કમરનો દુઃખાવો આ કારણે થાય છે, કમરના દુઃખાવાને જડ મૂળમાંથી દુર કરવાનો આસાન ઘરેલું ઉપચાર

0
26386
કમરનો દુઃખાવો દુર કરો આ 5 આસાન ઉપાયોથી

કમરનો દુઃખાવો કરો દુર આ 5 આસાન ઘરેલું ઉપચારોથી

મોટી ઉંમરે ઘણા બધા પ્રકારની શારીરિક બીમારીઓ આવતી હોય છે. જેમાં અમુક ખુબ જ ભયાનક સાબિત થઇ શકે છે તે છે કમરનો દુઃખાવો. આપણી રોજ બરોજની જીંદગી એવી થઇ ગઈ છે કે યુવાનોમાં પણ આ પ્રશ્ન હવે જોવા મળે છે. પરંતુ મોટી ઉંમરના લોકો અને સ્ત્રીઓને તો આ સમસ્યા હોય જ છે. આ એક એવી સમસ્યા છે જે વર્ષો સુધી રહે છે અને તેનાથી છૂટકારો મેળવવો એ એક પ્રશ્ન બની જાય છે.

પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણકે અમે એવો સચોટ ઉપાય લઈને આવ્યા છીએ જેનો પ્રયોગ કરવાથી કમરનો દુઃખાવો કાયમ માટે જતો રહેશે.

કમરના દુઃખાવાના મુખ્ય કારણો

શરીરનું વજન વધવાથી

જો તમારા શરીરનું વજન વધી ગયું હોય તો તમને કમર દર્દની સમસ્યા થઇ શકે છે કારણકે તમારા શરીરનો અડધા કરતા વધારે ભાર તમારી કમર પર પડતો હોય છે.

► ભારે વજન ઉપાડવાથી

ભારે વજન ઉપાડવાથી પણ આ સમસ્યા થઇ શકે છે. તેથી આપનામાં જેટલી ક્ષમતા હોય તેટલું જ વજન ઉપાડવું.

ખોટી રીતે સુવાથી

જયારે પણ તમે એવી પોઝીશનમાં સુતા હોય જેનાથી બીજા દિવસે ઉઠતાં જ શરીર દુઃખવા માંડે છે. તેનાથી પણ કમરનો દુઃખાવો શરુ થઇ શકે છે.

ખોટી રીતે ઉભા થવાથી અથવા નીચે નમવાથી

રોજબરોજના જીવનમાં આપણે ઘણી વાર એવી રીતે બેસતાં અથવા ઉભા થતાં હોઈએ છીએ જેનાથી આપણી કમર પર ભાર પડતો હોય છે અને પરિણામે કમરનો દુઃખાવો શરુ થઇ જતો હોય છે.

► માંસપેશીઓમાં ખેંચાણ

ઘણી વાર તમે એવું કામ કરતા હોવ છો જે સામાન્ય રીતે નથી કરતા હોતા. ઉતાવળમાં કરેલા કામને કારણે પણ માંસપેશીઓમાં દબાણ આવતું હોય છે અને આ ખેંચાણ અંતે કમર દર્દનું કારણ બની જાય છે.

કમર દર્દના ઘરેલું ઉપાયો

સરસવનું તેલ અને લસણનો પ્રયોગ

જો તમને કમરના દુઃખાવાની સમસ્યા કાયમ રહેતી હોય તો સરસવનું તેલ અને લસણનો પ્રયોગ એ કમરના દુઃખાવા માટે અકસીર ઈલાજ છે. તેના માટે 3 થી 5 ચમચી સરસવનું તેલ અને પાંચ લસણની કળીને એકસાથે ગરમ કરો. જ્યાં સુધી આ લસણની કળીઓ કાળી ન પડી જાય ત્યાં સુધી ગરમ કરો. ત્યારબાદ તેને ઠંડુ પડવા દો. ઠંડુ પડ્યા બાદ દુઃખાવા વાળી જગ્યા પર માલીશ કરો. દરરોજ સુતી વખતે આ કામ કરો. થોડા જ સમયમાં કમરનો દુઃખાવો જડથી નાબુદ થઇ જશે.

ગરમ પાણીનો શેક કરો

જો તમને ખુબજ કમરમાં દુઃખતું હોય તો ગરમ પાણીના શેક કરવાથી પણ આ દુઃખાવો દુર થાય છે.

અજમો

અજમો કમરના દુઃખાવા માટે ખુબજ સારી દવા છે. અડધી ચમચી અજમો લઈને તવા પર થોડો ગરમ કર્યા બાદ તેને ઠંડો થવા ડો. ત્યારબાદ તેને ચાવી ચાવીને ખાઈ જાવ અને તેની ઉપર 1 ગ્લાસ પાણી પી જાવ. આ પ્રયોગ સતત 7 દિવસ કરવાથી 100% કમરના દુઃખાવામાં રાહત મળે છે.

ગરમ મીઠાનો શેક

ગરમ મીઠાનો શેક એ કમર દર્દ માટે અગત્યનો ઉપાય છે. મીઠાને થોડું ગરમ કરી એક કપડા અથવા ટુવાલમાં નાખીને શેક કરવો.

ગરમ અને ઠંડુ

ગરમ અને ઠંડુ એટલે કે પહેલાં ગરમ પાણીથી શેક કરવો અને ત્યારબાદ તે જગ્યા પર બરફ લગાવવો.

કમરનો દુઃખાવો દુર કરો આ 5 આસાન ઉપાયોથી

મિત્રો આ લેખ વાંચ્યા પછી અમને આશા છે કે તમને કમરના દુઃખાવામાં અવશ્ય રાહત મળી હશે. કમરનો દુઃખાવો એ એવી સમસ્યા છે કે એક વાર દુર થયા પછી પણ જો બરાબર કાળજી ન લેવામાં આવે તો ફરી થઇ શકે છે.

તમારા સગા સંબંધી અથવા મિત્રોને આ પ્રકારની સમસ્યા હોય તો આપ આ લેખ શેર કરી શકો છો. ખુબ મોટી સેવા ગણાશે જો આ લેખ તમે જરૂરીયાતમંદ વ્યક્તિ સુધી પહોંચાડી શકો તો..

આવા બીજા લેખ સૌથી પહેલાં વાંચવા માટે અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અમારી વેબસાઈટ. આભાર..

અવનવી વિશેષ માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here