મોતિયા બિંદુ ને દૂર કરી આંખોની રોશની વધારે છે મીઠા લીમડાના પાન

0
21163

ઘરના રસોડામાં ભોજનનો સ્વાદ વધારવા માટે ઉપયોગમાં લેવાતા મીઠા લીમડાના પાન વર્ષોથી આપણા રસોઈ નો એક ભાગ રહેલ છે. પરંતુ આ મીઠા લીમડાના પાન ની અંદર અનેક પ્રકારના ઔષધીય ગુણ પણ મોજુદ છે, જે તમારા સ્વાસ્થ્યને કાયમી માટે તંદુરસ્ત રાખવા ઉપયોગી સાબિત થાય છે. મીઠા લીમડા ના પાન નો ઉપયોગ ભોજનમાં કરવાના કારણે શરીરની અંદર થતી ગેસની સમસ્યા માંથી ઘણેખરે અંશે રાહત મળી જાય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ મીઠા લીમડાના પાનના અમુક એવા ફાયદાઓ કે જે જાણીને તમે પણ રહી જશો દંગ.

મીઠા લીમડાના પાન તમારા શરીરનો મોટાપો ઘટાડવા માટે ઉપયોગી સાબિત થાય છે. આ ઉપરાંત તેની અંદર અનેક પ્રકારના ઔષધીય ગુણ હોય છે, જે તમારા પેટને સંબંધી અનેક પ્રકારની સમસ્યાઓ દૂર કરવામાં ઉપયોગી સાબિત થાય છે. મીઠા લીમડાના પાન નું નિયમિતરૂપે સેવન કરવામાં આવે તો તેના કારણે તમારી પાચનશક્તિ મજબૂત બને છે, અને સાથે-સાથે શરીરની અંદર ખરાબ કોલેસ્ટરોલ જમા થતું નથી. દક્ષિણ ભારતની અંદર મોટા ભાગના પકવાનો ની અંદર લીમડાનો ઉપયોગ કરવામાં આવે છે.

 

મીઠા લીમડાના પાનના ઔષધીય ગુણ

ઉલટી અને અપચાની સમસ્યામાં મીઠા લીમડાના પાન અને લીંબુના રસ અને ખાંડ સાથે લેવાથી ફાયદો થાય છે.

પેટમાં ગરબડ થવા પર મીઠા લીમડાને પીસી છાસ ની અંદર ભેળવી પીવાથી પેટની સમસ્યામાં રાહત મળે છે.

જો તમે પણ વધતા જતાં વજનથી પરેશાન હોવ તો દરરોજ મીઠા લીમડાના પાન ચાવવાના કારણે તમારી આ સમસ્યામાંથી રાહત મળે છે.

ઝાડા ઉલટી અને હરસ ની સમસ્યા માટે મીઠા લીમડાના પાનને મધ સાથે ભેળવીને પીવાથી રાહત મળે છે.

મીઠા લીમડાના મૂળ ની અંદર ઔષધીય ગુણ હોય છે. તે કિડની સંબંધી કોઈ પણ પ્રકારની સમસ્યાને દૂર કરવા માટે ઉપયોગી સાબિત થાય છે.

 

દાઝવા પર અથવા તો કોઈ પણ જગ્યાએ લાગ્યું હોય તો ત્યાં મીઠા લીમડાના પાનનો ઉપયોગ કરવામાં આવે છે.

મીઠા લીમડાના પાનને નારીયેલ તેલ ની અંદર કાળા થઇ જાય ત્યાં સુધી ગરમ કરી અને વાળના મૂળમાં લગાવવામાં આવે તો તેના કારણે તમારા વાળ ચમકદાર અને મુલાયમ બને છે.

ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે સવાર સવારમાં દસ મીઠા લીમડાનાં પાનનું નિયમિત રૂપે સેવન કરવું જોઈએ.

ખરતા વાળની સમસ્યા અને અચાનક જ સફેદ વાળ થવાની સમસ્યાને દૂર કરવા માટે મીઠા લીમડાના પાનનું ચૂર્ણ બનાવી તેનું સેવન કરવું જોઈએ.

મીઠા લીમડાના પાન આપણા આંખની રોશની વધારવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આ ઉપરાંત તેનો ઉપયોગ કરીને કોઇપણ વ્યક્તિ મોતિયા બિંદુ ની સમસ્યામાંથી પણ છુટકારો મેળવી શકે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

 

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here