આ છોડનું દરેક અંગ દવા છે તે બહાર નીકળેલા પેટને ઓછું કરે છે તો આનું દૂધ જડી ગયેલા વાળને ઉગાડી દે છે.

0
52306

✿ આમ તો આ છોડ દરેક જગ્યાએ જોવા મળે છે પણ તેના ઉપયોગની જાણકારી બહું જ ઓછા લોકોને હોય છે તો અહીં તમને આ છોડના ઉપયોગની જાણકારી આપવામાં આવી છે. આકડાના છોડ સૂકી અને ઉંચી જમીનમાં બધે જ જોવા મળે છે.

✿ આ વનસ્પતિ માટે સાધારણ સમાજમાં એવી માન્યતા ફેલાયેલી છે કે આકડાનો છોડ ઝેરી હોય છે અને તે મનુષ્ય માટે પણ ઘાતક છે.તેમાં થોડું સત્ય જરૂર છે કારણ કે આયુર્વેદ સહિંતાઓમાં પણ તેની ગણતરી ઉપવિષોમાં કરવામાં આવી છે. જો તેનું સેવન વધારે પ્રમાણમાં કરવામાં આવે તો, ઉલટીના કારણે વ્યક્તિ યમરાજના ઘરે પહોંચી શકે છે.

✿ આનાથી વિરુદ્ધ જો આકડાનું સેવન યોગ્ય પ્રમાણમાં, યોગ્ય રીતે, ચતુર વૈદની દેખરેખ હેઠળ કરવામાં આવે તો તેનાથી અનેક રોગોના મોટો ફાયદો થાય છે.તેનું દરેક અંગ દવા છે,દરેક ભાગ ઉપયોગી છે તથા તે સૂર્યની સમાન તિક્ષ્ણ, તેજસ્વી અને પારાની જેમ ઉત્તમ અને દિવ્ય રસાયણ ધર્મ પણ તેમાં છે.

તેનું રૂપ,રંગ અને ઓળખ :

✿ આ છોડ એક ઔષધીય છોડ છે.તેને મદાર,મંદાર, આક,અર્ક પણ કહે છે.તેનું વૃક્ષ નાનું અને પહોળું હોય છે. પાન પીપળાના પાનની જેમ મોટા હોય છે. સફેદ પણ પાકવા પર પીળા રંગના થઈ જાય છે.

✿ તેનું ફૂલ નાનું, સફેદ અને પહોળું હોય છે. ફૂલ પર રંગીન પટ્ટા હોય છે. ફળ કેરી જેવાં હોય છે જેમાં રૂ હોય છે. આકડાની ડાળીઓ માંથી દૂધ નીકળે છે. આ દૂધ ઝેરનું કામ કરે છે. આકડો ગરમીના દિવસોમાં રેતાળ ભૂમિમાં જોવા મળે છે. ચોમાસામાં વરસાદ પડવાથી તે સુકાય જાય છે.

તેના 9 અદ્દભુત ફાયદા :

❀ આંકડાના છોડના પાનને ઊંધું કરીને પગના તળિયે લગાવી મોજાં પહેરી લો. સવારે અને આખો દિવસ રહેવા દો રાત્રે સૂતી વખતે કાઢી નાંખો. એક અઠવાડિયામાં તમારું સુગર લેવલ સામાન્ય થઈ જશે. સાથોસાથ બહાર નીકળેલું પેટ પણ ઓછું થઈ જશે.

❀ આંકડાનું દરેક અંગ દવા છે, દરેક ભાગ ઉપયોગી છે. તે સૂર્યની જેમ તેજસ્વી, તીક્ષ્ણ અને પારાની સમાન ઉત્તમ તથા દિવ્ય રસાયણધર્મવાળું છે.ક્યાંક ક્યાંક તેને ‘વનસ્પતિ પારદ ‘ પણ કહે છે.આકડાના કોમળ પાનને મીઠા તેલમાં બાળીને અંડકોષના સોજા પર બાંધવાથી તે સોજો દૂર થાય છે તથા કડવા તેલમાં પાનને બાળીને ગરમીના ઘા પર લગાડવાથી તે ઘા સારો થઈ જાય છે.

❀ આના કોમળ પાનના ધુમાડાથી બવાસીર શાંત થઈ જાય છે. આકડાના પાનને ગરમ કરી બાંધવાથી ઘા સારો થઈ જાય છે. સોજો દૂર થાય છે. આકડાની ડાળીઓના ચૂર્ણમાં કાળું મરચું ભેળવી દો અને તેની નાની નાની ગોળીઓ બનાવીને ખાવાથી ઉધરસ દૂર થાય છે.

❀ આંકડાની ડાળીઓની રાખમાં કડવું તેલ ભેળવી લગાડવાથી ખંજવાળ દૂર થાય છે. આકડાની સૂકી ડાળી લઈ તેને એક બાજુથી સળગાવી તેનો ધુમાડો નાક દ્વારા ખેંચવાથી માથાનો દુઃખાવો તરત દૂર થઈ જાય છે.

❀ આંકડાના પાનને પાણીમાં રાખી તે પાણીનું નાસ લેવાથી બવાસીર દૂર થાય છે. આકડાની ડાળીના ચૂર્ણને ગરમ પાણી સાથે પીવાથી ગરમીના રોગો દૂર થાય છે. ગરમીના ઘા પણ તેનાથી દૂર થાય છે. આકડાના ઉકાળાથી જ ઘા સાફ કરવો.

❀ આંકડાના પાનને પાણીમાં ઘસીને લગાડવાથી નખના રોગ દૂર થાય છે.આકડાની ડાળીને છાયામાં સુકવીને તેને પીસી લો પછી તેને ગોળ સાથે મેળવીને ખાવાથી શીતળ જ્વર શાંત થાય છે

❀ આંકડાની ડાળી 2 સેર લઈ તેને 4 સેર પાણીમાં ઉકાળો અને જ્યારે પાણી અડધું થઈ જાય ત્યારે ડાળી કાઢી લો. પછી તેમાં 2 સેર ઘઉં નાખી દો. પછી તેને સૂકવીને તેનો લોટ બનાવી તેની બાટી ક રોટલી બનાવી તેને ગોળ અને ઘી સાથે ખાવાથી ગાંઠ દૂર થાય છે.21 દિવસમાં ગાંઠ સારી થઈ જાય છે.

❀ આંકડાના દૂધને પગના અંગુઠા પર લગાડવાથી દુઃખતી આંખ સારી થઈ જાય છે. બવાસીરના મસ્સા પર લગાડવાથી મસ્સા દૂર થાય છે. ઘા લાગવા પર તે શાંત થઈ જાય છે.

❀ જ્યાં વાળ ખરી ગયા હોય ત્યાં આકડાનું તેલ લગાવાથી વાળ ઉગી જાય છે. પરંતુ ધ્યાન રાખો કે આ દૂધ આંખોમાં ન જાય નહીં તો આંખો ખરાબ થઈ જાય છે.ઉપર આપેલા દરેક ઉપાય અપનાવતા પેલા સાવધાની રાખવી.

આવા બીજા લેખ સૌથી પહેલાં વાંચવા માટે અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અમારી વેબસાઈટ. આભાર..

નોધ: આ લેખની copy કરવી નહીં.

અવનવી વિશેષ માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here