બાળકોને આરામની ઊંઘ આપવા માટે અપનાવો દાદીમાંના આ બે ઘરેલું નુસખા

0
2912

આજના સમયમાં વ્યક્તિઓ વારંવાર બીમાર પડતા હોય છે અને વ્યક્તિઓને કોઈપણ પ્રકારની નાની-મોટી બીમારી થાય કે તરત જ વ્યક્તિઓ ડૉક્ટર પાસે જવાનું પસંદ કરતા હોય છે. આજના સમયમાં નાના બાળકોને પણ કોઈ પણ નાની મોટી સમસ્યા થાય કે તરત જ લોકો ડોકટર પાસે દોડી જતા હોય છે. પરંતુ જો બાળકને યોગ્ય રીતે ઊંઘ આપવામાં આવે અને પૂરતો આરામ આપવામાં આવે તો બાળકો આવી નાની-મોટી સમસ્યાથી બચી શકે છે.

શરૂઆતના સમયમાં બાળકોની સુવાની રીત એકદમ વિચિત્ર હોય છે. બાળકોના સુવા તથા ઉઠવાનો કોઈ સમય ફિક્સ હોતો નથી. જેથી કરીને નવજાત બાળકોને વિવિધ પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. પરંતુ આવી પરિસ્થિતિમાં તમારે પરેશાન થવાની જરૂર નથી. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ બે એવા કારગર ઉપાય કે જેના દ્વારા તમારા બાળકો પણ ખૂબ આરામથી ઊંઘી શકશે અને કાયમી માટે સ્વસ્થ રહી શકશે.

સામાન્ય રીતે નાના બાળકો ક્યારે આરામથી બેસતા નથી તે બને ત્યાં સુધી ઉછળકૂદ કર્યા કરતા હોય છે, અને બાળકોના ઊંઘ માટે તેને શાંત કરવા જરૂરી હોય છે. સામાન્ય રીતે જ્યારે મસ્તિષ્કની અંદરથી અમુક પ્રકારના હોર્મોન્સનો સ્ત્રાવ થાય છે ત્યારે જ વ્યક્તિને ઊંઘ આવે છે. પરંતુ બાળકની અંદર મગજ માંથી આવા હોર્મોન્સ ખૂબ ઓછી માત્રા ની અંદર ઉત્પન્ન થાય છે. જેથી કરીને તે યોગ્ય રીતે ઊંઘી શકતા નથી. જેથી કરીને બાળકોને અનેક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. આ પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે તમે આ ઉપાયો અપનાવી શકો છો.

કેમોમાઇલ ગ્રાસ

કેમોમાઇલ ગ્રાસ બાળકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તેની અંદર બાળકોની ન શાંત કરવાનો ગુણ હોય છે. તેની અંદર એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. જે બાળકના મગજને શાંત કરે છે. જેથી કરીને બાળક વધુ સારી રીતે ઊંઘ લઈ શકે છે..આ ઉપરાંત બાળકને પાચનતંત્રને લગતી સમસ્યાઓ દૂર કરવા માટે પણ આ ઉપયોગી સાબિત થાય છે. આ પ્રાકૃતિક ઔષધી તમને કોઈપણ દુકાને મળી શકશે.

મેલાટોનિન

જ્યારે બાળકોના શરીરની અંદર પૂરતા પ્રમાણમાં મેલાટોનિન નામનું દ્રવ્ય ઉત્પન્ન નથી થતું, ત્યારે બાળકોને ઊંઘ ઓછી આવવાની સમસ્યા ઉત્પન્ન થાય છે. બાળકોના મસ્તિષ્ક ની અંદર આ મેલાટોનિન નું ઉત્પાદન થતું હોય છે. પરંતુ તેની ઊણપના કારણે બાળકોને વિવિધ પ્રકારની સમસ્યાઓ સર્જાતી હોય છે. બાળકોના શરીરમાં ઉત્પન્ન થતા આ મેલાટોનિન અને યોગ્ય દવાઓ દ્વારા નિયંત્રણમાં કરી શકાય છે. જેથી કરીને બાળકો યોગ્ય રીતે ઊંઘ લઇ શકે.

મેલિસા

મેલિસા એ બાળકોને સારી ઊંઘ અપાવવા માટે ખૂબ ઉપયોગી ઔષધિ છે. તેની સાથે તમે લેમન ટી નો પણ ઉપયોગ કરી શકો છો. આ વસ્તુનું સેવન કરવાના કારણે બાળકોને ખૂબ સારી રીતે ઊંઘ આવે છે. જેથી કરીને બાળકોને યોગ્ય આરામ મળે છે, અને બાળક કાયમી માટે સ્વસ્થ રહી શકે છે આ ઔષધીનો ઉપયોગ કરતાં પહેલાં યોગ્ય ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

બાળકોને નહીં થાય સૂવામાં પરેશાની

સામાન્ય રીતે જોવામાં આવે તો જ્યારે એક વખત બાળકોનું સુવાનું રૂટીન યોગ્ય રીતે ગોઠવાઈ જાય છે ત્યારબાદ બાળકોને સૂવામાં કોઈપણ જાતની સમસ્યા ઉત્પન્ન થતી નથી. બને ત્યાં સુધી રાત્રે બાળકને સૂતી વખતે એકદમ આરામદાયક કપડાં પહેરાવવાં બાળકને રાત્રે સૂતી વખતે તમે ગરમ દૂધ પણ આપી શકો છો. જેથી કરીને તેને ખૂબ સારી ઊંઘ આવે. વધુ પ્રકાશ ની અંદર બાળકોને સારી ઊંઘ આવતી નથી. આથી બાળકોના સૂવાની જગ્યા એ બને ત્યાં સુધી ઓછો પ્રકાશ પડે તેવી વ્યવસ્થા કરો.

આમ આ પ્રકારના ઉપાય દ્વારા તમે પણ બાળકોને ખૂબ સારી રીતે સુવડાવી શકો છો. જેથી કરીને તેને યોગ્ય આરામ મળે અને તે વારંવાર થતી અનેક પ્રકારની બીમારીઓથી દૂર રહી શકે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

BORN PEDIA દ્વારા હેલ્થને લગતા બીજા આર્ટીકલ વાંચવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here