મોના ચાંદા અને પેટની દરેક સમસ્યાઓથી છુટકારો અપાવે છે દેશી ઘી

0
16797

મોમા પડતા ચાંદા એક સામાન્ય સમસ્યા છે. મોની અંદર પડતા છાલા જીભ માં, હોઠમાં કે ગળાની અંદર હોઇ શકે છે. સામાન્ય લાગતા મોના ચાંદા અને ગંભીર પરેશાનીઓનું કારણ બની શકે છે. મો ની અંદર જ્યારે ચાંદા પડે છે ત્યારે કોઈ પણ વસ્તુ ખાતી વખતે મોં ની અંદર અસહ્ય દુખાવો થાય છે અને બળતરા થાય છે. ઘણી વખત લોકો આ સમસ્યાના કારણે પાણી સુદ્ધા નથી પી શકતા. સામાન્ય રીતે અસંતુલિત આહાર અને પેટની અંદર કાયમને માટે કબજિયાત રહેવાના કારણે આ સમસ્યા સર્જાતી હોય છે. જ્યારે મો ની અંદર ચાંદા પડે છે ત્યારે ઓછામાં ઓછા ચાર થી પાંચ દિવસ બાદ તે ઠીક થઈ શકે છે. ઘણી વખત મોના ચાંદા ને થવામાં સમય પણ લાગે છે.

મો ની અંદર પડતા ચાંદા ની સમસ્યા ગંભીર હોય તો તેની અંદર થી લોહી પણ નીકળી શકે છે. સામાન્ય રીતે વિવિધ આકારમાં જોવા મળે છે, પરંતુ મોટેભાગે તે ગોળ આકારમાં પડતા હોય છે. મોઢાની અંદર પડતાં ચાંદા ને દૂર કરવા માટે શુદ્ધ દેશી ઘી ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તેનો ઉપયોગ કરવાના કારણે ચાંદાની બળતરામાંથી તો રાહત મળે છે. પરંતુ ખૂબ જ ઓછા સમયની અંદર ચાંદીની સમસ્યામાંથી છુટકારો પણ મળે છે.

ચાંદી પર લગાવો

જો તમારા મોં ની અંદર પડેલી ચાંદી ની અંદર એકદમ તીવ્ર દુખાવો થતો હોય અને બળતરા થતી હોય તો ચાંદી ની જગ્યાએ દેશી ઘી લગાવવાના કારણે બળતરા ઓછી થઇ જાય છે. રાત્રે સૂતી વખતે ચાંદી ઉપર દેશી ઘી લગાવવાના કારણે માત્ર બે થી ત્રણ દિવસની અંદર ચાંદીમાં રાહત મળે છે.

દૂધની સાથે

ગાયના શુદ્ધ દેશી ઘી ની અંદર ભરપૂર માત્રામાં વિટામિન એ, વિટામિન બી, વિટામિન ઈ અને વિટામિન ડી જેવા પોષક તત્વો હોય છે. આ ઉપરાંત એની અંદર લીનોલેઇક એસીડ પણ ભરપૂર માત્રા હોય છે. આથી દેશી ઘી નું સેવન આપણા પેટ સંબંધી દરેક સમસ્યાઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેનું સેવન કરવાના કારણે ગમે તેવી કબજિયાતની સમસ્યા હોય તો તે દૂર થઈ જાય છે. આથી દરરોજ રાત્રે સૂતી વખતે હૂંફાળા દૂધ ની અંદર બે ચમચી દેશી ઘી ઉમેરી પીવાથી પેટ સાફ થઈ જાય છે અને ચાંદીની સમસ્યામાંથી રાહત મળે છે.

વારંવાર ચાંદી પડતી હોય તો

જો તમારા મોમા વારંવાર ચાંદી પડ્યા કરતી હોય અને તેની અંદર થી લોહી નીકળતું હોય તો તે તમારા પેટને લગતી કોઈ પણ ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે. આવી પરિસ્થિતિની અંદર બને ત્યાં સુધી કોઈ પણ ડોક્ટરની સલાહ લેવી જોઈએ. જ્યારે મોંમાં ચાંદી પડી હોય ત્યારે ખાવાપીવામાં અમુક બાબતોનું હંમેશાને માટે ધ્યાન રાખવું જોઈએ. જો માં ચાંદી પડી હોય તો મરચા, મસાલાવાળું, તળેલું અને ગરમ ખોરાક ન ખાવો જોઈએ, જેથી કરીને ખાધેલો ખોરાક ખૂબ આસાનીથી પચી જાય છે અને સાથે-સાથે મોમા પડતી ચાંદી માંથી છુટકારો મેળવવા માટે ભોજનની અંદર દૂધ, દહી, ખીચડી અને દાળ નો સમાવેશ કરવો જોઈએ.

આમ આ રીતે કોઇ પણ વ્યક્તિ દેશી ઘી નો ઉપયોગ કરી મોમા પડતી ચાંદી માંથી છુટકારો મેળવી શકે છે. અને જો વારંવાર મોંમાં ચાંદી પડતી હોય તો ડોક્ટરની યોગ્ય સલાહ લઈ તે રીતે ઉપચાર પણ કરી શકાય

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

 

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here