પાન કરતાં પણ વધુ ફાયદાકારક હોય છે તુલસીના બીજ! જાણો તેના 5 ફાયદા.

0
9367

હિન્દુ સંસ્કૃતિની અંદર તુલસીના છોડને પવિત્ર છોડ માનવામાં આવે છે. સામાન્ય રીતે તેના દ્વારા આપણા સ્વાસ્થ્યને અનેક પ્રકારના લાભ થાય છે. આજ તુલસીની અંદર થતા બીજની અંદર પણ આપણા સ્વાસ્થ્યને લગતા અનેક પ્રકારના લાભ છુપાયેલા છે. સામાન્ય રીતે તુલસીના બીજનો ઉપયોગ અનેક પ્રકારની મીઠાઈઓ અને ઠંડા પીણાંની અંદર કરવામાં આવે છે. તુલસીના બીજનો ઉપયોગ અનેક વર્ષોથી ઘરેલુ ઉપચારના રૂપે કરવામાં આવે છે. તુલસીના બીજની અંદર ભરપૂર માત્રામાં પ્રોટીન ફાઇબર અને લોહતત્વ હોય છે.

સામાન્ય રીતે તુલસીના બીજનો ઉપયોગ પાચન સુધારવા, વજન ઘટાડવા, ઠંડીના ઈલાજમાં તથા ઉધરસની સમસ્યા માં ખુબ ઉપયોગી સાબિત થાય છે. આ ઉપરાંત તુલસીના બીજના કારણે આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ તુલસીના બીજના પાંચ એવા ફાયદાઓ કે જે તમારા માટે ખુબ ઉપયોગી સાબિત થશે.

ચાલો જાણીએ તુલસીના બીજના ફાયદા

■ શરીર પરના સોજાને ઓછા કરે છે

તુલસીના બીજમાં એન્ટી ઈન્ફ્લેમેન્ટરી ગુણ હોય છે, જે શરીર ઉપર આવતા સોજાને ઓછા કરવામાં મદદરૂપ સાબિત થાય છે. આ ઉપરાંત તુલસીના બીજ ઝાડાની સમસ્યા માટે પણ ખુબ ઉપયોગી સાબિત થાય છે.

■ રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા

તુલસીના બીજની અંદર રહેલા ફલેવોનોઇડ્સ અને ફેનોલિક શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તુલસી ના બીજ એન્ટીઓક્સીડેન્ટ ગુણ ધરાવે છે, જે તમારા શરીરને નાની-મોટી અનેક પ્રકારની બીમારીઓથી દૂર રાખે છે. સાથે સાથે તુલસીના બીજનો સેવન કરવાના કારણે વધતી ઉંમરની નિશાનીઓ પણ દૂર થાય છે.

■ પેટની સમસ્યાને દૂર કરવા

તુલસીના બીજનો સેવન તમારા પાચનતંત્રને મજબૂત બનાવે છે. જ્યારે તુલસીના બીજ ની અંદર પાણી ઉમેરીએ છીએ ત્યારે તે ફૂલી જાય છે, અને જિલેટીન જેવો પદાર્થ બનાવી દે છે. આથી જ્યારે તેનું સેવન કરવામાં આવે ત્યારે તે પેટની અંદર આ રીતે ફુલી જાય છે અને પેટની અંદર રહેલી બધી વધારાની ગંદકી દૂર કરી દે છે. જેથી કરીને તમારું પાચનતંત્ર યોગ્ય રીતે કાર્ય કરી શકે છે અને તમને પેટને લગતી દરેક સમસ્યાઓમાંથી છુટકારો મળે છે.

■ હદયથી જોડાયેલી બીમારીઓને દૂર કરવા

તુલસીના બીજનું સેવન તમારા શરીરની અંદર રહેલું ખરાબ કોલેસ્ટ્રોલ દૂર કરે છે, અને સાથે સાથે સારું કોલેસ્ટ્રોલ મેન્ટેન કરે છે. આથી તુલસીના બીજનું સેવન કરવાના કારણે તમારું હદય કાયમી માટે સ્વસ્થ રહે છે, સાથે સાથે વ્યક્તિઓને બ્લડ પ્રેશરની સમસ્યા માંથી પણ રાહત મળે છે. જેથી કરીને વ્યક્તિને હાર્ટ એટેક આવવાની સંભાવના ઘટી જાય છે.

■ વજન ઘટાડવા

તુલસીના બીજની અંદર ખૂબ નહિવત માત્રામાં કેલરી હોય છે. સાથે સાથે તેની અંદર ભૂખ ઓછી લગાડવાનો પણ ગુણ હોય છે. આથી જે વ્યક્તિઓને પોતાનું વજન ઘટાડવું હોય તેવા વ્યક્તિઓ જો તુલસીના બીજનો સેવન કરે તો તેના કારણે તેનું વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. તુલસીના બીજની અંદર ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. જે તમારા શરીરને લાંબો સમય સુધી ભૂખ લાગવા દેતા નથી આથી જ તેના દ્વારા તમે વજન ઘટાડી શકો છો.

■ શરદી ઉધરસમાં

શરદી ઉધરસ અસ્થમા જેવી અનેક પ્રકારની બિમારીઓમાં તુલસીના બીજ ખુબ ઉપયોગી સાબિત થાય છે. તુલસીની અંદર ઠંડક આપવા નો અદભુત ગુણ હોય છે. આથી તુલસીના બીજનો સેવન કરવાના કારણે વ્યક્તિ વારંવાર થતી સમસ્યાઓથી છુટકારો મેળવી શકે છે.

■ તણાવને દૂર કરવા

તુલસીના બીજ તમારા મગજ ઉપર ખૂબ જ સારો પ્રભાવ પાડે છે. તેનું સેવન કરવાના કારણે વ્યક્તિનો માનસિક તણાવ ઓછો થઈ જાય છે. જેથી કરીને વ્યક્તિ તણાવથી દૂર રહે છે. આથી જ વ્યક્તિઓની અનેક પ્રકારની માનસિક સમસ્યાઓ દૂર થઈ જાય છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here