રોટલીમાં દેશી ઘી લગાવીને ખાવાથી નહીં થાય આ પાંચ જાનલેવા બીમારીઓ

0
7005

સામાન્ય રીતે દરેક ઘરમાં બાળકો માટે બનાવવામાં આવતી દાળ, શાક અને રોટલીની અંદર ભરપૂર માત્રામાં દેશી ઘી નો ઉપયોગ કરવામાં આવે છે. તેવી જ રીતે મોટા વ્યક્તિઓના થાળી ની અંદર દેશી ઘી જોવા મળતું નથી. તેની પાછળનું કારણ છે કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ જેવી સમસ્યાઓ. આજના સમયમાં મોટાભાગના લોકો પોતાનું વજન ઘટાડવા માટે અમુક ખાસ પ્રકારની ડાયટિંગ કરતા હોય છે. જેથી કરીને તે આવા દેશી ઘી અને અમુક પ્રકારના પૌષ્ટિક ભોજનથી દૂર રહે છે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે તમે જે દેશી ગાયના ઘી થી દૂર રહો છો તે જ ઘી તમારો વજન ઘટાડવામાં પણ મદદરૂપ સાબિત થશે, સાથે સાથે તે તમને નવી ઊર્જા પ્રદાન કરશે અને તમારા ચામડી માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થશે.

દરરોજ કેટલી માત્રામાં કરવું સેવન?

સામાન્ય રીતે દરેક વ્યક્તિને દરરોજનો એક ચમચી ઘી જરૂરી હોય છે. આ ઘી  વ્યક્તિ ને માનસિક તથા શારીરિક રીતે વ્યક્તિને મજબૂત બનાવે છે. સાથે સાથે તે શરીરની અંદર રહેલી દરેક ગંદકીને દૂર કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. ગાયના દેશી ઘી ની અંદર વિટામિન એ,  વિટામિન ઈ, વિટામિન કે અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. જે તમારા લોહીની અંદર જમા થયેલ ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરે છે. જેથી કરીને તમારા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રીતે થાય છે અને તે તમારી ઇમ્યુનીટી સિસ્ટમને પણ વધારે છે.

ભેંસનું ઘી

ભેંસના ઘીની અંદર વધુ માત્રામાં કેલરી જોવા મળે છે. સામાન્ય રીતે ગાયના ઘીની અંદર ખૂબ ઓછી માત્રામાં કેલરી હોય છે. આથી જ ગાયનું ઘી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. પરંતુ જો ભેંસનું ઘી ઉપયોગમાં લેવામાં આવે તો તે આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આપણા ઘરની અંદર બનાવવામાં આવતું ગાયનું કે કોઈપણ પ્રકારના પ્રિઝર્વેટિવ્સ કેમિકલના ઉપયોગ વગર બનાવવામાં આવે છે જેથી કરીને તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.

ગાયના ઘીના ફાયદા

કોલેસ્ટ્રોલ ઘટાડવા

શુદ્ધ દેશી ગાયનું ઘી સેવન કરવાના કારણે તમારા શરીરની અંદર જમા થયેલો કચરો દૂર થાય છે. સાથે-સાથે શરીરમાં જમા થયેલું ખરાબ કોલેસ્ટ્રોલ પણ દૂર થઇ જાય છે. જેથી કરીને શરીરની અંદર કોલેસ્ટ્રોલનું લેવલ જળવાઈ રહે છે.

પાચનશક્તિ વધારવા

ગાયનું ઘી ખાવાના કારણે શરીરની અંદર પાચનશક્તિમાં વધારો થાય છે જેથી કરીને તમે ખાધેલો ખોરાક ખૂબ આસાનીથી પતી જાય છે અને આથી જ વ્યક્તિઓને પેટને લગતી અનેક પ્રકારની સમસ્યાઓમાંથી છુટકારો મળે છે.

હદય માટે છે ફાયદાકારક

ગાયના ઘીનું સેવન કરવાના કારણે જો કોઈ પણ વ્યક્તિને હાર્ટ બ્લોકેજની સમસ્યા હોય તો તે પણ દૂર થઇ જાય છે. જેથી કરીને વ્યક્તિનું હૃદય કાયમી માટે સ્વસ્થ રહી શકે છે.

ત્વચાને નિખારવા

ગાયના ઘી માં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડેન્ટ હોય છે. જે તમારા ત્વચા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ગાયના ઘીનું સેવન કરવાના કારણે તમારી ત્વચા કુદરતી રીતે ચમકદાર બને છે અને સાથે સાથે વધતી જતી ઉંમર ના નિશાન પણ દૂર થાય છે.

વજન ઘટાડવામાં

દેશી ગાયનું ઘી સેવન કરવાના કારણે તમારા શરીરની અંદર રહેલું કોલેસ્ટ્રોલ દૂર થાય છે. સાથે સાથે તમારી પાચનશક્તિ પણ મજબૂત બને છે. જેથી કરીને તમે ખાધેલો ખોરાક ખૂબ આસાનીથી પચી જાય છે આથી જ વ્યક્તિઓ નું વજન સંતુલિત કરવા માટે ગાયનું ઘી ખૂબ ઉપયોગી સાબિત થાય છે.

આમ શુદ્ધ દેશી ગાયનું ઘી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. જો દરરોજ એક ચમચી જેટલી માત્રા ની અંદર તેનું સેવન કરવામાં આવે તો તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

BORN PEDIA દ્વારા હેલ્થને લગતા બીજા આર્ટીકલ વાંચવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here