ફણગાવેલા ચણાની અંદર છુપાયેલા છે તમારા સ્વાસ્થ્યના 15 આવી અનેક બીમારીઓને કરશે દૂર

0
6615

નમસ્કાર મિત્રો, આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ફણગાવેલા ચણા ખાવાના કારણે થતા ફાયદાઓ વિશે. ચણા શરીર માટે તાકાત વર્ધક અને ભોજનની રુચિ વધારનાર હોય છે. આયુર્વેદ ની અંદર ચણાને અને ચણાની દાળ ને આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી ગણવામાં આવ્યું છે. ચણાનું સેવન કરવાના કારણે અનેક પ્રકારના રોગ ઠીક થઈ શકે છે. તેમાં પણ જો ફણગાવેલા ચણા ખાવામાં આવે તો તે વધુ પૌષ્ટિક હોય છે. ફણગાવેલા ચણા ની અંદર પ્રોટીન, ફાઇબર, મિનરલ્સ અને વિટામિન્સ હોય છે, જે તમારા શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ સાબિત થાય છે.

ચણા ફણગાવવા માટે સૌપ્રથમ એક મુઠ્ઠી જેટલા ચણા ને માટીના વાસણ ની અંદર રાખી લઇ અને તેમાં પાણી ભરી દો. ત્યારબાદ આખી રાત ચણાને આ પાણીની અંદર પલડવા દો. ત્યારબાદ તેને થોડીવાર રહેવા દેવાથી તેની અંદર અંકુર ફૂટે છે. હવે આ જણાને ધીમે ધીમે ચાવી-ચાવીને ખાવા થી આપણને અનેક પ્રકારના ફાયદા થાય છે. તમે ચણા પલાળવા માટે ઉપયોગમાં લીધેલા પાણી ને પણ પી શકો છો. તે પણ ખૂબ જ ગુણકારી સાબિત થાય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે ફણગાવેલા ચણા ખાવાના કારણે તમારા સ્વાસ્થ્યને કયા પ્રકારના ફાયદા થાય છે.

 

ફણગાવેલા ચણા ખાવાના ફાયદા

■કબજિયાતને દૂર કરશે

 

જે લોકોને વારંવાર કબજિયાતની સમસ્યા થતી હોય તેવા લોકો જો ફણગાવેલા ચણા ખાશે તો તેના કારણે તેના શરીરમાં ભરપૂર માત્રામાં ફાઈબર મળશે. જો દરરોજ એકથી બે મુઠી જેટલા ફણગાવેલા ચણા ખાવા માં આવે તો તેના કારણે તેને જૂનામાં જૂની કબજિયાતની સમસ્યા હોય તો તે દૂર થઈ જાય છે. ફણગાવેલા ચણા ની અંદર મધ અને અંજીર અથવા તો ઘઉંના લોટમાં ફણગાવેલા ચણા નાખીને તેની રોટલી ખાવાથી પણ કબજિયાતની સમસ્યા દૂર થઈ જાય છે.

■ બીમારીઓથી બચવા

ફણગાવેલા ચણા ની અંદર માત્રામાં વિટામિન્સ અને વિવિધ પ્રકારના મિનરલ્સ હોય છે. જે શરીરને કોઈ પણ પ્રકારની બિમારીથી બચાવી શકે છે. સાથે-સાથે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. જેથી કરીને તમે ગમે તેવા રોગની સામે લડી શકો છો.

■ શરીરની તાકાત વધારવા

ફણગાવેલા ચણા ની અંદર લીંબુ, આદુના ટુકડા, સ્વાદ અનુસાર મીઠું અને થોડી તીખા ની ભૂકી ઉમેરી સવારમાં નાસ્તામાં ખાવામાં આવે તો તેના કારણે તમારા શરીરને તાકાત વધી જાય છે.

■ લોહીની ઉણપ માટે

ફણગાવેલા ચણા ની અંદર ભરપૂર માત્રામાં આયરન હોય છે. આથી તેનું સેવન કરવાના કારણે આપણા શરીરની અંદર હિમોગ્લોબિનની માત્રા વધે છે, અને સાથે સાથે નવું લોહી બને છે જેથી કરીને શરીરમાં લોહીની ઉણપ હોય તો તે પણ દૂર થઈ જાય છે. આ ઉપરાંત જો ડાયાબિટીસની સમસ્યા હોય તો તેમાં પણ છુટકારો મળે.

■ પુરુષ શક્તિ વધારવામાં

જો સવાર સવારમાં ઉઠીને ચાવી-ચાવીને ફણગાવેલા ચણા ખાવામાં આવે તો તેના કારણે વીર્યની વૃદ્ધિ થાય છે, અને સાથે સાથે પુરુષોની શારીરિક શક્તિમાં પણ વધારો થાય છે. જો આવેલા ચણા ખાઈ અને દૂધ પીવામાં આવે તો તેના કારણો વીર્યનું પાતળાપણું પણ દૂર થઈ જાય છે. ફણગાવેલા ચણા નુ સેવન કરવાના કારણે પુરુષોની નપુંસકતા દૂર થાય છે.

■ ત્વચાને સ્વસ્થ રાખવામાં

જો દરરોજ 25 ગ્રામ જેટલા ફણગાવેલા ચણા ખાવામાં આવે તો તેના કારણે તમારી ત્વચાની દરેક સમસ્યાઓ દૂર થઈ જાય છે. સાથે સાથે તમારી ત્વચા એકદમ ચમકદાર બને છે.

■ વજન વધારવામાં

ફણગાવેલા ચણા ખાવાના કારણે શરીરને પૂરતા પ્રમાણમાં કેલરી મળી રહે છે, અને સાથે-સાથે પૂરતા પ્રમાણમાં પ્રોટીન પણ મળે છે. જેથી કરીને શરીરનો વજન વધારવામાં મદદરૂપ સાબિત થાય છે.

■ કિડનીને સ્વસ્થ રાખવામાં

ચણા ની અંદર ભરપૂર માત્રામાં ફોસ્ફરસ હોય છે જે શરીરની અંદર હિમોગ્લોબીન ની માત્રા તો વધારે છે, અને સાથે સાથે શરીરમાં રહેલા વધારાના ઝેરી તત્વોને બહાર ફેંકી દે છે. જેથી કરીને આપણી કિડની કાયમી માટે સ્વસ્થ રહે છે. ફણગાવેલા ચણા ની સાથે ગોળ ખાવા માં આવે તો વારંવાર પેશાબ જવાની સમસ્યા હોય તો તે ઠીક થઇ જાય છે.

■ માતાના સ્તનમાં દૂધ વધારવા

જો માતા પોતાના બાળકને દૂધ પીવડાવતી વખતે તેને પૂરતા પ્રમાણમાં દૂધ ન આવતું હોય તો અંદાજે ૫૦ ગ્રામ જેટલા કાબુલી ચણાને રાત્રે દૂધની અંદર પલાળી સવારે સેવન કરવામાં આવે અને તે દૂધને ગરમ કરી અને પી લેવામાં આવે તો સ્તનની અંદર દૂધમાં વધારો થાય છે.

■ ડાયાબિટીસની સમસ્યા

50 ગ્રામ જેટલા ચણાને દૂધની અંદર પલાળી અને સવારે તેનું સેવન કરવામાં આવે તો તેના કારણે શરીરની અંદર સુગરનું લેવલ જળવાઈ રહે છે, અને ડાયાબિટીસની સમસ્યામાંથી છુટકારો મળે છે.

■ અસ્થમાના દર્દીઓ માટે

જો રાત્રે પલાળેલા ચણાને સવારમાં ખાવામાં આવે તો તેના કારણે અસ્થમાના દર્દીઓને ખૂબ ફાયદો થાય છે. આ ઉપરાંત ૧૫૦ ગ્રામ શેકેલા ચણા અને ૧૫૦ ગ્રામ જેટલા ગુન્દને અલગ અલગ પીસી લઈ તેનું ચૂર્ણ બનાવી દિવસમાં ત્રણથી ચાર વખત બેથી ત્રણ ચપટી જેટલું લેવાના કારણે શ્વાસના રોગમાં ફાયદો થાય છે.

જો તમે કોઈ ઘરેલું ઉપચાર જાણતા હોય તો અમને અચૂક જણાવો મેસેજ દ્વારા અથવા મેઈલ bornpedia@gmail.com પર.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here