જૂનામાં જૂની દાગ-ખાજ, ખુજલી ની સમસ્યાથી મેળવો છુટકારો મેળવવા કરો આ આસાન ઉપાય.

0
13635

ત્વચા ઉપર થયેલા લાલ ચકામા, બળતરા, ત્વચાના રંગની અંદર થતું પરિવર્તન તથા ત્વચા ઉપર આવેલો સોજો ત્વચાની વિવિધ પ્રકારની એલર્જી ના સંકેત હોય છે. ત્વચાની આ પ્રકારની એલર્જી શરીરના કોઈપણ ભાગની અંદર થઈ શકે છે. જ્યારે તમે ત્વચા ઉપર થયેલી આ એલર્જી ના ઈલાજ માટે કોઈ પણ વિશેષજ્ઞ પાસે જાવ છો, ત્યારે તે તમને ત્વચાની આ એલર્જીને દૂર કરવા માટે વિવિધ પ્રકારની એન્ટિબાયોટિક દવાઓ અને ક્રીમ લખી આપે છે.

આ પ્રકારની દવાઓ આગળ જતાં આપણને નુકસાનકારક સાબિત થઈ શકે છે. પરંતુ જો આ પ્રકારની સમસ્યાનો ઉપાય કરવા માટે તમે પ્રાકૃતિક ઉપચારો નો સહારો લો તો તેના કારણે તમને કોઈપણ પ્રકારના સાઈડ ઈફેક્ટ વગર ત્વચાની આ સમસ્યામાંથી રાહત મળે છે. આજના સમયમાં ત્વચાની આ સમસ્યાઓ ખૂબ સામાન્ય બની ગઈ છે અને તેને દૂર કરવા માટે લોકો જાતજાતના ઉપાય કરતા હોય છે. આમ કરવા છતાં તેને કોઈ ખાસ પરિણામ મળતું નથી. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવા ઘરેલુ ઉપાય કે જે તમારા માટે સૌથી વધુ ઉપયોગી સાબિત થશે.

ચર્મરોગ

ચર્મરોગ શરીરની ચામડી ઉપર કોઈપણ જગ્યાએ થઈ શકે છે. તમારી ખાવા-પીવાની અનિયમિતતાના કારણે, ખરાબ અને દૂષિત ખોરાક ખાવાના કારણે તથા શરીરની બરાબર સાફ સફાઈ ન રાખવાના કારણે તથા જો તમારા પેટની અંદર કૃમિ થઈ ગયા હોય તો આ બધા કારણોને કારણે તમને ચર્મ રોગ ની સમસ્યા થઈ શકે છે.

ધાધર ના લક્ષણો

જ્યારે કોઈ પણ વ્યક્તિને ધાધર થાય છે, ત્યારે તે જગ્યાએ તે વ્યક્તિને ખૂબ ખંજવાળ આવતી હોય છે, અને મોટેભાગે લોકો તે જગ્યાએ ખંજવાળતા રહે છે. જેથી કરીને ધાધરની તે જગ્યાએ બળતરા થવા માંડે છે. મોટાભાગના લોકોને તેના જનનાંગો ની આસપાસ આ પ્રકારની સમસ્યા થતી જોવા મળે છે. આ સિવાય ધાધર શરીરના કોઈ પણ ભાગમાં પણ થઈ શકે છે.

ખરજવું

ત્વચાની આ સમસ્યા ની અંદર આખા શરીર ઉપર સફેદ રંગના નાના નાના દાણા થઈ જાય છે. આ ફોડકીઓ ને ફોડવાથી તેમાંથી પાણી જેવો તરલ પદાર્થ નીકળે છે, અને જ્યારે આ ફોડકીઓ પાકી જાય છે ત્યારે તે એકદમ ઘટ્ટ બની જાય છે. આ ઉપરાંત એની અંદર ખંજવાળ પણ આવે છે. મોટેભાગે ખરજવું આંગળીઓની વચ્ચેની જગ્યામાં થાય છે. આ ઉપરાંત તે આખા શરીરમાં કોઈપણ જગ્યાએ થઈ શકે છે. ખરજવા ની અંદર પણ વારેવારે ખંજવાળવા નું મન થાય છે, અને ખંજવાળવાથી બળતરા થાય છે. આ ઉપરાંત ખરજવું એક ચેપી રોગ છે, કે તેની સાથે સીધા સંપર્કમાં આવતા બીજા વ્યક્તિઓને પણ આ રોગ લાગુ પડી શકે છે.

એક્ઝિમા (કખ)

એક્ઝિમા ધાધર અને ખરજવા જેવો જ એક પ્રકારનો ચામડીનો રોગ છે. આ રોગની અંદર શરીર ઉપર વિવિધ જાતના લાલ લાલ ચકામાં થઇ જાય છે, અને સાથે-સાથે આજુબાજુમાં નાના નાના દાણા થઈ જતા હોય છે. આ પ્રકારની સમસ્યા શરીરમાં કોઈપણ જગ્યાએ થઈ શકે છે. દેશી ભાષામાં તેને કખના નામથી પણ ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે એક્ઝિમા ની સમસ્યા બે પ્રકારની હોય છે. એક તો સુકી અને એક ભીની. આ ઉપરાંત જો આ સમસ્યા તમારા વાળની અંદર થાય તો તે જગ્યાએથી ધીમે ધીમે વાળ પણ ખરવા માંડે છે.

ચર્મ રોગ ના વિવિધ ઉપાયો

  • ધાધર ખરજવા કે ખંજવાળ ની અંદર આમળાસાર ગંધકને ગૌમૂત્ર નાં અર્ક ની અંદર ભેળવી દરરોજ સવાર-સાંજ લગાવવાથી ચામડીની આ સમસ્યા દૂર થઈ જાય છે.
  • શુદ્ધ કરેલ આમળાસાર ગંધકની એક રતી જેટલી માત્રા લઈ, ૧૦ ગ્રામ ગૌમૂત્રના અર્ક ની સાથે 90 દિવસ સુધી લગાતાર પીવાથી ચર્મરોગ ની સમસ્યામાં લાભ થાય છે.

ધાધર, ખરજવા અને ખંજવાળ ના ઘરેલુ ઉપચાર

  • લીમડાના પાન

8 થી 10 લીમડાના પાન લઇ અને તેને પીસી અને દહીની અંદર ભેળવી લો. ત્યારબાદ જે જગ્યાએ ખરજવું થયું હોય અથવા તો ખંજવાળ આવતી હોય તે જગ્યાએ તેને લગાવવાથી રાહત મળે છે.

  • લીંબુનો રસ

જો તમને વધુ માત્રામાં ધાધર ની સમસ્યા થઈ ગઈ હોય, તો તેમાંથી છુટકારો મેળવવા માટે તમે લીંબુના રસ લગાવી શકો છો. આ માટે સૌપ્રથમ થોડો લીંબુનો રસ લઈ અને જે જગ્યાએ ધાધર થઈ હોય તે જગ્યાએ તેને લગાવી લો, અને જ્યાં સુધી સુકાઈ જાય ત્યાં સુધી રાખી મુકો. લીંબુનો રસ લગાવતી વખતે તેની અંદર વધુ માત્રામાં બળતરા થશે, અને સાથે સાથે જ્યારે આપણે લીંબુનો રસ લગાવીએ ત્યારે ખંજવાળવું નહીં. જ્યારે લીંબુનો રસ સૂકાઈ જાય ત્યારબાદ તેને સાદા પાણીથી સાફ કરી લો. આમ કરવાથી ધાધરની સમસ્યામાં રાહત મળે છે.

  • અજમા

ધાધર ની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે તમે અજમા વાટી અને ગરમ પાણીની અંદર પેસ્ટ બનાવી લો. ત્યારબાદ આ પેસ્ટને ધાધર ની જગ્યાએ લગાવો.

  • દાડમ ના પાન

દાડમના પાનને પીસી લઈ ધાધર ની જગ્યાએ લગાવવાથી દાદર જડમૂળમાંથી નાશ પામે છે. જો તમને ધાધર અથવા તો ખરજવાની સમસ્યા થઈ હોય, તો મીઠી અને ચટપટી વસ્તુ ખાવાથી દૂર રહેવું જોઈએ.

  • સરસવનું તેલ

250 ગ્રામ સરસવનું તેલ લઈ તને એક કડાઈ ની અંદર ગરમ કરવા માટે મૂકી દો, અને જ્યારે તે ઉકાળવા લાગે ત્યાર બાદ તેની અંદર 50 ગ્રામ જેટલા લીમડાના કુણા પાન ઉમેરી દો. ત્યારબાદ આ તેલને ગાળી લઈ અને એક બોટલમાં ભરી લો, અને જે જગ્યાએ ધાધર અથવા તો ખરા જવાની સમસ્યા દિવસમાં ચારથી પાંચ વખત તેને લગાવી લો. આ તેલનો ઉપયોગ તમે એક્ઝિમા ની સમસ્યાને દૂર કરવા માટે પણ કરી શકો છો.

આર્ટિકલ પસંદ આવ્યો હોય તો અન્ય સુધી પણ આ માહિતી પહોંચાડી.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

નોંધ : કોઈ પણ ઉપચાર કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here