આ શાકમાં છે દૂધ કરતાં પણ વધુ તાકાત, હાડકાને કરે છે મજબુત.

0
21526

સ્વાસ્થ્ય માટે સરગવાનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે. હાલની ઋતુમાં શાકમાર્કેટમાં વધુ માત્રામાં સરગવો જોઈ શકાય. આમતો સરગવો બારે માસ આવતો હોય છે. પરંતુ આ ઋતુમાં સરગવાનું સેવન ખૂબ ઉપયોગી સાબિત થાય છે. જો સરગવાના શાકનું સેવન કરવામાં આવે તો તેના કારણે તમને અનેક પ્રકારની બીમારીઓથી છુટકારો મળે છે. જો સરગવાની વાત કરવામાં આવે તો તેના મૂળ થી માંડી તેના ફૂલ અને ફળ સુધીની દરેક વસ્તુની અંદર અનેક એવા પોષક તત્વો હોય છે, જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી સાબિત થાય છે.

જો નિયમિત રૂપે સરગવાના શાકનું  સેવન કરવામાં આવે તો તેના કારણે તમારા શરીરની અંદર રહેલી અનેક પ્રકારની બીમારીઓ જેવી કે આંખોની બીમારીઓ, સાઈટીકા, વા, સાંધાના દુખાવા, પાચનતંત્ર અને બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓમાંથી છુટકારો મળે છે. એવું માનવામાં આવે છે કે સરગવાના શાક ની અંદર દૂધ કરતાં પણ વધુ માત્રામાં પોષક તત્વો હોય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ સરગવાના શાકનું સેવન કરવાના કારણે તમારા સ્વાસ્થ્યને થતા ફાયદા વિશે

હાડકાને મજબૂત કરવા

સરગવાની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. આથી જ તેનું સેવન કરવાના કારણે તમારા હાડકા મજબૂત બને છે. એક રિસર્ચ અનુસાર જાણવા મળ્યું છે કે એક ગ્લાસ દૂધ ની અંદર જેટલું કેલ્શિયમ હોય છે તેના કરતાં પણ વધુ કેલ્શિયમ તમને એક સમયના સરગવા ના શાક માંથી મળી રહે છે. બાળકો માટે પણ સરગવાનું શાક ખુબ ઉપયોગી સાબિત થાય છે. સરગવાના શાકનું સેવન કરવાના કારણે બાળકોના હાડકા મજબૂત બને છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક

ડાયાબિટીસના દર્દીઓ માટે સરગવાનું શાક ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. સરગવાના શાકનું સેવન કરવાના કારણે ડાયાબિટીસના દર્દીઓના શરીરની બ્લડ શુગર લેવલ જળવાઈ રહે છે. જેથી કરીને તેને ડાયાબીટીસની સમસ્યામાંથી પણ રાહત મળે છે.

લોહી શુદ્ધ કરવા

સરગવા ના શાક ની અંદર અનેક પ્રકારના પોષક તત્વો હોય છે. તથા તેની અંદર ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. જો સરગવા ના પાન નુ સેવન કરવામાં આવે તો તેના કારણે તમારું લોહી શુદ્ધ થઈ જાય છે. સરગવાના પાનની અંદર ભરપૂર માત્રામાં એન્ટિબાયોટિક એજન્ટ હોય છે. આથી તેના જ્યુસ અથવા તો સૂપનું સેવન કરવામાં આવે તો તેના કારણે તમારા ત્વચાને લગતી દરેક સમસ્યાઓ દૂર થઈ જાય છે

પાચનશક્તિ વધારવા

સરગવાની અંદર ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે જે તમારા પાચનતંત્રને મજબૂત કરવામાં ઉપયોગી સાબિત થાય છે. સરગવાના શાકનું સેવન તમારા આંતરડાને યોગ્ય રીતે સાફ કરી દે છે. સરગવા ની અંદર રહેલું પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ તમારા મેટાબિલિઝમને વધારે છે. જેથી કરીને તમારા પાચનશક્તિમાં વધારો થાય છે અને તમે ખાધેલો ખોરાક આસાનીથી પચી જાય છે.

આમ આ રીતે જો નિયમિત રૂપે સરગવાના શાકનું સેવન કરવામાં આવે તો તેના કારણે તમારા શરીરને જરૂરી એવા પોષક તત્વો અને મોટા પ્રમાણમાં કેલ્શિયમ મળી રહે છે. જે તમારા હાડકાને મજબૂત કરવામાં મદદરૂપ સાબિત થાય છે અને શરીરની અંદર રહેલીઓ સમસ્યાઓને પણ દૂર કરે છે..

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here