શ્વાસમાંથી આવતી દુર્ગંધને કરો દૂર, અપનાવો આ 4 ઘરેલૂ માઉથ વોશ.

0
5312

તમારા મોમાંથી આવતી દુર્ગંધના કારણે ઘણી વખત તમારે શરમજનક સ્થિતિની અંદર મુકાઇ જવું પડતું હોય છે. સામાન્ય રીતે તમારા મોની યોગ્ય રીતે સફાઈ ન કરવાના કારણે તમારા મોંમાંથી ખરાબ પ્રકારની દુર્ગંધ આવતી હોય છે. શ્વાસમાંથી આવતી દુર્ગંધ લાંબો સમય સુધી રહે તો તે તમારા દાંત માટે અને સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થાય છે. મોમાંથી આવતી દુર્ગંધ દુર કરવા માટે સામાન્ય રીતે લોકો માઉથ વોશનો ઉપયોગ કરતા હોય છે.

આપણે દરેક લોકો જાણીએ છીએ કે બજારની અંદર મળતા માઉથ વોશ ની અંદર વિવિધ પ્રકારના કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે. જેનો ઉપયોગ કરીને તમે મોમાંથી આવતી દુર્ગંધ માથી તો છુટકારો મેળવી શકો છો. પરંતુ આ કેમિકલ આગળ જતાં તમને નુકસાન પહોંચાડી શકે છે. પરંતુ જો તમારા મોમાંથી આવતી દુર્ગંધ દુર કરવા માટે કોઈ ઘરેલૂ માઉથ વોશનો ઉપયોગ કરવામાં આવે તો તેના કારણે તમારા શરીરને કોઈ નુકસાન થતું નથી. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ચાર એવા ઘરેલું માઉથ વોશ કે જેના દ્વારા તમે મોમાંથી આવતી દુર્ગંધમાંથી છુટકારો મેળવી શકશો.

આદુ અને ફુદીનાનું માઉથ વોશ

નેચરલ માઉથ વોશ બનાવવા માટે તમે આદુ અને ફુદીનાનો ઉપયોગ કરી શકો છો. તેને બનાવવા માટે આદુ, ફુદીનો, હળદર અને તજ ની જરૂર પડશે. સૌ પ્રથમ એક વાસણ ની અંદર ચાર કપ જેટલું પાણી લો. ત્યારબાદ તેની અંદર આ બધી જ વસ્તુ ઉમેરી દો, અને અંદાજે ૧૦ મિનિટ સુધી તે પાણીને બરાબર પાકવા દો. ત્યારબાદ તે પાણીને ગાળી લઈ એક બોટલ ની અંદર ભરી લો. જો તમારે વધુ સ્ટ્રૉન્ગ માઉથ ફ્રેશનર જોતું હોય તો તમે તે પાણીને 15 મિનિટ સુધી પણ ઉકાળી શકો છો. બસ તૈયાર છે એકદમ નેચરલ માઉથ વોશ જેનો ઉપયોગ તમે દિવસમાં બેથી ત્રણ વખત કરી શકો છો. આ માઉથ વોશત્રણ અઠવાડિયા સુધી ખરાબ નહીં થાય.

વિનેગર માઉથ વોશ

સામાન્ય રીતે વિનેગર ની અંદર એસિડિક ગુણ હોય છે, જે તમારા મોંની અંદર રહેલા બધા જ બેક્ટેરિયાને ખતમ કરી દે છે. મોની જો યોગ્ય રીતે સફાઈ ન કરવામાં આવે તો તેના કારણે મોં ની અંદર વિવિધ પ્રકારના બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે, જે શ્વાસમાંથી આવતી દુર્ગંધનું સૌથી મોટું કારણ છે. વિનેગરનો ઉપયોગ કરવાના કારણે તમારા મોંની અંદર રહેલા બધા જ બેક્ટેરિયા નાશ પામે છે. સાથે સફેદ દાંત ઉપર રહેલ પીળો કલર પણ દૂર થાય છે. તેનો ઉપયોગ કરવા માટે એક ગ્લાસ પાણીની અંદર પાંચ ML જેટલું વિનેગર ભેળવી તેના કોગળા કરો.

લેમન વોટર માઉથ વોશ

લીંબુ ની અંદર પણ એસિડિક ગુણ હોય છે. જે તમારા મોં ની અંદર રહેલા બધા જ હાનિકારક બેક્ટેરિયાનો ખાત્મો કરે છે, અને સાથે સાથે તમારા દાંતને એકદમ સફેદ ચમકદાર બનાવે છે. આ માઉથ વોશને બનાવવા માટે 2 ચમચી જેટલા ગ્લિસરીન ની અંદર થોડો એવો લીંબુનો રસ ભેળવી અને તેના દ્વારા દિવસમાં ત્રણથી ચાર વખત કોગળા કરો.

એલોવેરા જ્યૂસ અને બેકિંગ સોડાનું માઉથ વોશ

આ માઉથવોશ બનાવવા માટે બે ચમચી જેટલું બેકિંગ સોડા લઇ તેની અંદર બે ચમચી પીપરમેન્ટ તેલ ઉમેરો, અને ત્યારબાદ તેની અંદર એલોવેરા જ્યૂસ પણ ઉમેરી દો. હવે આ મિશ્રણને બરાબર હલાવી લઈ થોડું ગરમ પાણી ઉમેરી લો આ રીતે તૈયાર છે નેચરલ માઉથ વોશ. જેનો ઉપયોગ કરીને તમે મોમાંથી આવતી દુર્ગંધમાંથી છુટકારો મેળવી શકો છો. સાથે-સાથે તમારા મોંને લગતી દરેક સમસ્યાઓમાંથી પણ છુટકારો મળે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here