ઉભા ઉભા પાણી પીવાથી થઇ શકે છે આ નુકસાન

1
7016
ઉભા ઉભા પાણી ન પીવું જોઈએ

ઉભા ઉભા પાણી પીવાથી શું નકસાન થાય છે તે આ લેખમાં આપણે વાંચીશું.

પાણી પીવું એ તો સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું છે. દિવસમાં 4-5 લીટર પાણી તો પીવું જ જોઈએ પરંતુ આ પાણી પીવાના પણ અમુક નિયમો છે તે આપણે સમજી રાખવા જોઈએ. જેનાથી સ્વાસ્થ્ય સારી રીતે જળવાઈ રહે.

દિવસમાં ઓછામાં ઓછું 8 ગ્લાસ પાણી પીવામાં આવે તો શરીરના મોટા ભાગના રોગો થવાની શક્યતા ઘટી જાય છે. પરંતુ જો આ જ પાણી ઉભા ઉભા પીવામાં આવે તો હૃદય અને કીડની સંબંધી બીમારીઓ ચાલુ થઇ શકે છે.

આરોગ્ય વિશેષજ્ઞો જે પ્રમાણે પાણી પીવાનું કહે છે તેમાં મુખ્ય વાત છે બેઠા બેઠા પાણી પીવું જોઈએ. ઠંડુ પાણી પણ ટાળવું. એક જ શ્વાસમાં પાણી ન પીવું જોઈએ. સામાન્ય તાપમાને એક એક ઘૂંટડો ભરીને પાણી પીવું એ ખુબ જ સારું કહેવાય છે.

ચાલો જાણીએ ઉભા ઉભા પાણી પીવાના 5 મોટા નુકસાન :

1. એવું કહેવામાં આવે છે કે ઉભા ઉભા પાણી પીવાથી આપણા શરીરનું લીક્વીડ બેલેન્સ બગડી જાય છે. આનાથી પગને પાણી પહોંચતું નથી જેને કારણે સાંધાના દુઃખાવા અને સંધિવા ચાલુ થઇ જાય છે.

2. ઉભા ઉભા પાણી પીવાથી કિડનીમાં ખરાબ અસર થાય છે. ઉભા રહીને પાણી પીવામાં આવે તો તે કિડનીમાં ગયા વગર જ શરીરના બીજા અંગોમાં જવા માંડે છે. આના કારણે ઇન્ફેકશન લાગવાની પણ સંભાવના છે. પરિણામે કિડની સંબંધિત રોગો થાય છે.

3. ઉભા ઉભા પાણી પીવાથી ભોજન પચવામાં મુશ્કેલી થાય છે. પાણી સીધું જ આંતરડામાં જાય છે, જયારે તેની વિરુદ્ધ બેઠા બેઠા પાણી પીવામાં આવે તો ધીમે ધીમે પાણી નીચે પહોંચતું હોય છે. ચરબીનું પ્રમાણ વધે છે જેને કારણે હાર્ટ એટેકની સંભાવના વધી જાય છે.

4. જો તમે ઉભા ઉભા પાણી પીતા હોય તો તમને અલ્સર થવાની સંભાવના વધી જાય છે. આવી રીતે પાણી પીવાથી શરીરમાં રહેલી એસોફેગસ નળીમાં ભારે દબાણ આવે છે અને આવું વારંવાર થવાથી અલ્સર થવાનો પુરેપુરો ખતરો છે.

5. ઉભા ઉભા પાણી પીવાથી અપચાની સમસ્યા થાય છે. સારી રીતે ભોજન ન પચવાનું કારણ ઉભા રહીને પાણી પીવું એ પણ છે.

મિત્રો, આ લેખ નાનો હતો પણ ખુબ જ ધ્યાનમાં રાખવા જેવો આ લેખ છે. સ્વાસ્થ્ય સંબંધી જાણકારીઓ આપણે ગણકારતા નથી પણ આ વાત ખુબ જ અગત્યની છે. તમે આ લેખ તમારા સગા સંબંધીને શેર કરો, જેથી બધાને આ જાણકારી મળી જાય. સ્વાસ્થ્ય સંબંધિત જાણકારીઓ મેળવવા માટે લાઈક કરો અમારું ફેસબુક પેઈજ BornPedia.

અમારી વેબસાઈટમાં કેટેગરી પ્રમાણે સ્વાસ્થ્ય વિશેની માહિતી આપવામાં આવી છે. જે તમને ખુબ જ ઉપયોગી થશે.

ઉભા ઉભા પાણી ન પીવું જોઈએ

જો તમે કોઈ લેખ લખતા હોય તો અમને તે મોકલી આપો અમારા મેઈલ પર : bornpedia@gmail.com

 

પગના સોજા દુર કરો આ 5 આસન ઘરેલું ઉપાયોથી – લક્ષણો, સાવચેતી અને ઘરેલું ઉપચાર

લો બી.પી. ના લક્ષણ, ઘરેલું ઉપચાર અને સાવચેતી

ઓફીસમાં સતત બેસી રહેવાથી થઇ શકે છે આ 10 પ્રોબ્લેમ

રાત્રે ભૂલથી પણ ન ખાતા દહીં થઈ શકે છે આ નુકસાન

સૂર્યમુખીના ફૂલના ફાયદા : હૃદયરોગ, સંધિવા અને હાડકાના રોગો માટે વરદાનરૂપ છે.

હાર્ટ બ્લોકેજ ખોલવા આ ઉપાય અચૂક અપનાવો

ભૂખ્યા પેટે આ વસ્તુ ન ખાવી જોઈએ.

ગોળનાં આટલા બધા ફાયદા જાણીને તમે ચોંકી જશો : ડાયાબિટીસના દર્દીઓ માટે ખાસ

Facebook Comments

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here