ઘરે બનાવો આયુર્વેદિક તેલ પગમાં થતી બળતરા અને ગભરાહટને કાયમી માટે કરશે દૂર.

0
6165

આજના સમયમાં પગમાં વારંવાર બળતરા થવી એ સામાન્ય વાત બની ગઈ છે. આ સમસ્યા કોઈ પણ ઉંમરના વ્યક્તિઓને આ સમસ્યા થઈ શકે છે. સામાન્ય રીતે પગની અંદર થતી આ બળતરા આપણા તંત્રમાં થયેલા નુકસાન અથવા તો શિથિલતા ના કારણે જોવા મળે છે. ઘણી વખત આ સમસ્યા ડાયાબિટીસની સાથે વધુ પડતી મદિરાનું સેવન કરવાના કારણે અને ઝેરીલા પદાર્થો ખાવાની સાથે પણ જોડાયેલી હોય છે. જો આ સમસ્યાના અન્ય કારણો વિશે વાત કરવામાં આવે તો વિટામિન બી, ફોલિક એસિડ, કેલ્શિયમની ઉણપ, જીવ જંતુનું કરડવું તથા કોઈ જગ્યાએ ઘાવ લાગવાના કારણે પણ આ પ્રકારની સમસ્યા સર્જાઈ શકે છે.

આ સમસ્યાનું નિવારણ કરવા માટે તમે યોગ્ય ચીકીત્સક ને બતાવી તેની યોગ્ય સલાહ લઈ શકો છો. સાથે સાથે તમે આ સમસ્યાને દૂર કરવા માટે વિવિધ પ્રકારના ઘરેલુ ઉપચાર પણ અપનાવી શકો છો, કે જેના દ્વારા તમે કાયમી માટે આ પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવા ઘરેલુ ઉપચાર કે જેના દ્વારા તમે પગમાં થતી બળતરા માંથી કાયમી માટે છુટકારો મેળવી શકો છો.

સરસવનું તેલ અને ઠંડુ પાણી : સરસવના તેલની અંદર અનેક પ્રકારના ઔષધીય ગુણો હોય છે. પગમાં થતી બળતરા માંથી છુટકારો મેળવવા માટે સરસવનું તેલ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેના માટે એક વાટકાની અંદાજે બે ચમચી જેટલું સરસવનું તેલ લઈ તેની અંદર બે ચમચી ઠંડુ પાણી અથવા તો એક બરફનો ટુકડો રાખી દો. ત્યારબાદ તેને બરાબર મિક્સ કરી લો અને હળવે હળવે તમારા પગના તળિયાની માલિશ કરો. એકથી બે વખત આ રીતે માલિશ કરવાથી તમારા પગમાં થતી બળતરા માંથી છુટકારો મળશે.

એપલ સાઇડર વિનેગર : એપલ સાઇડર વિનેગર શરીરના પીએચ નું સ્તર સંતુલિત રાખવા માટે ઉપયોગી સાબિત થાય છે અને સાથે સાથે તે પગમાં થતી બળતરાને દૂર કરવા માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે. તેના માટે એક ગ્લાસ ગરમ પાણી ની અંદર એક થી બે ચમચી એપલ સાઇડર વિનેગર ઉમેરી તેનું મિશ્રણ બનાવી લો. ત્યારબાદ આ મિશ્રણનું સેવન કરવાના કારણે તમને પગમાં થતી બળતરા માંથી કાયમી માટે છુટકારો મળી શકે છે. આ ઉપરાંત આ મિશ્રણ ની અંદર થોડું સિંધવ મીઠું ઉમેરી થોડી વખત પગ રાખવાના કારણે પણ ઘણી રાહત મળે છે.

હળદર : હળદરની અંદર ભરપૂર માત્રામાં મળી આવતું તત્વ કર્ક્યુંમીન સમગ્ર શરીરની અંદર લોહીના પરિભ્રમણને સુધારવામાં મદદરૂપ સાબિત થાય છે. આ ઉપરાંત હળદર ની અંદર રહેલા એન્ટીઈન્ફ્લેમેન્ટરી ગુણ પગમાં થતી બળતરા અને દુખાવાને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે.

જ્યારે પણ પગમાં બળતરા થતી હોય ત્યારે એક ગ્લાસ પાણીની અંદર એકથી બે ચમચી હળદર ભેળવી લો. ત્યારબાદ જે જગ્યાએ બળતરા થતી હોય તે જગ્યાએ તેને લગાવી દો. દિવસમાં એક થી બે વખત બળતરા થતી જગ્યાએ હળદરને લગાડવાના કારણે પગમાં થતી બળતરા માંથી તરત જ રાહત મળશે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here