રાત્રે ભૂલથી પણ ન ખાતા દહીં થઈ શકે છે આ નુકસાન, જાણો દહીં ક્યારે અને કેમ ખાવું જોઈએ.

1
8831

આજે તમને દહીં ક્યારે, કેવી રીતે અને કેમ ખાવું જોઈએ તે જણાવીશું. દૂધ જેવા ડેરી પ્રોડક્ટ ખાવાનું કહેવામાં આવે છે. લોકો દહીંને પણ પોતાના ભોજનમાં ઉમેરે છે પણ તેનાં સેવનનો એક સાચો સમય હોવો જરૂરી છે. રાતનાં સમયે જમ્યા પછી આપણે કોઈ શારીરિક કામ નથી કરતા જેથી દહીંનું પાચન થવાને બદલે શરીરમાં તેનો કફ બનવાનો શરૂ થઈ જાય છે આ સિવાય પણ શરીરમાં ખૂબ જ નુકસાન થાય છે રાત્રે દહીં ખાવાથી.

રાત્રીના સમયે દહીં કેમ ના ખાવું જોઈએ

 • પાચનક્રિયા : રાતનાં દહીં ખાવાથી પાચનક્રિયામાં ગરબડ ઉભી થઇ જાય છે. તેને પચાવવા માટે એનર્જી બર્ન કરવાની જરૂર પડે છે. રાતનાં સમયે મોટાભાગે લોકો ખાઈને સુઈ જતા હોય છે. જેનાથી મુશ્કેલી વધે છે.
 • શરદી અને ઉધરસ : રાતનાં સમયે દહીં ખાવાથી શરીરમાં ઇન્ફેક્શન થવાનો ભય રહે છે. જેનાથી શરદી અને ઉધરસ થઈ શકે છે.

હાર્ટ બ્લોકેજ ખોલવા સૌથી સારી અને સાચી અદ્ભુત જડીબુટ્ટી

 • સોજો : શરીરનાં અમુક ભાગમાં જો સોજો આવેલો હોય તો રાતનાં સમયે દહીં ક્યારેક ન ખાશો. તેનાંથી સોજો ઘટવાને બદલે વધી જશે.
 • સાંધાનો દુઃખાવો : જો સાંધાના દુઃખાવાથી પરેશાન હોવ તો રાતનાં સમયે દહીંનું સેવન કરવાનું રહેવા દો. કારણકે દહીંથી દુઃખાવો ઘટવાને બદલે વધી જશે.

દહીં ક્યારે, કેમ અને કેવી રીતે ખાવું જોઈએ.

દહીં ખાવા માટેનો સૌથી સારો સમય સવારનો છે.હાથ પગમાં બળતરા, પેટનું ઇન્ફેક્શન, અપચો,ભૂખ ન લાગવી, કમજોરી અને આ સિવાય પણ ઘણી બધી તકલીફો સવારમાં દહીં ખાવાથી દૂર થઈ જાય છે. નાસ્તામાં દહીંના એક વાટકામાં ખાંડ ભેળવીને ખાવાથી લોહીની કમી દૂર થાય છે. દહીંને હેલ્થ માટે બહુ જ સારું માનવામાં આવે છે. દહીંમાં કોઈક એવા રાસાયણિક પદાર્થો હોય છે, જેથી તે દૂધની અપેક્ષાએ જલ્દી પચી જાય છે.

જે લોકોને પેટની તકલીફો, જેવીકે અપચો,કબજિયાત, ગેસ જેવી બીમારીઓ રહેતી હોય, તેના માટે દહીં કે તેમાંથી બનેલી લચ્છી, છાસનો ઉપયોગ ફાયદાકારક રહે છે. ડાઈઝેશન સારી રીતે થવા લાગે છે અને ભૂખ પણ સરખી લાગે છે.

સવારે વાસી મોઢે પાણી પીવાથી આ ફાયદા થાય છે : અચૂક વાંચો અને શેર કરો.

દહીંમાં પ્રોટીનની કવોલિટી સારી હોય છે. દહીં જમાવવાની પ્રક્રિયામાં બી વિટામિનોમાં ખાસ કરીને થાયમિન, રીબોફ્લેવિન અને નિકોટેમાઈડની માત્રા બમણી થઈ જાય છે. દૂધની અપેક્ષાએ દહીં સરળતાથી પચી જાય છે.દહીં આપણા શરીરને સ્વસ્થ રાખવામાં બહું જ લાભદાયી છે.

એવું કહેવામાં આવે છે કે મનુષ્ય લગભગ છેલ્લા 4000 વર્ષોથી દહીંનો ઉપયોગ કરે છે. દહીંમાં હાજર રહેલા કૈલીશિયમ, પ્રોટીન અને વિટામિન આપણા શરીરને ઘણા પ્રકારના રોગોથી બચાવે છે.દહીંને અલગ અલગ રીતે પ્રયોગમાં લાવીને આપણને નિમ્નલિખિત લાભ મળી શકે છે. કૃપા કરી ધ્યાન રાખો શરદી ક ઉધરસ થવા પર અથવા જો તમે અસ્થમાનાં દર્દી હોવ તો દહીંનો પ્રયોગ ન કરવો.

દહીંના 8 ફાયદા :

 1. અનિદ્રા : રાતનાં ઊંઘ ન આવવાની તકલીફ હોય તો રોજ જમવાની સાથે એક વાટકી દહીંનું સેવન કરવું. ધીમે ધીમે આ સમસ્યા દૂર થઈ જશે.
 2. પાચનશક્તિ વધારે છે : દહીંનું નિયમિત સેવન શરીર માટે અમૃત સમાન માનવામાં આવે છે. તે લોહીની કમી અને કમજોરી દૂર કરે છે. દૂધ જ્યારે દહીંનું રૂપ લે છે ત્યારે તેનું ગળપણ એસિડમાં બદલી જાય છે. જેનાથી પાચનમાં મદદ મળે છે. જે લોકોને ભૂખ ઓછી લાગે છે.  તેના માટે દહીં બહું ફાયદો કરે છે.
 3. પેટની ગરમીને દૂર કરે છે : દહીંની છાસ કે લચ્છી બનાવીને પીવાથી પેટની ગરમી શાંત થઇ જાય છે. પેટમાં તકલીફ થવા પર દહીંની સાથે ઇસબગુલનો ભૂકો કે ભાતમાં દહીં ભેળવીને ખાવાથી દુઃખાવો બંધ થઈ જશે. પેટનાં અન્ય રોગ મટે દહીંમાં સિંધવ મીઠું નાખીને ખાવું ફાયદાકારક છે.
 4. પેટનો રોગ : અમેરિકી આહાર વિશષજ્ઞોના મત મુજબ દહીંનું નિયમિત સેવન કરવાથી આંતરના રોગ અને પેટ સંબંધી બીમારીઓ થતી નથી.
 5. હદયરોગ : દહીંમાં હદયરોગ, હાઇબ્લડપ્રેશરની બીમારીઓને રોકવાની ગજબની ક્ષમતા હોય છે. તે કોલેસ્ટ્રોલને વધતા અટકાવે છે અને હદયના ધબકારાને જાળવી રાખે છે.
 6. હાડકાની મજબૂતી : દહીંમાં કેલ્શિયમ વધારે પ્રમાણમાં મળી આવે છે. જે હાડકાના વિકાસમક સહાયક બને છે. સાથોસાથ દાંત અને નખને પણ મજબૂત બનાવે છે. તેનાથી માંસપેશીઓને યોગ્ય રીતે કામ કરવામાં મદદ મળે છે.
 7. સાંધાનો દુઃખાવો : હીંગનો વઘાર કરી દહીં ખાવાથી સાંધાના દુઃખવામાં રાહત મળે છે. તે સ્વાદિષ્ટ હોવાની સાથે પૌષ્ટિક પણ છે.

 

તો આ હતા દહીં ખાવાના ફાયદાઓ, જો તમે કોઈ ઘરેલું ઉપચાર જાણતા હોય તો અમને અચૂક જણાવો મેસેજ દ્વારા અથવા મેઈલ bornpedia@gmail.com પર.

Bornpediaનો આ આર્ટીકલ વાંચવા બદલ આભાર..

સ્વાસ્થ્ય વિશેના બીજા લેખ વાંચવા અહી ક્લિક કરો.

■ ચુનો ખાશો તો કોમ્પુટરની જેમ મગજ કામ કરશે તથા 70 જેટલા રોગમાં ફાયદાકારક છે.

2 ભીંડા રાત્રે પલાળીને સવારે 7 દિવસ સુધી ખાવાથી જે ફાયદો થાય છે તે જાણીને ડોકટરો પણ હેરાન છે.

એસીડીટીથી છુટકારો મેળવવા આ લેખ અચૂક વાંચો.

જાવિત્રી ઢીલી ચામડીને યુવાન, હૃદય રોગીને નીરોગી બનાવવામાં ઉપયોગી છે.

Facebook Comments

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here