ભૂખ્યા પેટે ભૂલથી પણ આ વસ્તુઓ ન ખાશો નહિ તો હેરાન થવાનો વારો આવશે

2
10521

કહેવાય છે કે જેવું અન્ન તેવું મન પરંતુ આપણા શરીરમાં સૌથી વધુ અસર એવી વસ્તુઓની થાય છે જે ભૂખ્યા પેટે લઈએ છીએ.

રાતની ઊંઘ બાદ સવારે અથવા જે વખતે ભૂખ લાગી હોય છે ત્યારે આપણું પેટ ખાલી હોય છે. ખાલી પેટને કારણે જ્યારે આપણને ભૂખ લાગી હોય છે ત્યારે આપણું શરીર એક લો બેટરી વાળા ફોનની જેમ કામ કરે છે. જેને ફરી વાર ચાર્જ કરવા માટે આપણે ભોજનની જરૂર પડતી હોય છે. એવામાં ઘણી બધી વસ્તુઓ એવી હોય છે જેનું ખાલી પેટ સેવન કરવામાં આવે તો એ આપણા શરીર માટે ખુબ જ ફાયદામંદ બની જતી હોય છે પરંતુ અમુક ચીજ એવી પણ હોય છે જે ખુખ્યા પેટે ખુબ જ હાનિકારક નીવડતી હોય છે. આવી વસ્તુઓની ખરાબ અસર આપણા શરીરમાં લાંબા સમય સુધી રહે છે. જાણ્યે અજાણ્યે આવી ચીજ આપણે ખાઈ લેતા હોઈએ છીએ.

ચાલો જાણીએ ખાલી પેટ કઈ દસ વસ્તુઓ ન ખાવી જોઈએ અને કઈ કઈ વસ્તુઓ ખાવી જોઈએ.

૧. ટમેટા અને ખાટ્ટા ફળ જેવાં કે સંતરા, મોસંબી અને કીવી જેવા ફળ શરીર માટે ખુબ જ ફાયદાકારક છે પરંતુ જે લોકો ડાયટ કરતા હોય છે તે સવારે ટમેટાનું સલાડ ખાતા હોય છે. અમુક લોકો સવારે એનર્જી માટે સંતરા અથવા મોસંબીનું જ્યુસ પીતા હોય છે. ટમેટામાં રહેલું ટેટીન અસિડ અને બીજા ખાટ્ટા ફળોમાં રહેલું સાઇટ્રિક એસિડને કારણે ખાલી પેટે તેનું સેવન કરવાથી પેટમાં એસીડીટી અને ગેસ્ટ્રીક અલ્સર થવાની સંભાવના વધી જાય છે. એટલા માટે ખાલી પેટે તેનું સેવન ન કરવું જોઈએ. એના બદલે ખાલી પેટે સફરજન અથવા તરબૂચનું સેવન કરી શકો છો. જો તમારું પેટ સવારે સાફ ન થતું હોય અથવા તમને વારેવારે કબજિયાતનો પ્રશ્ન રહેતો હોય તો તમારે ભૂખ્યા પેટે પપૈયાનું સેવન કરવું જોઈએ.

૨. એવું કહેવાય છે કે મોટાભાગે કેક રાતના સમયમાં કાપવામાં આવે છે અને વધેલી કેકને બીજા દિવસે સવારે ખાતા હોય છે. કેકમાં બ્રેડનું પ્રમાણ હોય છે સાથેસાથે તેમાં ખાંડ પણ હોય છે. તેથી તેને ખાલી પેટ ક્યારેય પણ ન ખાવું જોઈએ. બ્રેડ અને બ્રેડ જેવી કોઇપણ ચીજ ભુખ્યા પેટે ન ખાવી જોઈએ કારણકે તેમાં મેંદાનું પ્રમાણ હોય છે. મેંદામાંથી બનેલી કોઈ પણ વસ્તુને પચતા ખુબ જ વાર લાગે છે અને પેટને ઘણી તકલીફ પડતી હોય છે. સવારે ખાલી પેટે ખાવાથી દિવસભર આળસ આવે છે અને કામમાં આખો દિવસ મન નથી પોરવાતું. ખાલી પેટે જો તમારે બ્રેડ જ ખાવી હોય તો સફેદ બ્રેડની જગ્યાએ ઘઉંની બ્રેડ અથવા મલ્ટી-ગ્રેઇન બ્રેડનો ઉપયોગ કરવો તે રોટલીની માફક પચી જાય છે.

૩. મોટાભાગે લોકો પોતાના દિવસની શરૂઆત ચા અને કોફીથી કરે છે અને અમુક લોકોને તેની આદત પડી ગઈ હોય છે. જયારે પણ આપણે ચા ખાલી પેટે લઈએ છીએ ત્યારે તેમાં રહેલા કેફીનની અસર સીધી જ આપણા મગજ પર થતી હોય છે જેના કારણે તેની આદત પડી જાય છે અને જે દિવસે ચા અથવા કોફી નથી મળતી તે દિવસે માથામાં દુખાવો થાય છે. જયારે આપણે લાંબા સમય સુધી ખાલી પેટે રહીએ છીએ ત્યારે આપણા પેટમાં એસિડ બનવા માંડતું હોય છે જેને કારણે ભૂખનો અહેસાસ થાય છે. કદાચ આ એસિડને શાંત કરવાને બદલે ખાલી પેટમાં ચા અથવા કોફી જેવી વસ્તુઓ નાખીએ તો શરીરમાં એસિડની માત્ર જરૂરત કરતા વધુ થઇ જાય છે. એસિડ વધવાની સાથે હાઇપર એસીડીટી, ત્વચા પર ડાઘ, ધબ્બા, ઇન્ફેકશન, માઈગ્રેન અથવા વાળનું ખરવું જેવી બીમારીઓ થાય છે. આંતરડામાં ધીમે ધીમે કમજોરી આવવા માંડે છે. જેને કારણે શરીરમાં અચાનક જ ગંભીર બીમારીઓ આવવા માંડે છે. એટલા માટે ખાલી પેટે ચા અથવા કોફીનું સેવન ન કરવું. જો આદત પડી ગઈ હોય તો ચા અથવા કોફીમાં દૂધનું પ્રમાણ વધુ રાખવું.

૪. અમુક લોકો ભૂખ્યા પેટે કેળા ખાતા હોય છે. વર્કઆઈટ પહેલા પણ લોકો કેળા ખાતા હોય છે. કેળામાં મેગ્નેશિયમની માત્ર વધુ હોય છે. જેને કારણે ખાલી પેટે ખાવાથી હૃદયરોગની બીમારી આવી શકે છે. વર્કઆઉટની પહેલા ફક્ત કેળા ખાવાવાળા લોકોને કાર્ડિયો અથવા દોડતી વખતે પેટમાં દુખાવો થાય છે. એટલા માટે ખાલી પેટે કેળાની સાથે ઓટ્સ જેવી વસ્તુઓ પણ ખાવી જોઈએ.

૫. ખાલી પેટે ખુબ જ તીખું ખાવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. વધારે મસાલેદાર અને તળેલી વાનગીઓ આપણા પેટમાં એસિડની માત્રાને વધારે છે. જેનાથી પેટમાં જલન થાય છે. પેટની સમસ્યાઓ ખુબ જ લાંબા સમય સુધી પીછો નથી છોડતી હોતી. ખાલી પેટ ખાવા માટે બ્રાઉન રાઈસ અને સ્પ્રાઉટસ ખાવું જોઈએ. આનાથી તરત જ એનર્જી મળતી હોય છે અને લાંબા સમય સુધી પેટ ભરાયેલું રહે છે.

૬. કેટલાય લોકો દિવસમાં કામ સાથે અને વર્કઆઉટ સાથે ચીંગમ ખાતા હોય છે. આમ તો ચીંગમ શરીર માટે નુકસાનકારક નથી પરંતુ ભૂખ્યા પેટે ચીંગમ ખાઈએ તો મગજને એવો સંદેશો પહોંચતો હોય છે કે આપણે કંઇક ખાઈ રહ્યા છીએ. જેને પચાવવા માટે મગજ પાચક રસ વધારવા સિગ્નલ આપી દે છે પરંતુ ખાલી પેટને કારણે આ રસ પેટ અને આંતરડાને કમજોર બનાવી દેતા હોય છે.

૭. દહીંમાં લેક્ટિક એસિડ વધુ પ્રમાણમાં હોય છે જ આપણા શરીર માટે ફાયદાકારક છે. પણ જયારે આપણું પેટ ખાલી હોય છે ત્યારે તેમાં હાઇડ્રો ક્લોરિક એસિડનું પ્રમાણ વધી જતું હોય છે. અને એ વખતે દહીંનું સેવન કરવામાં આવે તો દહીંમાં રહેલું લેક્ટિક એસિડ પેટમાં રહેલા હાઇડ્રો ક્લોરિક એસિડ સાથે મળીને પેટને નુકસાન પહોંચાડે છે. ખાલી પેટે દૂધ પીવાથી ખુબ જ ફાયદો થાય છે.

૮. ગળ્યું ખાવું એ શરીર માટે તો ખરાબ જ છે પરંતુ ભૂખ્યા પેટે તો અતિ નુકસાનકારક છે. સવારના સમયમાં ભૂખ્યા પેટે જો ગળ્યું ખાવામાં આવે તો ગ્લુકોઝની માત્ર વધી જાય છે જેને પચાવવા ઇન્સ્યુલીન લેવું પડે છે અને ડાયાબીટીસ થવાનો ખતરો વધી જાય છે. પેટની ચરબી પણ ખાલી પેટે ગળી ચીજ ખાવાથી વધે છે. સવારના સમયમાં મધનું સેવન કરવું એ ખુબ જ સારું છે. તેનાથી એનર્જી પણ મળે છે અને મગજ માટે પણ સારું છે.

૯. દારૂ પીનારા લોકો ભોજન પહેલા તેનું સેવન કરતા હોય છે. જેની અસર કીડની, હાર્ટ અને લિવર પર થાય છે.

આ હેલ્થ ટીપ્સ સાથે એક ખાસ જરૂરી ટીપ એ છે કે પાણી ખુબ જ પીવું જોઈએ.

જો તમને ડાયાબીટીસ, માઈગ્રેન, લકવા અથવા કોઈ પણ બીમારી હોય તો અમારી વેબસાઈટ પર આજે જ લોગોન કરો તેમાં તમને સ્વાસ્થ્યને લગતી બધી જ માહિતી મળતી રહેશે.

સ્વાસ્થ્ય સંબંધિત વધુ લેખ માટે નીચે ક્લિક કરો :

http://www.gujjumoj.com/category/health-in-gujarati/.

 

જો તમે કોઈ લેખ લખતા હોય અને અમારા પેઈજ પર મુકવા માંગતા હોય તો અમને મેસેજ કરો અથવા bornpedia@gmail.com પર મેઈલ કરો..

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here