આ રીતે કરો જીરૂનો પેટની દરેક બીમારીઓ, લોહીની ઉણપ, કબજિયાત થશે દૂર, તેમજ શુગરનું લેવલ જાળવી રાખશે.

0
7158

દરેક લોકોના રસોડામાં એક ઉત્તમ ઔષધિ રહેલી છે જે તમારા પેટને લગતી દરેક સમસ્યાઓ ને દૂર કરવા માટે કારગર સાબિત થાય છે. આ ઔષધિનું નામ છે જીરું. જીરુ નો ઉપયોગ કરીને તમે તમારા શરીરની અંદર રહેલી પિત ને લગતી કોઈપણ પ્રકારની બીમારી ને દૂર કરી શકો છો. પેટની અંદર થતા મોટા ભાગના રોગોનું મૂળ પીત હોય છે. જીરૂનું જો યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો તેના કારણે તમારા પેટને લગતી દરેક પ્રકારની સમસ્યાઓ જેવી કે અપચો, ખાટા ઓડકાર, ઊલટી-ઉબકા આવવા, પેટમાં બળતરા થવી અને પેટમાં ગેસ થવા જેવી દરેક સમસ્યાઓ દૂર થઈ શકે છે.

પેટને લગતી દરેક સમસ્યાઓને દૂર કરવા માટે અડધી ચમચી જેટલા જીરું ને અડધા કપ પાણી ની અંદર ઉમેરી દો. ત્યારબાદ તે પાણીને ખૂબ ઉકાળી લો. હવે જ્યારે પાણી ઠંડુ થઈ જાય ત્યારબાદ તેને ચાની જેમ ધીમે ધીમે પીય જાવ અને તેની અંદર રહેલું જીરુ ચાવી ચાવીને ખાઈ જાવ. જો દરરોજ સવારમાં આ રીતે જીરૂના પાણીનું સેવન કરવામાં આવે તો તમારું પેટ કાયમી માટે તંદુરસ્ત રહી શકે છે.

જીરાનું આ રીતે સેવન કરવાના કારણે તમારા પેટની અંદર થતી ગેસની સમસ્યા દૂર થઈ જશે. આ ઉપરાંત પેટની અંદર કોઈપણ પ્રકારની બળતરા થતી હોય, અપચાની સમસ્યા હોય અથવા તો ખાટા ઓડકાર આવતા હોય તો તે પણ દૂર થઈ જાય છે. જો કોઈ પણ વ્યક્તિને પિત્તને કારણે ઊબકા આવતા હોય અથવા તો વારંવાર ઉલટી થતી હોય તો તે સમસ્યા પણ દૂર થઈ જાય છે. આમ આ રીતે જીરૂનું સેવન કરવાના કારણે તમારા પિત્ત અને પેટને લગતી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જાય છે. માત્ર ત્રણથી ચાર મહિના સુધી સતત આ રીતે જીરૂનું સેવન તમારા પેટને કાયમી માટે સ્વસ્થ બનાવી દેશે.

જીરુંના પાણીનો આ રીતે પણ કરો ઉપયોગ

 • જીરું ના પાણીની અંદર તમારી મનપસંદ શાકભાજી ઉમેરી અને તેને ઉકાળી લો અને ત્યાર બાદ તેનો સૂપ બનાવીને પીવાથી પણ ખુબ ફાયદો છે.
 • ભાત બનાવતી વખતે તેની અંદર જીરૂનું પાણી ઉમેરી દેવામાં આવે તો તેના કારણે પાનનો સ્વાદ પણ વધી જાય છે અને સાથે સાથે તમારું પાચનતંત્ર પણ મજબૂત બને છે.
 • જો છાસની અંદર જીરૂનું પાણી ઉમેરી અને પીવામાં આવે તો તેના કારણે ગરમીની ઋતુમાં થતી પેટને લગતી દરેક સમસ્યામાં રાહત મળે છે.
 • તમે જીરુંના પાણીની જગ્યાએ જીરૂનો પાઉડર પણ પી શકો છો. તે પણ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.

આ 10 લોકો માટે જીરું છે અમૃત સમાન

 • જે લોકોને હાર્ટની સમસ્યા હોય તેવા લોકો માટે જીરૂનું સેવન અમૃત સમાન માનવામાં આવે છે. કેમકે, તેનું સેવન કરવાના કારણે શરીરની અંદર રહેલું કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. જેથી કરીને તમારું હદય સ્વસ્થ રહે છે.
 • ડાયાબિટીસના દર્દીઓ માટે જીરૂનું સેવન કરવાના કારણે તેના શરીરની અંદર શુગરનું લેવલ જળવાઈ રહે છે અને લોકો ડાયાબિટિસની સમસ્યામાંથી છુટકારો મેળવે છે.

 • જીરું શરીરની અંદર રહેલા બોડી ટોક્સિનને દૂર કરે છે. જેથી કરીને ત્વચાને લગતી કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તેમાં તે ખૂબ ઉપયોગી સાબિત થાય છે.
 • જીરુની અંદર ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે અને આથી તેનું સેવન કરવાના કારણે લોકોને કબજિયાતની સમસ્યામાંથી છુટકારો મળે છે, અને સાથે સાથે તેની પાચનશક્તિ પણ વધે છે.
 • જીરૂનું સેવન શરીરની અંદર મેટાબોલિઝમને વધારે છે જેથી કરીને લોકો વજન ઓછું કરવામાં મદદ થાય છે.
 • જીરુ ની અંદર ભરપૂર માત્રામાં આયર્ન હોય છે, અને આથી જ તેનું સેવન કરવાના કારણે લોકોના શરીર ની અંદર રહેલી લોહીની ઉણપ દૂર થઈ જાય છે અને સાથે સાથે શરીરમાં નવું લોહી બને છે.

 • જીરૂનું સેવન કરવાના કારણે શરીરની અંદર બ્લડ સર્ક્યુલેશન વધુ સારી રીતે થાય છે. આથી જ શરીરની અંદર કોઈપણ નશો બ્લોક થઈ ગઈ હોય તો તે ખુલી જાય છે. જેથી કરીને લોકોનું બ્લડ પ્રેશર જળવાઈ રહે છે.
 • જીરું નું સેવન કરવાના કારણે શરીરની અંદર લોહી નું પરિભ્રમણ વધુ સારી રીતે થાય છે. આથી જે લોકોને સાંધાના દુખાવાની સમસ્યા હોય તેવા લોકો માટે જીરું નું પાણી ખુબ ઉપયોગી સાબિત થાય છે.
 • જીરૂ ના પાણીનું સેવન કરવાના કારણે તમારું મગજ રિલેક્સ થઇ જાય છે. જેથી કરીને લોકોને સારી ઉંઘ આવે છે અને અનિદ્રાની સમસ્યાથી છુટકારો મળે છે.

 • જે લોકોને વારંવાર તાવ આવતો હોય તેવા લોકો માટે જીરૂનું પાણી ખુબ ઉપયોગી સાબિત થાય છે. કેમકે, તેનું સેવન કરવાના કારણે શરીરમાં ઠંડક મળે છે અને આથી જ તાવમાં થી છુટકારો મળે છે.

આમ જો સતત ત્રણ થી ચાર મહિના સુધી દરરોજ અડધો કપ જેટલા જીરુંના પાણીનું સેવન કરવામાં આવે તો તેના કારણે આપણા પેટને લગતી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જાય છે, અને આપણે કાયમી માટે સ્વસ્થ રહી શકીએ છીએ.

આર્ટિકલ પસંદ આવ્યો તો અચૂક શેર કરો આ માહિતીને.

 

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here