જો પિરિયડના દુ:ખાવાથી છો પરેશાન? તો કરો લીલી ડુંગળી નો આ ચમત્કારી ઉપાય

0
4073

સામાન્ય રીતે મહિલાઓ માટે પીરીયડ એ દર મહિને થનારી એક પ્રાકૃતિક પ્રક્રિયા છે. જે ચાર થી પાંચ દિવસ સુધી ચાલતી હોય છે. પરંતુ ઘણી મહિલાઓ માટે આ દિવસો ખૂબ જ પીડાદાયક હોય છે. કેમકે, પિરિયડ દરમિયાન મહિલાઓને અસહ્ય દુખાવો થતો હોય છે. આ સમય દરમિયાન પોતાના મૂળના બદલાવની સાથે સાથે પોતાના પેટની અંદર ભયંકર દુખાવાની સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. ઘણી વખત દુખાવો એટલો વધી જતો હોય છે કે ઘણી મહિલાઓને પેઇનકિલર નો સહારો લેવો પડે છે. જે મહિલાઓના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે.

આવામાં જો પિરિયડમાં થતા દુખાવાથી રાહત મેળવવા માટે અમુક આયુર્વેદિક ઘરેલુ નુસખા નો ઉપયોગ કરવામાં આવે તો તે ખૂબ જ કારગર સાબિત થાય છે. લીલી ડુંગળી અને મધનું મિશ્રણ પિરિયડમાં થતા દુખાવાને ખૂબ જ ઝડપથી દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ રીતે તમે લીલી ડુંગળી અને મધનું સેવન કરીને પિરિયડ દરમિયાન તમારા પેટમાં થતા આ દુખાવામાંથી મેળવી શકો છો છુટકારો.

પીરીયડ ના દુ:ખાવા માટે લીલી ડુંગળી

સામાન્ય રીતે આપણે ત્યાં લીલી ડુંગળી નો ઉપયોગ ભોજનની સાથે સલાડ તરીકે કરવામાં આવે છે. આપણે દરેક લોકો જાણીએ છીએ કે ડુંગળી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી હોય છે. આ ઉપરાંત આપણે તેનો ઉપયોગ સેન્ડવીચ બનાવવામાં, ચાટ બનાવવામાં અને અનેક પ્રકારના શાક બનાવવામાં કરીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે આ જ લીલી ડુંગળી તમારા પિરિયડમાં થતા દુખાવામાંથી રાહત અપાવવા માટે ઉપયોગી સાબિત થાય છે? જી હા, મિત્રો લીલી ડુંગળી ની અંદર ભરપૂર માત્રામાં વિટામિન કે હોય છે,જે પિરિયડ દરમિયાન થતી બ્લીડિંગ અને દુખાવા અને પ્રાકૃતિક રૂપે દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે.

પીરીયડ ના દુ:ખાવા માટે મધ

આપણી દરેક લોકો જાણીએ છીએ કે મધ એ એક સર્વ શ્રેષ્ઠ ઔષધ માનવામાં આવે છે. મધની અંદર અનેક એવા પોષક તત્વો હોય છે જે આપણા શરીરને ઉપયોગી સાબિત થાય છે. મધની અંદર ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડેન્ટ હોય છે જે તમારા શરીરના અનેક પ્રકારની બીમારીઓથી દૂર રાખવામાં મદદરૂપ સાબિત થાય છે. જો પિરિયડ દરમિયાન થતા દુખાવાને દૂર કરવા માટે મધનો ઉપયોગ કરવામાં આવે તો તેના કારણે આ દુખાવો દૂર થઇ શકે છે.

પીરીયડ ના દુખાવા માટે મધ અને લીલી ડુંગળી નો જાદુ

લીલી ડુંગળી અને મધ પિરિયડ માં થતા દુખાવા માટે રાહત અપાવવામાં ફાયદાકારક સાબિત થાય છે. પરંતુ જો આ બંને વસ્તુઓ એકસાથે ઉપયોગ કરવામાં આવે તો તેના કારણે મહિલાઓને ચમત્કારી રૂપે જ પિરિયડના દુખાવામાંથી રાહત મળે છે. જ્યારે લીલી ડુંગળી અને મધ નું એક સાથે સેવન કરવામાં આવે છે ત્યારે તે બ્લડના ફ્લોને વધારી દે છે જેથી કરીને પેડુના મસલ્સ ને રાહત મળે છે, અને દુખાવામાંથી રાહત મળે છે.

પિરિયડમાં થતા દુખાવામાંથી રાહત મેળવવા માટે લીલી ડુંગળીના આગળના સફેદ ભાગને લઈ તેને બરાબર ખાંડી લો, અને તેનો જ્યુસ કાઢી લો. ત્યારબાદ એક ચમચી જેટલું આ જ્યૂસ લઇ તેની અંદર એક ચમચી મધ ભેળવી લો. ત્યારબાદ પિરિયડના દિવસોમાં આ વસ્તુને નવસેકા પાણી ની અંદર દિવસમાં ત્રણથી ચાર વાર લેવાથી દુખાવામાં તરત જ રાહત મળે છે.

આમ પિરિયડમાં થતા દુખાવામાંથી રાહત મેળવવા માટે તમે પણ કરો આ ઉપાય કે જે તમારા માટે સાબિત થશે રામબાણ ઉપાય.  લીલી ડુંગળી અને મધ નો ઉપયોગ કરીને તમે પણ પેડુ મા થતા દુખાવામાંથી રાહત મેળવી શકો છો, અને સાથે સાથે તમારે કોઈ હાનિકારક પેઇનકિલર ખાવાની પણ જરૂર નહીં પડે.

સ્વાસ્થ્ય વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here