આંખોના ડાર્ક સર્કલ દૂર કરવા માટે અપનાવો આ આસાન ઘરેલું ઉપચાર

0
8918

દરેક છોકરી નું સ્વપ્ન હોય છે કે તે કાયમી માટે સુંદર દેખાતી રહે. સાથે સાથે તે એવું પણ ઇચ્છતી હોય છે કે તેના આંખોની નીચે ક્યારેય પણ ડાર્ક સર્કલ ન થાય. કેમકે, ડાર્ક સર્કલ થાય તો તેના કારણે ચહેરાની સુંદરતા દૂર થઈ જતી હોય છે. આજના સમયમાં આખો દિવસ દોડભાગ કરવાના કારણે અને પૂરતા પ્રમાણમાં ઊંઘ ન લેવાના કારણે લોકોને આ સમસ્યા વધી જાય છે. જેથી કરીને લોકો પરેશાન થઇ જતા હોય છે, અને કોઈપણ રીતે તે આ ડાર્ક સર્કલની સમસ્યામાંથી છૂટકારો મેળવવા ઈચ્છતા હોય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવા ઘરેલુ ઉપચાર કે જેના દ્વારા તમે પણ આ ડાર્ક સર્કલની સમસ્યામાંથી કાયમી માટે મેળવી શકો છો છુટકારો.

બટેટા ની પેસ્ટ

તમારી આંખોને કાયમી માટે સુંદર રાખવા માટે બટેટાની છાલ ઉતારી અને તેનું બારીક ખમણ કરી લો, અને ત્યારબાદ તેની પેસ્ટ બનાવી અને તમારા આંખોની આસપાસ લગાવી દો. આમ કરવાથી તમારી આંખોની નીચે રહેલ કાળાશ ધીમે ધીમે ઓછી થતી જશે, અને સાથે સાથે તમારી આંખો એકદમ સાફ દેખાવા લાગશે.

દૂધનો ઉપયોગ

આંખો નીચે રહેલા ડાર્ક સર્કલને દૂર કરવા માટે તમે દૂધ નો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે દૂધની અંદર રૂ પલાળી અને ત્યારબાદ તમારી આંખની આસપાસ તેના દ્વારા આંખો સાફ કરો, અને ત્યારબાદ એક કોટન બોલને દૂધમાં પલાળી ત્યારબાદ આંખો પર 15થી 20 મિનિટ સુધી રાખી મુકો, અને ત્યાર બાદ તમારો ચહેરો ધોઇ લો. આમ કરવાથી ચહેરા પરના ડાઘ દૂર થઈ જશે.

ગુલાબ જળ

ગુલાબ જળ ની અંદર અમુક એવા પ્રાકૃતિક ગુણ હોય છે કે જે તમારા આંખોને બરાબર રીતે સાફ કરે છે, અને સાથે સાથે તેને સુંદર બનાવે છે. આથી તમારી આંખોને સુંદર રાખવા માટે દરરોજ બેથી ત્રણ ટીપાં ગુલાબજળ તમારી આંખોમાં નાખવામાં આવે અને આંખોની આસપાસ રહેલા ડાર્ક સર્કલમાં પણ આ ગુલાબ જળ લગાવવામાં આવે તો તેના કારણે તમારી આંખોમાં ચમક આવે છે, અને સાથે-સાથે આંખોની આસપાસ રહેલા ડાર્ક સર્કલ પણ દૂર થઈ જાય છે.

બેકિંગ સોડા

આંખોની આસપાસ રહેલા ડાર્ક સર્કલને દૂર કરવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ સૌથી વધુ ફાયદાકારક અને પ્રભાવશાળી સાબિત થાય છે. આ માટે એક કપ જેટલા ગરમ પાણીની અંદર એક ચમચી જેટલા બેકિંગ સોડા ઉમેરી બરાબર ભેળવી લો. ખાસ ધ્યાન રાખવું કે પાણી ખૂબ વધુ ગરમ ન હોય કે જેથી કરીને તમારી ત્વચા દાઝી ન જાય. ત્યારબાદ કોટન બોલને આ પાણીની અંદર ડુબાડી અને તમારી આંખો પર 15થી 20 મિનિટ સુધી રહેવા દો, અને ત્યારબાદ તમારા ચહેરાને સાદા પાણીથી ધોઈ લો. ત્યારબાદ આંખોની નીચે કોઈ પણ સારા મોઈશ્ચરાઈઝરને લગાવી દો. આ ઉપાય દ્વારા માત્ર થોડા જ દિવસો ની અંદર તમારી સમસ્યા દૂર થઈ જશે.

 

આર્ટિકલ પસંદ આવ્યો હોય તો અન્ય સુધી પણ આ માહિતી પહોંચાડી.

નોંધ : કોઈ પણ ઉપચાર કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here