ડાયાબીટીસ માટે દવાઓ કરતાં પણ વધુ કારગર છે આ 5 ઘરેલુ ઉપચાર, જરુર કરો ટ્રાય

0
18186

આજના સમયમાં મોટાભાગના લોકો ડાયાબિટિસની સમસ્યાથી પીડાતા હોય છે. આજે દિવસેને દિવસે ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં વધારો થતો જોવા મળે છે. આજના સમયમાં બદલાતા જતા ભોજન અને રહેણી-કરણીના કારણે લોકોના શરીરમાં ડાયાબિટીસની સમસ્યામાં વધારો થતો જાય છે. લોકો ડાયાબિટિસની સમસ્યાને દૂર કરવા માટે દરરોજ વિવિધ પ્રકારની એલોપથી દવાઓનું સેવન કરતા હોય છે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવા ઘરેલુ અને કારગર નુસખા વિશે કે જે ડાયાબીટીસની સમસ્યાઓને કાયમી માટે કરશે દૂર.

તુલસીના પાન

તુલસીના પાનની અંદર અનેક પ્રકારના એંટી ઓક્સીડેંટ હોય છે. આ ઉપરાંત એની અંદર ઇથેનોલ અને મિથેનોલ જેવા તત્વો હોય છે. જે તમારા શરીરની અંદર કુદરતી રીતે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતા હોય છે. આથી તુલસીનું સેવન તમારા શરીરની અંદર કુદરતી રીતે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવામાં મદદરૂપ સાબિત થાય છે. જે તમને ડાયાબિટીસની સમસ્યામાંથી છુટકારો અપાવે છે. આથી જો સવારમાં ભૂખ્યા પેટે તુલસીનાં ત્રણ પાન ખાવામાં આવે તો તેના કારણે ડાયાબિટીસની સમસ્યામાં રાહત મળે છે.

ઘઉંના જુવારા

ઘઉંના છોડની અંદર અનેક પ્રકારના રોગનાશક ગુણ હોય છે. આથી જો સવાર સવારમાં ઘઉંના જ્વારાનો રસ પીવામાં આવે તો તેના કારણે તમારા શરીરની અંદર કુદરતી રીતે ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય છે. જે ડાયાબીટીસની સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે.

મેથી

ડાયાબિટીસની સમસ્યાના ઉપચાર માટે તમે મેથીના દાણાનો પણ ઉપયોગ કરી શકો છો. આજે બજારની અંદર મેથીનો પાવડર પણ તૈયાર મળી રહે છે. જો દરરોજ સવારમાં ખાલી પેટે મેથીના ચૂર્ણનું સેવન કરવામાં આવે તો તેના કારણે ડાયાબિટીસના દર્દીઓને ડાયાબિટીસની સમસ્યામાં રાહત મળે છે.

અળસીના બીજ

અળસીની અંદર ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે અને આથી જ તેનું સેવન તમારા પાચનતંત્રને સુધારી દે છે. આથી જો અળસીનું સેવન કરવામાં આવે તો તમારા શરીરની અંદર જમા થયેલ ફેટ અને સુગર દૂર થઈ જાય છે. જેથી કરીને ડાયાબિટીસના દર્દીઓને ડાયાબિટીસની સમસ્યામાં રાહત મળે છે. અળસીના જેમ ફાયદા છે તેમ ગેરફાયદા છે.

અળસી લેવા માટે અહીં ક્લિક કરો.

તજ

તજનું સેવન તમારા શરીરના ઇન્સ્યુલિન લેવલ જાળવી રાખે છે સાથે સાથે તમારા બ્લડ શુગર અને ગ્લુકોઝના સ્તરને પણ જાળવી રાખે છે. અડધી ચમચી જેટલા તજના પાવડરનું સેવન તમારા શરીરમાં રહેલી ડાયાબિટીસની સમસ્યાને દૂર કરવા માટે ઉપયોગી સાબિત થાય છે.

કારેલા

કારેલા ની અંદર કુદરતી રીતે કડવાશનો ગુણ હોય છે, અને આથી જ કારેલાનું સેવન કરવાના કારણે તમારા શરીરની અંદર રહેલા બ્લડ શુગર લેવલમાં ઘટાડો આવે છે. જે ડાયાબિટીસની સમસ્યાને કુદરતી રૂપે દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે.

સરગવાના પાન

સરગવાના પાનની અંદર અનેક પ્રકારના ઔષધીય ગુણ હોય છે અને આથી જ તો સરગવાના પાનનો રસ પીવામાં આવે તો તેના કારણે શરીરની અંદર ડાયાબિટીસની સમસ્યા દૂર થાય છે અને સાથે-સાથે કેલ્શિયમ પણ મળી રહે છે.

આમ જો તમે પણ આ ઘરેલુ ઉપાય અપનાવશો તો તેના કારણે ડાયાબીટીસની સમસ્યામાંથી કાયમી માટે છુટકારો મેળવી શકશો અને સાથે સાથે ડાયાબિટીસને દૂર કરવા માટેની એલોપેથી દવા ખાવાની પણ જરૂર નહીં પડે. આ માટે તમે ડોક્ટરની સલાહ પણ લઈ શકો છો.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here