કપીંગ થેરાપી છે દુખાવામાંથી રાહત અપાવતી એકદમ અનોખી ટેક્નિક

0
3147

કપીંગ થેરાપી એક અતિ પ્રાચીન વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિ છે. એની અંદર ત્વચાના અમુક ભાગ ઉપર સ્થાનીય રીતે સકશનઉત્પન્ન કરવામાં આવે છે. ચિકિત્સકોનું માનવું છે કે આ પદ્ધતિ દ્વારા તમારા શરીરની અંદર બ્લડ સર્ક્યુલેશન વધે છે, જેથી કરીને કોઈ પણ પ્રકારના ઉપચાર ની અંદર મદદ મળે છે. આ ચિકિત્સા પદ્ધતિની અંદર ગરમી અથવા તો ઇલેક્ટ્રિક સાધનો દ્વારા કોઇપણ સ્થાન ઉપર સકશન ઉત્પન્ન કરવામાં આવે છે. આ પદ્ધતિ ની અંદર મસાજ ની ટેક્નિક કરતા ઉલટી વસ્તુ કરવામાં આવે છે. સામાન્ય રીતે કોઈપણ પ્રકારની મસાજ ની અંદર માસપેશીઓ ઉપર દવાઓ આપવામાં આવે છે, તેની સામે આ પદ્ધતિમાં માસપેશીઓને ખેંચવામાં આવે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ રીતે કપીંગ થેરાપી આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે.

કપીંગ થેરાપીની વિવિધ રીતો

મોટેભાગે કપીંગ થેરાપી બે પ્રકારે કરવામાં આવે છે. એક ડ્રાય કપીંગ અને બીજી વેટ કપીંગ. તેમાં પણ વેટ કપીંગ વધુ પ્રખ્યાત રીત છે. સામાન્ય રીતે આ ટેકનીક ઉપચારાત્મક અને ચિકિત્સા દ્રષ્ટિકોણ પર આધારિત છે, જ્યારે ડ્રાય કપીંગ ચિકિત્સા અને આરામ પહોંચાડવાની પદ્ધતિ ઉપર કામ કરે છે.

ડ્રાય કપીંગ

આ ચિકિત્સા પદ્ધતિની અંદર સામાન્ય રીતે ત્વચાની બાજુમાં હવાનું દબાણ આપી નાના ક્ષેત્રનું નિર્માણ કરવામાં આવે છે. આ કાર્ય કરવા માટે અનેક પ્રકારનાં ઉપકરણો સામેલ છે તેની અંદર કાચના કપ આકારના સકશન કપની મદદથી સકશન ઉત્પન્ન કરવામાં આવે છે. ઘણી જગ્યાએ આ પદ્ધતિ માટે પ્લાસ્ટિકના કપ નો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ ચિકિત્સા પદ્ધતિમા કાચના આ કપને શરીરના યોગ્ય જગ્યાએ લગાડી ત્યાં રહેલી હવાને ગરમ કરીને અથવા તો કોઈ પણ ઉપકરણની મદદથી ખેંચી લેવામાં આવે છે. જેથી કરીને તે જગ્યા ઉપર વેક્યુમ ઉત્પન્ન થાય છે. જે તમારા શરીરની માંસપેશીઓને ખેંચે છે જે એક પ્રકારના ઉપચારનું કાર્ય કરે છે.

સામાન્ય રીતે આ ઉપચારને કર્યા બાદ જ્યારે કપ શરીરના તે ભાગ પરથી લઇ લેવામાં આવે છે તે જગ્યાએ તેના નિશાન પણ પડી જાય છે. પરંતુ માત્ર થોડા સમયની અંદર આ નિશાન દૂર પણ થઈ જાય છે. આ ઉપરાંત આ કપની અંદર આલ્કોહોલ કોટન બોલને રાખી તેને સળગાવી અને ત્યાંની હવાને દૂર કરી દેવામાં આવે છે.

વેટ કપીંગ

પ્રાચીન સમયમાં જ આ ચિકિત્સા પદ્ધતિ આરબ દેશથી ચીન સુધી પહોંચી હતી અને ચીનની અંદર આ ચિકિત્સા પદ્ધતિ ખૂબ જ પ્રચલિત થઈ હતી. આ ચિકિત્સા પદ્ધતિ માત્ર ચીનના લોકોએ જ ના અપનાવી પરંતુ અન્ય દેશના લોકોએ પણ તેનું અનુકરણ કર્યું. આ ચિકિત્સા પદ્ધતિને ચાઇનીસ મસાજના નામથી અનેક દેશોની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે. ભારત દેશની અંદર હજી સુધી આ થેરાપીનો એટલો બધો ઉપયોગ થતો નથી.

આ ચિકિત્સા પદ્ધતિનો ઉપયોગ કમરનો દુખાવો અનિદ્રાની સમસ્યા પગના સોજા અને પગની અંદર થતી બળતરા માટે રામબાણ ઇલાજ સાબિત થાય છે. આ ચિકિત્સા પદ્ધતિની અંદર શરીરના વિવિધ ભાગો ની અંદર કપીંગ ઉત્પન્ન કરવામાં આવે છે અને આ કપીંગના કારણે આપણા શરીરની અંદર રહેલી અને પ્રકારની સમસ્યાઓથી છુટકારો મળે છે. આ પદ્ધતિના કારણે શરીરની અંદર જમા થયેલા ઝેરી તત્વો બહાર થઈ જાય છે અને આપણું શરીર સ્વસ્થ રહી શકે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

BORN PEDIA દ્વારા હેલ્થને લગતા બીજા આર્ટીકલ વાંચવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.

સ્વાસ્થ્ય વિશેના બીજા લેખ વાંચવા અહી ક્લિક કરો.

■ ભૂલથી પણ ન પીવું જોઈએ ફ્રીજનું પાણી, તેની પાછળનું કારણ જાણીને તમે પણ રહી જશો દંગ.

■ પ્રેગ્નન્સી દરમ્યાન તુલસીનું સેવન અવશ્ય કરો, થશે આ અનેક ફાયદાઓ.

■ અખરોટ ખાવાના ફાયદાઓ જાણીને, તમે પણ શરૂ કરી દેશો ખાવાનું

■ આ રીતે કરો જીરૂનો પેટની દરેક બીમારીઓ, લોહીની ઉણપ, કબજિયાત થશે દૂર, તેમજ શુગરનું લેવલ જાળવી રાખશે.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here