દૂધ આપવાનું બંધ કરી દીધેલ ગાયો દ્વારા પણ આપણા સ્વાસ્થ્યને થાય છે અનેક લાભ. જાણો કયા છે આ લાભ

0
14328

ભારત દેશની અંદર ગાયને માતા ગણવામાં આવે છે. ગાયના દૂધથી માની અને ગાયના મૂત્ર સુધીની દરેક વસ્તુ અને પવિત્ર માનવામાં આવે છે. પરંતુ ઘણી વખત લોકોને એવા પ્રશ્ન થાય છે કે જ્યારે ગાય દૂધ આપવાનું બંધ કરી દે છે ત્યારે તેના દ્વારા કયા પ્રકારના લાભ થઇ શકે છે અને આવું જ વિચારીને લોકો ગાય દૂધ આપવાનું બંધ કરી દે છે ત્યારે ગાયને રઝળતી મૂકી દે છે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે જ્યારે ગાય દૂધ આપવાનું બંધ કરી દે છે ત્યારે પણ તેના દ્વારા કયા પ્રકારના લાભ થઈ શકે છે.

ખાતર

સૌપ્રથમ આપણે કુદરતી ખાતર ની વાત કરવામાં આવે તો તે આપણને માત્ર અને માત્ર ગાયના છાણમાંથી જ પ્રાપ્ત થાય છે. જો ગાયના છાણમાંથી બનેલા ખાતરનો ઉપયોગ કરવામાં આવે તો તેના કારણે પથરાળ જમીન પણ ઉપજાઉ બની જાય છે. આજના સમયમાં મોટાભાગના લોકો કેમિકલયુક્ત ખાતરોનો ઉપયોગ કરે છે. જેથી કરીને તમારી જમીન વધુને વધુ ખરાબ થતી જાય છે. પરંતુ જો તેની જગ્યાએ ગાયના દેશી ખાતરનો ઉપયોગ કરવામાં આવે તો તેના કારણે તમારી જમીન ઉપજાઉ તો બને જ છે પરંતુ સાથે સાથે તેની અંદર કોઈપણ પ્રકારનું નુકસાન થતું નથી, અને સાથે સાથે જમીનને ઉપજાઉ શક્તિ પણ વધી જાય છે.

ગોબરગેસ પ્લાન્ટ

ગાયના છાણનો ઉપયોગ તમે ગોબરગેસ પ્લાન્ટ ની અંદર પણ કરી શકો છો. ગાયના છાણને જમા કરી અને તમે ૮૫ ઘનમીટર જેવડા ગોબરગેસ પ્લાન્ટ ને તૈયાર કરો છો તો તેના દ્વારા તમે દરરોજ અંદાજે બે સિલિન્ડર જેટલો ગેસ બનાવી શકો છો. જેનો ઉપયોગ તમે કોઈપણ રીતે કરી શકો છો.

છાણા બનાવવા માટે

ભારત દેશની અંદર આજે ઘણા બધા એવા ગામ છે કે તે હજી સુધી વિજળી અને ગેસ ની સુવિધાઓ નથી. ત્યાંના લોકો પરંપરાગત રીતે દેશી વસ્તુઓનો ઉપયોગ કરી અને પોતાનું ભોજન આવતા હોય છે. ગામડાના આવા લોકો અને ગરીબ લોકો પોતાનું ભોજન બનાવવા માટે ગાયના છાણાનો ઉપયોગ કરી શકે છે. જ્યારે આપણે લાકડું સળગાવીને ચૂલો  સળગાવવામાં આવે છે ત્યારે તેના કારણે વધુ માત્રામાં ધુમાડો થાય છે. જે આપણા શરીર માટે નુકસાનકારક હોય છે. પરંતુ જો તેની જગ્યાએ ગાયના છાણ માથી બનેલા છાણાનો ઉપયોગ કરવામાં આવે તો તે મહિલાઓના સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી સાબિત થાય છે, અને સાથે સાથે મહિલાઓ તેના દ્વારા રોજગારી પણ મેળવી શકે છે.

આયુર્વેદિક ઔષધિઓ માટે ગૌમૂત્ર

આજના સમયમાં વૈજ્ઞાનિકોએ પણ પોતાની રિસર્ચની અંદર જણાવ્યું છે કે ગુજરાતની ગીર ગાયો ના મૂત્રની અંદર સોનાના અંશ રહેલા હોય છે. જેના આધારે આપણે કહી શકીએ છીએ કે ગાય ના મુત્ર ની અંદર કેટલી તાકાત હોઈ શકે છે. ગૌમુત્ર અને અમૂલ્ય એટલા માટે ગણવામાં આવે છે. કેમ કે, તેનો ઉપયોગ કરીને તમે ગમે તેવી ખતરનાક બીમારીઓથી છુટકારો મેળવી શકો છો. ગૌમૂત્રનો ઉપયોગ કરી તમારા શરીરની અંદર થયેલી કોઈપણ પ્રકારની બીમારીઓ જેવી કે કેન્સર, એનેમિયા, ડાયાબિટીસ, અસ્થમા અને ટીબી જેવી બીમારીઓને પણ તમે દૂર ભગાડી શકો છો. આ ઉપરાંત રેગ્યુલર રીતે જો તેનું સેવન કરવામાં આવે તો તેના કારણે હદય ને લગતી બીમારીઓ થી પણ છુટકારો મેળવી શકાય છે.

 

આમ જ્યારે ગાય દૂધ આપવાનું બંધ કરી દે છે ત્યારબાદ તે નકામી થઈ જતી નથી. પરંતુ તેના મળમૂત્રમાંથી આપણે અનેક પ્રકારની કીમતી વસ્તુઓ બનાવી શકીએ છીએ. જે આપણને રોજીરોટી તો આપે જ છે સાથે સાથે આપણા સ્વાસ્થ્યને સુધારવા માટે પણ ઉપયોગી સાબિત થાય છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here