્યો હોય તો તે પણ દૂર કરે છે. આખા ધાણા બ્લડશુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદરૂપ સાબિત થાય છે.

સાઈટ્રિક ની સુગંધવાળું લેમન બામ

આ છોડ ફુદીનાના પરિવારથી સંબંધ રાખે છે જેને તમે આસાનીથી ગાર્ડનમાં અથવા તો ઘરમાં ઉગાડી શકો છો. આ છોડ સુગંધ આપવાની સાથે સાથે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. લેમન બામ કુદરતી રીતે આપણી નર્વસ સિસ્ટમ અને મસલ્સના દુખાવાને દૂર કરે છે. તેના તાજા પાનનો ઉપયોગ સોજાને દૂર કરવા માટે પણ કરી શકાય છે. તેનો ઉપયોગ કરીને આપણે કોઈપણ પ્રકારના સંક્રમણ અથવા તો ઇન્ફેક્શનથી બચી શકીએ છીએ. સાથે સાથે તેની અંદર એન્ટિવાયરલ પણ હોય છે જે તમને વાયરલ બીમારીઓથી બચાવે છે.

અસરદાર હર્બ રોઝમેરી

પાચનક્રિયાને તંદુરસ્ત રાખવા માટે રોજ મેરી નો છોડ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. તેનો ઉપયોગ તમારા શ્વાસમાંથી આવતી દુર્ગંધને દૂર કરવામાં પણ લાભકારી માનવામાં આવે છે. રોઝમેરીના ઓઇલનો ઉપયોગ પાણીમાં ભેળવી વાળમાં લગાવવાથી વાળનો ખોડો દૂર થઈ જાય છે. સાથે સાથે ત્વચા ઉપર આવતી કોઈપણ પ્રકારની ખંજવાળને દૂર કરવામાં પણ આ છોડ ખૂબ ઉપયોગી માનવામાં આવે છે. તેની સુગંધ તમારા મગજના ટેન્શનને દૂર કરે છે અને મગજને શાંતિ આપે છે.

અજમા

અજમા એંટીઓક્સીડેંટ અને વિટામિન એનો સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે તે તમારી આંખો, ત્વચા અને વાળ તથા નખના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો માનવામાં આવે છે. તે ઇન્ફ્લેમેટરી એન્ટિસેપ્ટિક અને એન્ટીબાયોટિક ગુણો ધરાવે છે. જે તમને તાવ કફ અને ગળાની અંદર થયેલી ખરાબીને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here