જાણી લો ડ્રાયફ્રુટ નું સેવન કરવાની સાચી રીત, તમે પણ નથી કરી રહ્યા ને ભુલ.

0
31935

શિયાળાની ઋતુ શરૂ થતા દરેક લોકો પોતાના ઘરમાં ડ્રાયફ્રુટ લાવતા હોય છે. કેમકે, શિયાળાની ઋતુને સ્વાસ્થ્યપ્રદ ઋતુ કહેવામાં આવે છે. અને જો શિયાળાની ઋતુમાં ભરપૂર માત્રામાં ડ્રાયફ્રૂટ અને પોષ્ટિક વસ્તુઓનું સેવન કરવામાં આવે તો તેના કારણે વ્યક્તિ આખું વર્ષ નિરોગી રહી શકે છે. આથી જ મોટાભાગના લોકો શિયાળાની ઋતુમાં ડ્રાયફ્રૂટ ખાવાનું પસંદ કરતા હોય છે.

પરંતુ ઘણી વખત લોકો ડ્રાયફ્રૂટ્સ ખાવા માટે કઈ ખોટી રીત નો ઉપયોગ કરતા હોય છે, કે જેથી કરીને તેના શરીરમાં આ ડ્રાયફ્રુટ નું પૂરતું પોષણ મળી રહેતું નથી. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ડ્રાયફ્રુટ નું સેવન કરવાના સાચા રસ્તા કે જેના કારણે તે ડ્રાયફ્રુટ નું પૂરતું પોષણ તમારા શરીરને મળી રહે અને સાથે સાથે તમે પણ કાયમી માટે રહી શકો નિરોગી.

ડ્રાયફ્રુટ ખાવા ની સાચી રીત

બદામ

મોટાભાગના લોકોને બદામ ખાવી ખૂબ જ પસંદ હોય છે. કહેવાય છે કે બદામનું સેવન કરવાના કારણે આપણું મગજ વધુ સતેજ બને છે. ઘણા લોકો બદામને પલાળીને ખાવાની સલાહ આપતા હોય છે. પરંતુ અમે તમને બતાવી દઈએ કે બદામને ઓછામાં ઓછા ૧૨ કલાક સુધી પાણીની અંદર પલાળી રાખવી જોઈએ, અને ત્યારબાદ બદામની છાલ ઉતારીને ખાવી જોઈએ. બદામ ની ચાવી ચાવીને ખાવાથી તેનું પૂરતું પોષણ શરીરમાં મળી રહે છે.

અખરોટ

અત્યાર સુધી તમે લોકો અખરોટને એમનેમ જ ખાતા રહેતા હોય છો. પરંતુ અખરોટ તાસીરમાં ખૂબ જ ગરમ હોય છે, અને આથી જ અખરોટને હમેશા પાણીમાં પલાળીને ત્યાર બાદ જ ખાવા જોઈએ. અખરોટ ને પાણી માં ઓછા માં ઓછા 8 કલાક સુધી પલાળી રાખો, અને ત્યારબાદ તેનું સેવન કરો આમ કરવાથી તે તમારા શરીરમાં અનેક પ્રકારના ફાયદા પહોંચાડે છે.

કાજુ

રોસ્ટેડ કાજુની પસંદ હોય છે પરંતુ ખાસ ધ્યાન રાખવું કે ત્રણથી ચાર કરતાં વધુ માત્રામાં કાજૂનું સેવન તમારા બ્લડ પ્રેશર ને વધારી દે છે. કાજુ ની તાસીર ગરમ હોય છે, અને આથી જ તેને પણ પાણીમાં પલાળીને ખાવા જોઈએ આ માટે કાજુને અંદાજે છ કલાક સુધી પાણીમાં પલાળી રાખો અને ત્યારબાદ તેનું સેવન કરો.

ખસખસ ના બી

હદયના મરી જો માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે સામાન્ય રીતે આ બીજ જ્યારે સૂકાઈ જાય ત્યારબાદ લોકો તેનો ખાવા માટે ઉપયોગ કરતા હોય છે. પરંતુ આ બીજનો ઉપયોગ કરતી વખતે તેને ૮ થી ૯ કલાક સુધી પાણીમાં પલાળી રાખવા જોઈએ, અને ત્યારબાદ તેનું સેવન કરવું જોઇએ તો જ તેનો યોગ્ય ફાયદો મળી રહે છે.

હેઝલ નટ્સ

ભારત દેશની અંદર હેઝલ નટ્સ સામાન્ય રીતે જોવા મળતું નથી. પરંતુ દુનિયાની અંદર આ ડ્રાયફ્રુટ નો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. તેની અંદર ભરપૂર માત્રામાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. પરંતુ આ ડ્રાયફ્રૂટને ખાતા પહેલા પણ આઠ કલાક સુધી પાણીમાં પલાળી રાખવું જોઈએ.

આમ જો કોઈ પણ ડ્રાયફ્રૂટને પાણીની અંદર યોગ્ય સમય માટે પલાળી રાખી ત્યારબાદ તેનું સેવન કરવામાં આવે તો તેના બધા જ પોષક તત્વો તમારા શરીરને પૂરતા પ્રમાણમાં મળી રહે અને તમે પણ કાયમી માટે રહી શકો છો સ્વસ્થ.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here