ફુદીનાનુ માત્ર એક પાન આ 10 રોગોને કરશે જળમૂળથી દૂર, જાણો તેના લાભ વિશે

0
14303

ફુદીનાનો સ્વાદ અને સુગંધ કોઈપણ વ્યક્તિને તરોતાજા કરી દે છે. ફુદીના ની અંદર વિટામીન એ ભરપૂર માત્રામાં હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. ફુદીનાના કારણે આપણા સ્વાસ્થ્યને અનેક રીતે લાભ થતા હોય છે. સામાન્ય રીતે રસોઈનો સ્વાદ વધારવા માટે ફુદીનાનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે સાથે તેનો ઉપયોગ કરીને પેટને લગતી દરેક સમસ્યાઓમાંથી પણ છુટકારો મેળવી શકાય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ફૂદીનાના પાન ના અમુક એવા ફાયદાઓ કેજે તમારા માટે થશે ઉપયોગી.

મો ની દુર્ગંધ માટે

મોમાંથી આવતી દુર્ગંધ દુર કરવા માટે ફુદીનાના સુકા પાન નું ચૂર્ણ બનાવી તેના દ્વારા મંજન કરો. આમ કરવાથી તમારા મોંમાં આવતી દુર્ગંધ દુર થાય છે. સાથે સાથે તમારા દાંતની અન્ય સમસ્યાઓ પણ દૂર થઇ જાય છે.

ખીલને ભગાડવા

ફુદીનાના થોડા પાન લઈ તેની અંદર ૨ થી ૩ ટીપા લીંબુનો રસ ભેળવી ચહેરા ઉપર લગાવવાથી તમારા ચહેરા ઉપર રહેલા ખીલ અને તેના ડાઘા દૂર થઈ જાય.

બ્લડ પ્રેશર કંટ્રોલ કરવા

ફૂદીનાના પાન હાઈ બ્લડપ્રેશર અને લો બ્લડ પ્રેશર આમ બને પ્રકારના બ્લડ પ્રેશરની સમસ્યા મદદરૂપ સાબિત થાય છે. ફુદીના ના પાન ની અંદર એક ચપટી મીઠું કાળા મરી અને સિંધવ ઉમેરી સેવન કરવાથી લો-બીપીની સમસ્યામાં રાહત મળે છે. હાઈબ્લડપ્રેશરના દર્દીઓ ફુદીનાના પાનનો સીધું જ સેવન કરી શકે છે.

પેટની સમસ્યાઓ માં

ફુદીનો પેટને લગતી દરેક બીમારીઓને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. જો દરરોજ ફુદીનાની અંદર લીંબુ નો રસ અને મધ ભેળવીને સેવન કરવામાં આવે તો તેના કારણે પેટને લગતી દરેક સમસ્યાઓ દૂર થઈ જાય છે.

માસિક ધર્મમાં લાભકારી

જો તમારે પણ માસિક ધર્મ સમયે ન આવતું હોય તો તમે ફુદીનાના રસનું સેવન કરી શકો છો. પુદીના ના સુકા પાનનું ચૂર્ણ મધ સાથે ભેળવીને દિવસમાં બેથી ત્રણ વખત નિયમિત લેવાથી માસિક ધર્મની સમસ્યામાં રાહત મળે છે.

ડિહાઇડ્રેશનથી છુટકારો

ડીહાઇડ્રેશનની ઘાતક અવસ્થા થી બચવા માટે ફુદીનો ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ડિહાઈડ્રેશનની સમસ્યા ના ફુદીનો ડુંગળી અને લીંબુના રસને બરાબર માત્રામાં ભેળવીને પીવાથી લાભ મળે છે.

લુ લાગવા પર

ગરમીની ઋતુમાં લૂ થી બચવા માટે ફુદીના અને ડુંગળીની ચટણી બનાવી તેનું સેવન કરવું જોઈએ. આમ કરવાથી લૂ લાગવાની સમસ્યાથી બચી શકાય છે. વધુ પડતી ગરમીથી છુટકારો મેળવવા માટે એક ચમચી સૂકા ફૂદિનાના પાન ની અંદર અડધી ચમચી એલચીનો પાઉડર ભેળવી ગરમ પાણીમાં પીવાથી લાભ મળે છે.

એડકી દૂર કરવા

ફૂદીનાનો રસ પીવાથી હેડકી ની સમસ્યામાં રાહત મળે છે. તરત જ અટકી ને બંધ કરવા માટે ફુદીનાના રસની અંદર લીંબુનો રસ ભેળવી પીવાથી રાહત મળે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here