આ ઉપાય દૂર રાખશે તમને ચશ્માથી, આંખના સોજા થી માંડી અને બળતરા સુધીની સમસ્યામાં છે રામબાણ ઇલાજ.

0
4573

આજના આધુનિક યુગની અંદર મોટાભાગના લોકો સ્માર્ટફોન અને ટેબલેટ તથા કોમ્પ્યુટર વાપરતા હોય છે, અને પોતાના આખા દિવસનો મોટા ભાગનો સમય આ વસ્તુઓને જોવામાં પસાર કરતા હોય છે, અને જેથી કરીને તેના આંખોમાં બળતરા થવા માંડે છે, અને સાથે સાથે આંખોમાં અનેક પ્રકારની સમસ્યાઓ સર્જાતી હોય છે. આજે આપણે જોઈ શકીએ છીએ કે ખૂબ નાની ઉંમરે છોકરાઓને ઘણા બધા નંબર આવી જતા હોય છે.

આજના સમયમાં ઓફિસની અંદર પણ મોટાભાગના લોકો આખો દિવસ કોમ્પ્યુટરની સ્ક્રીન સામે બેઠી ને કામ કરતા હોય છે. ત્યાર બાદ ઘરે આવીને તે ટીવી ની અંદર પોતાની આંખો ઘૂસાડી દે છે. જેથી કરીને તેની આંખોને સૌથી વધુ નુકસાન પહોંચતું હોય છે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવા ઉપાય કે જેના દ્વારા તમે પણ તમારી આંખોને કાયમી માટે સ્વસ્થ રાખી શકો છો, અને કાયમી માટે દૂર રાખી શકો છો નંબરના ચશ્મા.

ઠંડા પાણીનો છટકાવ

ઘણી વખત વધુ લાંબો સમય સુધી ટીવી જોવાથી, મોબાઇલ ઉપયોગ કરવાથી અથવા તો કોમ્પ્યુટરનો ઉપયોગ કરવાથી તમારા આંખોની અંદર બળતરા થતી હોય છે અને ઘણી વખત દેખાવાનું પણ ઓછું થઇ જતું હોય છે. આંખોની અંદર થતી આ બળતરાને ઓછી કરવા માટે તમે મોની અંદર પાણી ભરી ઠંડા પાણીને તમારા ચહેરા, અને આંખ ઉપર છટકાવ કરો. આમ કરવાથી તમારા આંખોની બળતરા ની સમસ્યા દૂર થઈ જાય છે. આ ઉપાય તમે એક દિવસની અંદર ૨૦ થી ૨૫ વખત સુધી કરી શકો છો.

કાકડીના રસનો ઉપયોગ

તમારી આંખોને ફ્રેશ રાખવા માટે અને ઠંડક પહોંચાડવા માટે તમે આંખો ની અંદર કાકડી ના રસ નો ઉપયોગ કરી શકો છો. આ માટે રાત્રે કાકડીના રસમાં રૂ પાલડી ડો અને ત્યાર બાદ તેને આખી રાત ફ્રીજ માં મૂકી રાખો. હવે બીજે દિવસે બપોરે આ પલાદેના રુ ને તમારી આંખો પર એક કલાક માટે રાખી દો. આમ કરવાથી તમને લાંબો સમય સુધી આંખોની અંદર નંબરના ચશ્મા આવતા નથી અને સાથે સાથે તમારી આંખોની અંદર થતી બળતરા માંથી છુટકારો મેળવી શકો છો.

ટી બેગનો ઉપયોગ

જો તમે સવારે ઓફિસે જતી વખતે તમારી ચા બનાવવા માટે ટી બેગનો ઉપયોગ કરતા હોવ તો ટી બેગનો ઉપયોગ કર્યા બાદ તેને ફેંકી ન દો. પરંતુ તેની જગ્યાએ તેને ફ્રીજ ની અંદર રાખી દો અને જ્યારે તમે સાંજે ઑફિસેથી પાછા આવો ત્યારે ફ્રીજ ની અંદર રાખેલ એ ટી બેગ ને તમારી આંખો પર રાખી દો. આમ કરવાથી તમારા અન્ખોની બળતરા ઓછી થઈ જશે અને તમારી આંખોનો થાક તથા સોજો પણ ઉતરી જશે.

લીલા પાંદડાવાળી શાકભાજી

આંખોની સમસ્યાથી બચવા માટે જયારે પણ તડકામાં નીકળો ત્યારે સનગ્લાસ પહેરવા અને બને ત્યાં સુધી હંમેશા ને માટે લીલા પાન વાળા શાકભાજી, ટામેટા, ચીકન અને દૂધ માંથી બનેલ વસ્તુનું સેવન વધારવું જોઈએ. આમ કરવાથી તમને ભરપૂર માત્રામાં વિટામિન એ મળી રહે છે, અને જેથી કરીને તમારી આંખો કાયમી માટે સ્વસ્થ રહે છે અને તમે પણ નંબરના ચશ્મા થી દૂર રહી શકો છો. આ ઉપરાંત રાત્રે સુતી વખતે તમે તમારા પગના તળિયા માં સરસવ નું તેલ લગાવવું જોઈએ.

ગુલાબ જળ

તમારી આંખોમાં નંબરના ચશ્મા હટાવવા માટે તમે ગુલાબ જળ નો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે સૌપ્રથમ એક ચણા જેટલી ફટકડીને શેકીને તેની અંદર ૧૦૦ ગ્રામ ગુલાબજળ ઉમેરી દો, અને રાત્રે સૂતી વખતે ગુલાબ જળ અને તમારા આંખોની અંદર નાખો. આમ કરવાથી તમને પણ નંબરના ચશ્મા ની સમસ્યામાંથી છુટકારો મળી શકે છે.

આર્ટિકલ પસંદ આવ્યો હોય તો અન્ય સુધી પણ આ માહિતી પહોંચાડી.

અવનવી વિશેષ માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

નોંધ : કોઈ પણ ઉપચાર કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here