જાણો શા માટે ગાયના દૂધને કહેવામાં આવે છે અમૃત, આ છે તેના અમુક ખાસ ફાયદાઓ.

0
5887

ગાયના દૂધને સર્વોત્તમ આહાર માનવામાં આવે છે. આપણા દેશની અંદર ગાયના દૂધને અમૃત માનવામાં આવે છે. ગાયના દૂધની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ, પ્રોટીન, આયોડિન, પોટેશિયમ, વિટામિન ડી, વિટામિન બી અને અનેક પ્રકારના મિનરલ્સ હોય છે. ગાયના દૂધની અંદર જે પોષક તત્વો મળી રહે છે તેવા પોષક તત્વો અન્ય પશુઓના દૂધમાં મળતા નથી. અને આથી જ ગાયના દૂધને સર્વોત્તમ દૂધ માનવામાં આવે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ગાયના દૂધના અમુક એવા ફાયદાઓ કે જે દરેક લોકો માટે થશે ખૂબ ઉપયોગી.

ક્યારેય નહીં થાય કેન્સર

કોઈપણ વ્યક્તિને જો કેન્સર ની સમસ્યા હોય તો આ કેન્સર ની સમસ્યા ને દૂર કરવા માટે ગાયનું દૂધ સર્વશ્રેષ્ઠ આહાર માનવામાં આવે છે. જો નિયમિત રૂપે ગાયના દૂધનું સેવન કરવામાં આવે તો તેના કારણે કેન્સર જેવી સમસ્યામાંથી પણ બચી શકાય છે. દેશી ગાય ની પીઠ ઉપર હમ હોય છે જેની અંદર સૂર્ય ગ્રંથિ હોય છે. આ સૂર્ય ગ્રંથિની અંદરથી નીકળતા તત્વો જ્યારે ગાયના દૂધમાં ભળે છે. અને જ્યારે તેનું સેવન કરવામાં આવે છે ત્યારે આપણા શરીરની અંદર રહેલા કેન્સરના કોષો નષ્ટ પામે છે. અને આથી જ ગાયનું દૂધ કેન્સરની સમસ્યામાં ખુબ ઉપયોગી સાબિત થાય છે.

શક્તિવર્ધક

નિયમિતરૂપે ગાયના દૂધનું સેવન કરવામાં આવે તો તેના કારણે તમારા શરીરની અંદર રહેલા બધા જ રોગો દૂર થઈ જાય છે. એલોપેથી દવાઓ અને પ્રદૂષણના કારણે તથા અન્ય કોઈપણ પ્રકારની સમસ્યાના કારણે તમારા શરીરમાં કોઈપણ પ્રકારના રોગ થયા હોય તો તેને દૂર કરવા માટે દરરોજ એક ગ્લાસ એટલું દૂધ પીવામાં આવે તો તેને ઉત્તમ માનવામાં આવે છે. જો ગાયના દૂધની અંદર એક ચમચી જેટલું ઘી ભેળવી તેનું સેવન કરવામાં આવે તો  તે તમારા માટે શક્તિવર્ધક બની શકે છે.

કબજિયાતમાં

નિયમિતરૂપે ગાયના દૂધનું સેવન કરવામાં આવે અને ગાયના દૂધમાંથી બનેલી છાશનું સેવન કરવામાં આવે તો તેના કારણે કબજિયાતની સમસ્યામાંથી પણ છુટકારો મળે છે. ગાયના દૂધમાંથી બનેલી તાજી છાશની અંદર અંદાજે ૫ ગ્રામ જેટલા અજમા ભેળવી તેનું ખાલી પેટે સેવન કરવાથી કબજિયાતની સમસ્યામાંથી રાહત મળે છે.

કમળામાં

ગાયના દૂધમાંથી બનેલા દહીંમાં 50 ગ્રામની અંદર 10 ગ્રામ જેટલી હળદર ભેળવી તેનું સેવન કરવાથી ગમે તેવા કમળાની સમસ્યામાંથી આરામ મળે છે,

હરસમાં

આયુર્વેદ શાસ્ત્ર અનુસાર ગાયના દૂધમાંથી બનેલી છાસની અંદર મસૂરની દાળ નાખી ત્યારબાદ તેને ઉકાળી લઇ તેનું સેવન કરવામાં આવે તો તેના કારણે ગમે તેવી હરસની સમસ્યામાંથી છુટકારો મળે છે. અને સાથે સાથે તેના કારણે થતા અસહ્ય દુખાવામાં પણ રાહત મળે છે.

ગેસની સમસ્યામાં

નિયમિતરૂપે ગાયના દૂધનું સેવન કરવામાં આવે તો તેને કારણે પેટના ગેસની સમસ્યામાં પણ રાહત મળે છે. સાથે સાથે તમારા શરીરની અંદર લોહીની માત્રામાં પણ વધારો થાય છે.

ખરતા વાળની સમસ્યા

જો નિયમિત રૂપે ગાયના દૂધનું સેવન કરવામાં આવે તો તેના કારણે તમારા વાળને કુદરતી રીતે પોષણ મળી રહે છે. અને સાથે-સાથે ખરતા વાળની સમસ્યામાંથી પણ છુટકારો મળે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here