બંધ ધમનીઓને સાફ કરવા માટે અપનાવો આ સરળ જર્મની નુસખા

0
5544

આજના સમયમાં લોકોની બદલાતી જતી ખાવા-પીવાની આદતોના કારણે લોકોને વિવિધ પ્રકારની સમસ્યાઓ અને વિવિધ પ્રકારના રોગો થતા હોય છે. આજના સમયમાં લોકો વિવિધ પ્રકારના જંકફૂડનું સેવન કરે છે. જેથી કરીને લોકોને ધમનીઓ બંધ થવાની સમસ્યા વધતી જાય છે. આજના સમયમાં મોટાપો અને કોલેસ્ટ્રોલની સમસ્યા આ બીમારીનું મુખ્ય કારણ છે. સામાન્ય રીતે આ સમસ્યા મોટી ઉંમરના વ્યક્તિઓને થાય છે. પરંતુ આજના સમયમાં નાના બાળકો પણ આ રોગના ચપેટમાં આવી ગયા છે.

શા માટે ધમનીઓ છે મહત્વપૂર્ણ?

શરીરની અંદર રહેલી ધમનીઓ નું મુખ્ય કાર્ય શરીરના માથાથી લઈ પગ સુધી લોહી પહોંચાડવાનું છે. શરીરની અંદર રહેલી ધમનીઓ ની અંદર સતત લોહી વહેતું હોય છે. પરંતુ ધીમે-ધીમે ઉમર જતા ની સાથે સાથે તેની અંદર કોલેસ્ટ્રોલ જમા થતું જાય છે. જેથી કરીને ધમનીઓની અંદરની દિવાલ ધીમે-ધીમે સંકોચાતી જાય છે. જે આગળ જતા આ લઇ ને લગતી બીમારીઓ અને હાર્ટ ડિસીઝનું કારણ બની શકે છે.

આ માટે ધમનીઓ થાય છે બ્લોક

ધમનીઓની અંદર જમા થયેલા ખરાબ કોલેસ્ટ્રોલને પ્લેકના નામથી ઓળખવામાં આવે છે. કોઈપણ વ્યક્તિ ને વિવિધ કારણો ના કારણે આવી સમસ્યા ઉત્પન્ન થાય છે. જેમાં બ્લડ પ્રેશર, ખરાબ કોલેસ્ટ્રોલ જમા થવું, ડાયાબિટીસ અને અન્ય સમસ્યાઓ જોડાયેલી છે.

અપનાઓ આ જર્મની નુસખા

બંધ ધમનીઓને ફરીથી પહેલાની જેમ જ સાફ કરવા માટે ધમનીઓની વચ્ચે જમા થયેલ પ્લેક ને બહાર કાઢવાની જરૂર પડે છે. આ માટે તમે આ જર્મની નુસખાનો ઉપયોગ કરી શકો છો. જેને તમે ખૂબ આસાનીથી ઘરે પણ બનાવી શકો છો.

જરૂરી સામગ્રી

  • બે ચમચી આદુના કટકા
  • ચાર મધ્યમ આકારના લીંબુ
  • બે લીટર પાણી
  • લસણની ચાર ગાંઠ

બનાવવાની રીત

  • આ ઉપચાર બનાવવા માટે સૌપ્રથમ લીંબુને બરાબર સાફ કરી તેના નાના નાના ટુકડા કરી લો.
  • ત્યારબાદ લીંબુ ના બધા જ લીંબુના કટકા, આદુના કટકા અને લસણના કટકાને મિક્સર ની અંદર ઉમેરી તેને બરાબર પીસી લો.
  • હવે એક વાસણ ની અંદર પાણીને ગરમ કરવા માટે મૂકો, અને જ્યારે પાણી ઉકળવા લાગે ત્યારે આ મિશ્રણને તેની અંદર ઉમેરી દો.
  • ત્યારબાદ આ પાણીને અંદાજે ૧૦ મિનીટ સુધી ઉકળવા દો અને ત્યારબાદ પાણીને ઠંડુ થવા દો.
  • હવે આ પાણીને ગાળી લો અને એક ટાઈટ બોટલની અંદર ભરી લો.
  • બસ તૈયાર છે જર્મની syrup જેનો ઉપયોગ તમે ધમનીઓને સાફ કરવા માટે કરી શકો છો.

કઈ રીતે કરશો ઉપયોગ?

દરરોજ સવારમાં ખાલી પેટે આ સીરપ જમવાના બે કલાક પહેલા લઈ લો દરરોજ ત્રણથી ચાર વખત આ રીતે તેનું સેવન કરવાના કારણે માત્ર ત્રણથી ચાર અઠવાડિયા ની અંદર તમારી બંધ ધમનીઓ યોગ્ય રીતે સાફ થઈ જશે અને ફરીથી ખુલી જશે આ સીરપ સ્વાદમાં થોડું કડશું હશે આ માટે તમે આ syrup પછી થોડું મધ પણ ખાઈ શકો છો.

 

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here