જાણો મોજામાં લીંબુ રાખવાના અદભુત ફાયદાઓ, રાતોરાત પગના ચીરા થશે ગાયબ

0
9414

હાલમાં શિયાળાની ઋતુની શરૂઆત થઈ રહી છે, અને આપણે દરેક લોકો જાણીએ છીએ કે શિયાળાની ઋતુને સુકી ઋતુ ગણવામાં આવે છે, અને શિયાળા દરમિયાન મોટાભાગના લોકોની ત્વચા સૂકી બની જતી હોય છે, અને ત્વચા ફાટી જતી હોય છે. સામાન્ય રીતે લોકો પોતાની આ ત્વચાને ફરીથી કોમળ કરવા માટે વિવિધ પ્રકારના મોઈશ્ચરાઈઝર અને બોડી લોશન નો ઉપયોગ કરતા હોય છે.

જો શિયાળાની ઋતુની બીજી સૌથી મોટી સમસ્યા ગણવામાં આવે તો તે છે પગની એડીઓ ફાટવી. મોટા ભાગના લોકોની પગની એડીઓ શિયાળાની ઋતુમાં ફાટી જતી હોય છે, અને આ એડીઓની અંદર ચીરા પડવાના કારણે તેમાં અસહ્ય દુખાવો થતો હોય છે. સામાન્ય રીતે શિયાળામાં સુકી ઋતુ હોવાના કારણે પગ ના તળિયા ની અંદર પૂરતા પ્રમાણમાં પોષણ મળતું નથી, અને આથી જ પગ ના તળિયા ની અંદર ચીરા પડતા હોય છે. પરંતુ જ્યારે પગના તળિયામાં ચીરા પડે છે ત્યારે લોકો તેનો કોઈ પણ યોગ્ય ઉપચાર કરતા નથી અને આથી જ લોકોને તેની અંદર અસહ્ય દુખાવો થતો હોય છે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ શિયાળાની ઋતુમાં જ્યારે પગના તળિયામાં ચીરા પડે છે ત્યારે તેને દૂર કરવાનો એક ચમત્કારી ઉપાય.

 

લીંબુ છે ઉત્તમ ઔષધ

સામાન્ય રીતે પગના તળિયામાં જ્યારે ચીરા પડે છે ત્યારે તેને દૂર કરવા માટે જો લીંબુનો ઉપયોગ કરવામાં આવે તો તે તેના માટે રામબાણ ઈલાજ સાબિત થાય છે. લીંબુ ની અંદર ભરપૂર માત્રામાં એસિડ હોય છે. જે તમારા પગના તળીયાને એકદમ નરમ બનાવી રાખે છે, અને પગના તળિયામાં પડેલા ચીરા ને પણ ઝડપથી ભરવામાં મદદરૂપ સાબિત થાય છે. આથી જો રાત્રે સૂતી વખતે કાપેલા લીંબુને મોજા ની અંદર રાખી અને ત્યારબાદ તેને પગમાં પહેરીને સૂઈ જવાથી તમારા પગની એડીઓને પૂરતા પ્રમાણમાં મળી રહે છે. જેથી કરીને પગની એડીઓ ની અંદર પડેલા ચીરા ખૂબ ઝડપથી ભરાઈ જાય છે.

આ રીતે કરો લીંબુનો ઉપયોગ

સૌપ્રથમ લીંબુ ના ચીરા કરી લઇ અને તેને પગ ના તળિયા માં બરાબર ઘસી લો. ત્યારબાદ આ લીંબુ ના ફાડા ને પગની એડીમાં બરાબર રાખી દો, કે જેથી કરીને તમારા બધા જ ચિરા આ લીંબુ વડે ઢંકાઇ જાય, અને ત્યારબાદ તેના ઉપર મોજુ પહેરી લો અને આરામથી સુઈ જાઓ. સવાર પડતાં જ તમારા પગ ના ચીરા થઈ જશે ગાયબ.

મોજા માં લીંબુ રાખવાના ફાયદા

  • આખી રાત મોજામાં લીંબુ રાખી અને સુવા ના કારણે પગની એડીઓ ની અંદર પડેલા ચીરા ફટાફટ ભરાઈ જાય છે.

 

  • આ ઉપાય કરવાના કારણે તમારા પગ ની અંદર રહેલી ડ્રાયનેસ દૂર થઈ જાય છે, અને તેને પૂરતા પ્રમાણમાં મોઈશ્ચરાઈઝર મળી રહે છે.

  • પગ ના ચીરા ફટાફટ ભરાઈ જાય છે.
  • પગ ના તળિયા એકદમ મુલાયમ રહે છે.
  • પગ ના તળિયા માં રહેલો મેલ દૂર થઈ જાય છે અને તમારા પગ ના તળિયા એકદમ ચોખ્ખા બની જાય છે.

આમ જો રાત્રે સૂતી વખતે પગ ના તળિયા માં લીંબુ રાખી તેના ઉપર મોજા પહેરી અને સૂવામાં આવે તો તેના કારણે રાતોરાત તમારા પગ ના ચીરા ની અંદર ખૂબ જ સારું એવું મોઈશ્ચરાઈઝર મળી રહે છે, જે તમારા પગની એડીઓ મા રહેલા ચીરાને ભરવામાં મદદરૂપ સાબિત થાય છે, અને તમને થતાં અસહ્ય દુખાવાથી રાહત અપાવે છે.

સ્વાસ્થ્ય વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here