ગોળનાં આટલા બધા ફાયદા જાણીને તમે ચોંકી જશો : ડાયાબિટીસના દર્દીઓ માટે ખાસ

0
25084
ગોળ ખાવાના ફાયદા

જો તમારે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું હશે અને સાથે સાથે ગળ્યું પણ ખાવું હશે તો એક જ ઉપાય છે ‘ગોળ’. ઘણા સંશોધન બાદ વિશેષજ્ઞ સંશોધકો એ તારણ પર પહોંચ્યા છે કે દરેક વ્યક્તિએ ગોળનું સેવન કરવું જોઈએ. તે સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક છે. આયુર્વેદનું માનવું છે કે ગોળ શરીરમાં રહેલા એસિડને નષ્ટ કરી દે છે. જયારે ખાંડના સેવનથી એસિડની માત્ર વધી જાય છે. જેનાથી આપણા શરીરમાં રોગ ઉત્પન્ન થાય છે. વૈદ્યની સલાહ અનુસાર નિરોગી શરીર અને દીર્ઘાયુ આયુષ્ય માટે ભોજન બાદ નિયમિત રૂપે 20 ગ્રામ ગોળ ખાવો જોઈએ. પ્રાચીન સમયથી જ ગોળને અમૃત માનવામાં આવતો હતો અને ખાંડને સફેદ ઝેર માનવામાં આવતી હતી.

► ગોળ ખાવાથી આપણા શરીરની પાચનક્રિયામાં સુધારો થાય છે. જયારે ખાંડ એસિડ પેદા કરે છે જે પાચનક્રિયા બગાડે છે. આયુર્વેદ અનુસાર ગોળની સરખામણીમાં ખાંડને પચવામાં 5 ગણી વધારે ઉર્જા ખર્ચવી પડે છે અને સમય લાગે છે. એટલે કે જો ગોળને પચાવવામાં 100 કેલરીની જરૂર પડતી હોય તો તે જ માત્રાની ખાંડને પચવામાં 500 કેલરીની જરૂર પડે. આપણામાંથી ઘણા લોકોને ગોળના ફાયદા વિષે નથી ખબર હોતી.

ચાલો જાણીએ ગોળના ફાયદાઓ..!!

► ગોળ આપણી ત્વચામાં નિખાર લાવે છે. મહિલાઓને ત્વચા વિષે ઘણી બધી ચિંતા રહેતી હોય છે. જો નિયમિત રૂપે ગોળનું સેવન કરવામાં આવે તો તે આપણા શરીરમાં રહેલું હાનિકારક ટોક્સીન કાઢી નાખે છે. જેનાથી આપણી ત્વચા સાફ અને સ્વસ્થ રહે છે. સાથે સાથે તે હાડકાઓને પણ મજબુત બનાવે છે. ગોલમાં કેલ્શિયમની સાથે ફોસ્ફરસ પણ હોય છે જે હાડકાઓને મજબુત કરવામાં ફાયદાકારક છે. જયારે ખાંડ હાડકા માટે હાનિકારક છે કારણકે તે એટલા ઊંચા તાપમાને બનાવવામાં આવે છે જેના કારણે તેમાં રહેલું ફોસ્ફરસ નષ્ટ થઇ જાય છે.

► પેશાબ સંબંધિત સમસ્યાઓ પણ દુર કરે છે ગોળ : ગોળ પેશાબ કરવામાં થતી તકલીફ માટે સારો ઈલાજ છે. પૂરતા પ્રમાણમાં પેશાબ કરવામાં મદદ કરે છે. તેના માટે આયુર્વેદિક ડોક્ટર ગરમ દુધમાં ગોળ નાખીને ખાવાનું કહે છે.

► શારીરિક નબળાઈમાં દૂધ સાથે ગોળનું સેવન ખુબ જ લાભદાયક છે. દુર્બળ શરીરને મજબુત બનાવે છે. જો તમને દૂધ સાથે ગોળ પસંદ નથી તો એક કપ પાણીમાં 5 ગ્રામ ગોળ, 10 ml લીંબુનો રસ અને એક ગ્રામ કાળું મીઠું મેળવીને બરાબર હલાવ્યા બાદ સેવન કરી શકો છો.

► ગોળ અને દૂધ સાથે લેવાથી માઈગ્રેન અને માથાના દુઃખાવા સંબંધિત દરેક બીમારી માટે અકસીર છે. આ માટે સૂર્યોદય પહેલાં સવારે ખાલી પેટે 5 ગ્રામ ગાયના ઘી સાથે 10 ગ્રામ ગોળ લેવો. આ માઈગ્રેન અને સરદર્દ મટાડે છે.

ગોળ ખાવાનાં ફાયદા પેટ સંબંધિત રોગ માટે

■ જો તમે ગેસ અથવા એસિડીટીથી પરેશાન હોય તો ભોજન બાદ થોડો ગોળ પણ ખાવ. તેનાથી ગેસ અને એસિડટી જલમૂળથી દુર થઇ જશે. ગોળ, કાળું મીઠું અને સિંધવ મીઠું સાથે ખાવાથી ખાટ્ટા ઓડકાર પણ આવતા બંધ થઇ જશે.

■ ગોળનો હલવો ખાવાથી મગજ તેજ થાય છે અને શરીરમાંથી ઝેરીલા પદાર્થ બહાર નીકળી જશે. તે શરીરના તાપમાનને બેલેન્સ રાખે છે તેનાથી યાદશક્તિ વધે છે. જૂનામાં જૂની ઉધરસ ગોળથી મટી શકે છે.

■ ગોળ સાથે આદું અને મરચું મેળવીને ખાવાથી શરદી, ખાંસીમાં લાભદાયી છે. અસ્થમા રોગના દર્દીઓ માટે ગોળ ખાવો જરૂરી છે. લોહીની ઉણપ ગોળથી દુર થઇ જાય છે. ગોળના સેવનથી શરીરમાં લાળ રક્તકોશિકાઓની માત્ર વધે છે. બ્લડપ્રેશરના દર્દીઓ ગોળનું સેવન કરે તો તે થોડા દિવસોમાં જ કંટ્રોલમા આવી જશે.

■ જે છોકરીઓ અથવા સ્ત્રીઓને માસિક નિયમિત ન આવતું હોય તેમણે પ્રતિદિન 3 વાર ગોળ ખાવો જોઈએ. જેને ભૂખ ન લગતી હોય અથવા ભૂખ ખુબ લાગતું હોય પણ ભોજન ખાવામાં રૂચી ન હોય તો તેમણે પણ ગોળ ખાવો જોઈએ. શિયાળામાં કાનના દુઃખાવામાં ગોળ અને ઘીને ગરમ કરી ખાવાથી દુઃખાવો બંધ થઇ જાય છે. ગોળમા મેગ્નેશિયમની માત્રા વધુ હોય છે તેથી ગોળ ખાવાથી થાક દુર થાય છે.

વધુ પ્રમાણમાં ગોળ ખાવાથી થતું નુકસાન

■ વધુ પ્રમાણમાં ગોળ ખાવાથી નુકસાન પણ થાય છે. ગોળ ગરમ હોય છે. ઉનાળાના દિવસોમાં વધુ પ્રમાણમાં ગોળ ખાવાથી નાકમાંથી લોગી નીકળવા માંડે છે. ડાયાબિટીસના દર્દીઓએ ગોળ નજીવી માત્રામાં ખાવો જોઈએ. વધુ સમય સુધી વધુ માત્રામાં ગોળનું સેવન કરવાથી વજન પણ વધી શકે છે.

ગોળ ખાવાના ફાયદા

તો મિત્રો ઉપર જણાવ્યા મુજબ ગોળ ખાવાના ફાયદા પણ છે સાથે સાથે ગેરફાયદા પણ. ગળ્યું ખાવાના શોખીન લોકો ખાંડને બદલે ગોળ ખાય તો તે ખુબ જ સારું છે. પણ એક વાત તો યાદ રાખજો જ કે ખાંડ તો ઝેર સમાન જ છે પણ ધીમું ઝેર છે એટલે લોકોને તરત અસર નથી થતી.

તમે વાંચી રહ્યા છો BornPedia દ્વારા સ્વાસ્થ્યની ગુજરાતી ભાષામાં.. જો તમારી પાસે સ્વાસ્થ્યને લગતી માહિતી હોય તો અમને મોકલો અમારા મેઈલ પર : bornpedia@gmail.com પર

 

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here