સવારમાં ખાલી પેટે ખાવ પાંચ પલાળેલી બદામ, પછી જુઓ કમાલ

0
30659

બદામ એક ડ્રાયફ્રુટ છે અને મોટે ભાગે તે પર્વતીય વિસ્તારની અંદર થાય છે. આપણને દરેક લોકોને ખબર છે કે બદામ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. બદામની અંદર અનેક પ્રકારના પોષક તત્વો હોય છે જે આપણા શરીરને કાયમ માટે સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે ઉપયોગી સાબિત થાય છે. જો બદામને દરરોજ રાત્રે પાણીની અંદર પાલડી દેવામાં આવે અને ત્યારબાદ સવારે ઉઠ્યા બાદ ભૂખ્યા પેટે તેનું સેવન કરવામાં આવે તો તેના કારણે આપણા શરીરને અનેક પ્રકારના ફાયદા થઈ શકે છે.

ગુણોની દૃષ્ટિએ વાત કરવામાં આવે તો સામાન્ય રીતે બદામ ગરમ, ચીકણી, વીર્યવર્ધક અને કફ અને વાત વિનાશક છે. ઘણા લોકો બદામને કાચે કાચી સીધી જ ખાવાનું પસંદ કરતા હોય છે. પરંતુ જ્યારે બદામને સીધી ખાવામાં આવે ત્યારે બદામ ની અંદર ટેનિન નામનું એક દ્રવ્ય હોય છે, જે બદામ ની અંદર રહેલા પોષક તત્વોને આપણા શરીરની અંદર શોષતા અટકાવે છે. પરંતુ જ્યારે બદામને પાણીની અંદર પલાળવામાં આવે છે ત્યારે બદામની અંદર રહેલું ટેનિન નામનું દ્રવ્ય પાણી સાથે ભળી જાય છે. જેથી કરીને જ્યારે પાણીમાં પલાળેલી બદામ સવારમાં ભૂખ્યા પેટે ખાવામાં આવે કે તરત જ બદામ ની અંદર રહેલા બધા જ પોષક તત્વો આપણા શરીરમાં સીધા જ પહોંચી જાય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે પાણીમાં પલાળેલી બદામ ખાવાના કારણે આપણા સ્વાસ્થ્યને કયા પ્રકાર ના ફાયદા થાય છે.

ડાયાબિટીસ

બદામનું સેવન કરવાના કારણે આપણા શરીરની અંદર બ્લડ શુગરનું લેવલ જળવાઈ રહે છે. જેથી કરીને ડાયાબિટીસની સમસ્યા વાળા લોકો માટે બદામ એક સર્વશ્રેષ્ઠ ઔષધ સાબીત થઈ શકે છે.

વધતી ઉંમરની નિશાનીઓ કરશે દૂર

પલાળેલી બદામ ની અંદર ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડેન્ટ ગુણ હોય છે, જે તમારી ત્વચાને કાયમી માટે સ્વસ્થ અને ચમકદાર રાખવામાં મદદરૂપ સાબિત થાય છે. આથી પલાળીને બદામનું સેવન કરવાના કારણે તમારા ચહેરા પર વધતી જતી ઉંમરની નિશાનીઓ ઓછી થઈ જાય છે.

હદયની બીમારીમાં

પલાળેલી બદામ ખાવાના કારણે આપણા શરીરની અંદર જમા થયેલું કોલેસ્ટ્રોલ દૂર થઈ જાય છે. જેથી કરીને આપણા શરીરની અંદર વધારાની ચરબી હોય તે દૂર થઈ જાય છે, અને આથી જ આપણા શરીરની અમુક નસો બ્લોક થતી અટકી જાય છે. જેથી કરીને આપણુ હૃદય કાયમી માટે સ્વસ્થ રહે છે, અને આપણે કાયમી માટે હદય ને લગતી બીમારીઓથી દૂર રહી શકીએ છીએ.

કેન્સર

પલાળેલી બદામ ની અંદર અમુક પ્રકારના એવા તત્વ હોય છે જે તમારા શરીરની અંદર થયેલી કેન્સરની ગાંઠને વધતી અટકાવે છે.

હેલ્ધી સ્કિન માટે

રાત્રે પાણીમાં પલાળેલી બદામ નુ સેવન કરવાના કારણે આપણી સ્કિન કાયમી માટે હેલ્ધી રહી શકે છે. કેમકે, પલાળેલી બદામ ની અંદર ભરપૂર માત્રામાં વિટામિન ઈ હોય છે જે આપણા સ્કિનને લગતી સમસ્યાઓમાં મદદરૂપ સાબિત થાય છે અને આપણી સ્કિન ને કાયમી માટે હેલ્ધી રાખે છે.

મસલ્સ મજબૂત બનાવવા

પલાળેલી બદામ ની અંદર ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે જે તમારા શરીરને પ્રોટીન ની જરૂરી માત્રા પ્રદાન કરે છે અને તમારા મસલ્સને એકદમ મજબૂત બનાવે છે.

પ્રેગનેન્સીમાં

બદામની અંદર ભરપૂર માત્રામાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. જે મહિલાઓને પ્રેગ્નેન્સી દરમિયાન ખુબ ઉપયોગી સાબિત થાય છે. આથી જ મહિલાઓ પલાળેલી બદામનું સેવન કરે તો તેના કારણે તેને અનેક પ્રકારના ફાયદાઓ થઈ શકે છે.

ઇન્ફર્ટિલિટી

પલાળેલી બદામ ની અંદર ફોલિક એસિડ નામનું તત્વ હોય છે જે તમારા શરીરની અંદર રહેલી ઇન્ફર્ટિલિટી ને વધારવામાં મદદરૂપ સાબિત થાય છે.

પાચન શક્તિ વધારવા માટે

બદામ ની અંદર ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે અને આથી જ સવારમાં ભૂખ્યા પેટે જ્યારે પલાળેલી બદામનું સેવન કરવામાં આવે તો તેના કારણે આપણને કબજિયાતની સમસ્યામાંથી છુટકારો મળે છે અને આપણી પાચનશક્તિ વધે છે. જેથી કરીને આપણે પેટને લગતા અનેક પ્રકારના રોગમાંથી છુટકારો મળે છે.

મજબૂત દાંત માટે

પલાળેલી બદામ ની અંદર ભરપૂર માત્રામાં ફોસ્ફોરસ નામનુ તત્વ હોય છે. જે તમારા દાંતને મજબૂત કરવા માટે ઉપયોગી સાબિત થાય છે. સાથે સાથે તે તમારા મોં ને લગતી અનેક પ્રકારની સમસ્યાઓ દૂર કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે.

યાદ શક્તિ વધારવા

10 ગ્રામ જેટલી બદામને પાણીની અંદર રાત્રે પલાળીને સવારે તેની છાલ ઉતારી અને 12 ગ્રામ જેટલા માખણ અને મિસરી ની અંદર ભેળવી બે મહિના સુધી ખાવામાં આવે તો તેના કારણે કોઈ પણ બાળકની યાદ શક્તિ વધી જાય છે. સાથે સાથે મગજને કોઈ પણ પ્રકારની કમજોરી હોય તો તે પણ દૂર થઈ જાય છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here