આ ઘરેલુ ઉપાય દ્વારા છુટકારો મેળવો ગેસ અને કબજિયાતની સમસ્યામાંથી

0
12613

કબજિયાત અને ગેસ દુર કરવાના આસાન ઘરેલું ઉપચારો 

► પેટ આપણા શરીરનું સૌથી મહત્વનું અંગ હોય છે, અને જો આપણું પેટ કાયમી માટે સ્વસ્થ અને નિરોગી હોય તો આપણે પણ આપણું જીવન નિરોગી જીવી શકીએ છીએ. જો તમારું પેટ યોગ્ય રીતે સાફ થતું નથી તો તેના કારણે તમને વિવિધ પ્રકારની બીમારીઓ થઈ શકે છે. ભૂખ ન લાગવી વિવિધ પ્રકારની લીવરને સંબંધિત સમસ્યાઓ ઉત્પન્ન કરી શકે છે. આ ઉપરાંત કબજિયાત પણ આપણા શરીરમાં અનેક પ્રકારના રોગોને નોતરી શકે છે.

કબજિયાતના કારણો અને તેને દુર કરવાના ઉપાયો

કબજીયાત થવાનું કારણ

► સામાન્ય રીતે ઘણા પ્રકારના કબજિયાત થતા હોય છે, જેમાં વ્યક્તિઓના આહાર ઉમર અને તેની રહેણીકરણીના આધારે કબજીયાતની સમસ્યા અલગ-અલગ રીતે થતી જોવા મળે છે. તમારા ખાણીપીણીની અંદર જો કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય તો તેના કારણે પણ કબજીયાતની સમસ્યા ઉત્પન્ન થાય છે. સાથે-સાથે વધુ પડતુ તેલ ખોરાક ખાવાના કારણે પણ કબજિયાતની સમસ્યા ઉત્પન્ન થાય છે.

કબજિયાતના કારણો અને તેને દુર કરવાના ઉપાયો

► જો દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન ન કરવામાં આવે તો તેના કારણે પણ કબજિયાતની સમસ્યા ઉત્પન્ન થાય છે, અને સાથે-સાથે તમારા શરીરમાં યોગ્ય કસરત કરવામાં આવે અથવા તો યોગ્ય વ્યાયામ ન થાય તો તેના કારણે પણ તમારા શરીરમાં કબજિયાતની સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે. આ ઉપરાંત અનેક પ્રકારની દવાઓ ની સાઇડ ઇફેક્ટ ના કારણે પણ કબજિયાતની સમસ્યા રહે છે.

કબજિયાતના કારણો અને તેને દુર કરવાના ઉપાયો

પેટ સાફ કરવાના ઘરેલુ ઉપચાર

► સવાર સવારમાં ઉઠ્યા બાદ એક કપ જેટલાં ગરમ પાણીની અંદર અડધું લીંબુ નીચોવી લો અને ત્યારબાદ એક ચમચી જેટલું એરંડાનું તેલ ભેળવી દો અને તેની અંદર અડધી ચમચી જેટલું મીઠું ભેળવી આ બધી વસ્તુ અને એકબીજા સાથે બરાબર ભેળવી લો, અને તેને પી જાવ આ મિશ્રણનું સેવન કર્યા બાદ માત્ર ૧૫ થી ૨૦ મીનીટની અંદર તેનો અસર દેખાશે અને તમારું પેટ યોગ્ય રીતે સાફ થઈ જશે.

કબજિયાતના કારણો અને તેને દુર કરવાના ઉપાયો

► રાત્રે સૂતી વખતે જો એરંડાના તેલને ગરમ દૂધ સાથે ભેળવીને પીવામાં આવે તો તેના કારણે પણ સવારે તમારુ પેટ ખૂબ આસાનીથી સાફ થઇ જાય છે.

► ઈસબગુલ નો ભૂકો કબજીયાતની સમસ્યા માટે રામબાણ ઈલાજ સાબિત થાય છે દૂધ અથવા તો પાણીની સાથે રાત્રે સૂતી વખતે એનું સેવન કરવામાં આવે તો તેના કારણે તમારૂં પેટ સાફ થઈ જાય છે, અને ગમે તેવી કબજિયાતની સમસ્યા હોય તો તેમાંથી છુટકારો મળે છે.

► 20 ગ્રામ જેટલા ત્રિફળા ને એક લીટર જેટલા પાણીની અંદર પલાળી દો અને સવારે ઉઠ્યા બાદ ત્રિફળાને ગાડી અને તે પાણી પી જાઓ. આ રીતે દરરોજ આ પાણીનું સેવન કરવાના કારણે તમને કબજિયાતની સમસ્યામાંથી છુટકારો મળી જાય છે.

કબજિયાતના કારણો અને તેને દુર કરવાના ઉપાયો

► કબજીયાતની સમસ્યા માટે મધ પણ સૌથી વધુ ફાયદાકારક સાબિત થાય છે રાત્રે સૂતી વખતે એક ચમચી જેટલું મધ પી લેવાના કારણે તેમને સવારમાં પેટ સાફ થઈ જાય છે, અને જૂનામાં જૂની કબજિયાતની સમસ્યા દૂર થઈ જાય છે.

કબજિયાતના કારણો અને તેને દુર કરવાના ઉપાયો

► સાંજે સૂતી વખતે એક ગ્લાસ પાણીની અંદર થોડા કિસમિસ ના દાણા પલાળી દો અને સવારે ઉઠ્યા બાદ આ કિસમિસ થાય અને તે પાણીને પીવાના કારણે પણ કબજિયાતની સમસ્યામાંથી છુટકારો મળે છે. આવી જ રીતે તમે પાણીની અંદર અંજીરનું ફરાળી અને તેનું સેવન કરવાના કારણે પણ કબજિયાતની સમસ્યામાંથી રાહત મળી શકે છે.

► આમ આ બધા જ ઘરેલુ ઉપાય દ્વારા તમે પણ ગેસ અને કબજિયાત જેવી સમસ્યામાંથી કાયમી માટે છુટકારો મેળવી શકો છો.

મિત્રો આ લેખ વાંચ્યા પછી અમને આશા છે કે તમે અહી આપેલ કબજિયાત અને ગેસ દુર કરવાનો ઉપાય અજમાવ્યો હશે અને ચોક્કસ સુધારો પણ થયો હશે કારણકે અમારા દરેક લેખમાં આપેલી માહિતી સચોટ હોય છે. જે દર્દીને સાજા કરવામાં મદદ કરે છે.

તમારા સગા સંબંધી અથવા મિત્રોને આ પ્રકારની સમસ્યા હોય તો આપ આ લેખ શેર કરી શકો છો. ખુબ મોટી સેવા ગણાશે જો આ લેખ તમે જરૂરીયાતમંદ વ્યક્તિ સુધી પહોંચાડી શકો તો..

આવા બીજા લેખ સૌથી પહેલાં વાંચવા માટે અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અમારી વેબસાઈટ. આભાર..

અવનવી વિશેષ માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here