સવારે વાસી મોઢે (નયણે કોઠે) પાણી પીવાથી શરીરમાં શું થાય છે તે જાણો

3
51503
નયણે કોઠે પાણી પીવું જોઈએ.

પાણી આપણા જીવન માટે ખુબ જ જરૂરી છે. સવારે મોઢે પાણી પીવાથી આપણા શરીરમાં રહેલી લાળ પેટમાં જાય છે. આ લાળ ખુબ જ ફાયદાકારક હોય છે. મોઢાની અંદર રહેલી આ લાળગ્રંથી એક એવો તરલ પદાર્થ છે જે એન્ટીસેપ્ટિક જેવું કામ કરે છે. રોગપ્રતિકારક શક્તિ વધારે છે. રોગો સામે લડે છે અને આપણને સ્વસ્થ રાખે છે.

નયણે કોઠે પાણી પીવાથી શું થાય છે જાણો

ત્વચાના એટલે કે ચામડીના રોગોના દર્દી માટે પણ વાસી મોઢે પાણી પીવું હિતકારક છે. તો ચાલો જાણીએ કેટલા પ્રમાણમાં પાણી પીવું જોઈએ તથા તેના ફાયદા :

1. સવારે ઉઠીને વાસી મોઢે 2 ગ્લાસ પાણી પીવાથી શરીરની અંદરના અંગો જલ્દીથી એક્ટીવ એટલે કે સક્રિય થઇ જાય છે. ચહેરા પરની ચામડી પણ યુવાન થઇ જાય છે અને ચહેરા પર ગ્લો આવે છે. વાસી મોઢે પાણી પીવાથી શરીરની અંદરનો કચરો પણ સાફ થઇ જાય છે. પેટની સફાઈ બરાબર થાય છે અને પેટને લગતા રોગો દુર થાય છે. તેથી દરરોજ સવારે વાસી મોઢે પાણી પીવું જોઈએ.

2. રાત્રે સુતા પહેલાં પાણી પીવામાં આવે તો હ્રદયરોગના હુમલા એટલે કે હાર્ટ એટેકની સંભાવના એકદમ ઘટી જાય છે. હૃદય નોર્મલ રહે છે.

3. સવારે સ્નાન પહેલાં એક ગ્લાસ્સ પાણી પીવાથી તમારું હાઈ બ્લડ પ્રેશર પણ કંટ્રોલમા રહે છે.

4. સાંજે નાસ્તો કરતા પહેલાં 1 ગ્લાસ પાણી પીવું જોઈએ. તેનાથી તમારું પેટ ભરેલું લાગશે અને વધારે નાસ્તાની જરૂર પણ નહિ પડે. તેનાથી તમારા શરીરમાં વધી રહેલા મોટાપા એટલે કે મેદસ્વીતાને રોકી શકાય છે.

5. ઓફીસ, ઘર અથવા અગત્યની મીટીંગમાં જતા પહેલાં અથવા ટેન્શનના સમયમાં 1 ગ્લાસ પાણી પીવું જોઈએ. તેનાથી મગજ પર ભાર ઓછો થશે અને મગજ ઠંડુ રહેશે.

6. આખા દિવસ દરમિયાન જેટલી વાર પાણી પીવો તે તો સારું જ છે પરંતુ ઉપર જણાવ્યા પ્રમાણે પીવાથી પણ મોટી મોટી બીમારીઓ રોકી શકો છો.

(જમતા પહેલાં અને જમ્યા પછી 45 મિનીટ સુધી પાણી ન પીવું.)

નયણે કોઠે પાણી પીવું જોઈએ.

તમારું શરીર સ્વસ્થ રહેશે અને તમે પણ નીરોગી રહેશો. હેલ્થને લગતી દરેક સમસ્યાઓનું સમાધાન મેળવો અમારા ફેસબુક પેઈજ પર.

મિત્રો, સ્વાસ્થ્ય સંબંધિત આ લેખ તમને ગમ્યો હશે. વેબસાઈટમાં બીજા આવા ઘણા લેખ મુકેલા છે. તમારી પાસે સ્વાસ્થ્યને લગતી કોઈ માહિતી હોય તો અમેન અમારા મેઈલ પર મોકલી આપો : bornpedia@gmail.com

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here