શરીરમાં છે કેલ્શિયમની ઉણપ, જાણો તેના લક્ષણો અને ઉપાય.

0
9438

કેલ્શિયમ એ શરીર માટે જરૂરી પોષક તત્વો માં એક છે. કેલ્શિયમ એ કોઈપણ વ્યક્તિના શરીરના વિકાસ માટે સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તમારા શરીરના હાડકા અને દાંત ની મજબૂતી માટે કેલ્શીયમ સૌથી વધુ જરૂરી પોષક તત્વો માનવામાં આવે છે. દરેક વ્યક્તિને દિવસ દરમિયાન યોગ્ય માત્રામાં કેલ્શિયમ ની જરૂર પડતી હોય છે. કોઈપણ સ્વસ્થ મનુષ્યને એક દિવસ દરમિયાન 1000 થી 1200 મિલિગ્રામ કેલ્શિયમની જરૂર પડે છે. જ્યારે ગર્ભવતી મહિલાઓને એક દિવસમાં ૧૨૦૦ થી ૧૩૦૦ મિલિગ્રામ કેલ્શિયમ ની જરૂર પડે છે.

આજના સમયમાં બદલાતી જતી ખાણીપીણીના ટેવના કારણે લોકોને કેલ્શિયમની ઉણપ સર્જાતી જાય છે. સામાન્ય રીતે વૃદ્ધ વ્યક્તિઓને કેલ્શિયમની ઉણપ વધુ હોય છે. પરંતુ આજના સમયમાં યુવાન વ્યક્તિઓ થી માંડી બાળકોને પણ કેલ્શિયમની ઊણપ સર્જાતી હોય છે. વધતી ઉંમરની સાથે સાથે વ્યક્તિઓ નું પાચનતંત્ર કમજોર થતું જાય છે. સામાન્ય રીતે ૩૦ વર્ષ પછી કોઇપણ વ્યક્તિના શરીરની અંદર જેટલા માત્ર આની અંદર કેમ લેવામાં આવે છે, તે બધું જ કેલ્શિયમ શરીરની અંદર જતું નથી.

જેથી કરીને લોકોને શરીરની અંદર કૅલ્શિયમની ઊણપ સર્જાતી હોય છે. જ્યારે વ્યક્તિઓના શરીરની અંદર કેલ્શિયમની ઉણપ સર્જાય છે, ત્યારે તેને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કેલ્શિયમ ની ઉણપ ના લક્ષણો અને તેને દૂર કરવા માટેના અમુક ઉપાય.

કેલ્શિયમની ઉણપ ના લક્ષણો

હાડકામાં કમજોરી

હાડકા બનાવવા માટે કેલ્શિયમ સૌથી અગત્યની વસ્તુ છે, અને જો શરીરની અંદર કૅલ્શિયમની ઊણપ સર્જાય તો તમારા હાડકા ની અંદર કમજોરી આવતી જાય છે. જેથી કરીને વારેવારે ફ્રેક્ચર થવાની અને હાડકાંની અંદર દુખાવો થવાની સમસ્યા ઉત્પન્ન થાય છે.

માંસપેશીઓની અંદર ખીચાવ

શરીરની અંદર કેલ્શિયમની ઉણપ સર્જાવાના કારણે તમારા માંસપેશીઓની અંદર વધુ પડતો સ્ટ્રેસ પડે છે. જેથી કરીને તેની અંદર ખેંચાણ ઉત્પન્ન થાય છે.

નખ કમજોર થવા

જો શરીરની અંદર પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ ન મળતું હોય તો તેની સીધી જ અસર તમે તમારા નખમાં જોઈ શકો છો, અને તમારા નખ એકદમ ફિક્કા બની જતા હોય છે. સાથે સાથે શરીરમાં કેલ્શિયમની ઊણપના કારણે તમારા નખ એકદમ કમજોર બની જાય છે. જેથી કરીને તે તરત જ તૂટી જતા હોય છે.

દાંતમાં દુખાવો

મોટેભાગે જ્યારે શરીરમાં કેલ્શિયમની ઉણપ સર્જાય છે. ત્યારે મોટાભાગના લોકોના દાંતમાં દુખાવો થાય છે અને દાંતની અંદર કવારો પણ થતો હોય છે. આ ઉપરાંત શરીરમાં કેલ્શિયમની ઉણપ સર્જાવાને કારણે વ્યક્તિઓ વારેવારે થાકી જતા હોય છે.
જે વ્યક્તિઓના શરીરની અંદર કેલ્શિયમની ઊણપ સર્જાતી હોય છે. તેવા વ્યક્તિઓ ખૂબ ઝડપથી બીમાર પડી જતા હોય છે. તે વ્યક્તિના શરીરમાં પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ ન હોય તેવા વ્યક્તિઓ કોઈ પણ વાયરલ બીમારીની ચપેટમાં આવી જતા હોય છે.


કેલ્શિયમની કમી દૂર કરવાના ઘરેલુ ઉપાય

આદુવાળી ચા

એક કપ જેટલા પાણીની અંદર એક ઈંચ આદુનો ટુકડો ઉમેરી અને પાણીને બરાબર ઉકાળી લો. અને ત્યારબાદ આ પાણીનું સેવન કરવાથી તમારા શરીરને જરૂરી એવું કેલ્શિયમ મળી રહેશે.


જીરૂનું પાણી

એક ગ્લાસ પાણી ની અંદર એક ચમચી જેટલું જીરું આખી રાત પલાળી રાખો અને ત્યારબાદ સવારમાં તેને ઉકાળીને પી જાવ.

તલ

દરરોજ બે ચમચી જેટલા શેકેલા તલનું સેવન તમારા શરીરની અંદર જરૂરી કેલ્શિયમ પૂરું પાડે છે.

 

રાગી

અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વખત રાગી માંથી બનેલી ઈડલી ખાવામાં આવે તો તેના કારણે તમારા શરીરને પર્યાપ્ત માત્રામાં કેલ્શિયમ મળી રહે છે.

અંજીર અને બદામ

એક ગ્લાસ પાણીમાં ચાર બદામ અને બે અંજીરને આખી રાત પલાળી રાખી સવારમાં તેનું સેવન કરવાથી શરીર ને જરૂરી એવું કેલ્શિયમ મળી રહે છે.

લીંબુ પાણી

દરરોજ સાંજે એક ગ્લાસ લીંબુ પાણી પીવાથી તમારા શરીરને કેલ્શિયમ મળી રહે છે.

સવારનો કૂણો તડકો

દરરોજ સવારમાં આઠ વાગ્યાની આસપાસ અંદાજે ૧૦ મિનિટ સુધી તડકામાં બેસવાથી તમારા શરીરની અંદર પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ ઉત્પન્ન થાય છે.

સોયાબીન

અઠવાડિયામાં એક થી બે વખત સોયાબીનનું સેવન કરવાના કારણે તમારા શરીરને જરૂરી એટલું કેલ્શિયમ મળી રહે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here