રાત્રે સૂતા પહેલા દૂધની સાથે કરો તજના પાઉડરનું સેવન, થશે આ ચમત્કારી ફાયદાઓ

0
5490

તજ એક એવો છોડ છે કે જેની અંદર અનેક પ્રકારના ઔષધીય ગુણો રહેલા છે. તજ નો છોડ જેટલો નાનો હોય છે તેના ગુણ એટલા જ વધુ હોય છે. તજ ખાવામાં થોડા તીખા અને મીઠા સ્વાદ ના હોય છે, અને આથી જ મોટા ભાગની રસોઈ નો સ્વાદ વધારવા  માટે તેની અંદર તજ નો ઉપયોગ કરવામાં આવે છે. રસોઈનો સ્વાદ વધારવાની સાથે સાથે તજ તમારા શરીરની અંદર રહેલી અનેક પ્રકારની બીમારીઓને દૂર કરવા માટે પણ ઉપયોગી સાબિત થાય છે. તજ ની અંદર રહેલા ગુણ તમારા શરીરને લગતી દરેક પ્રકારની સમસ્યાઓ તથા ત્વચાને લગતી દરેક પ્રકારની સમસ્યાઓને દૂર કરવામાં લાભકારી સાબિત થાય છે.

સામાન્ય રીતે તજ ના સુકા પાન અને છાલનો ઉપયોગ મસાલાના રૂપમાં કરવામાં આવે છે. સામાન્ય રીતે તજ હલકા ભૂરા રંગના અને થોડા ચીકાશવાળા મસાલા મા નો એક છે. જો આ તજના પાવડરનું દૂધની સાથે ભેળવીને સેવન કરવામાં આવે તો તેના કારણે આપણા શરીરને બે ગણો ફાયદો થાય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ જો તજનાં પાઉડરને દૂધની સાથે ભેળવીને સેવન કરવામાં આવે તો તેના કારણે તમારા શરીરને કયા પ્રકારના ફાયદા થાય છે.

દૂધ અને તજના સેવન ના ફાયદા

  • આજકાલના સમયમાં વાયરલ તાવ અને શરદી, ઉધરસ એ સામાન્ય બાબત બની ગઈ છે. આવામાં જો દૂધની સાથે એક ચમચી જેટલું મધ અને થોડો તજનો પાઉડર ભેળવી સવાર-સાંજ લેવામાં આવે તો તેના કારણે શરદી ઉધરસ માં થી રાહત મળે છે.

  • મોટાપા જેવી સમસ્યાને દૂર કરવા માટે તજનો પાઉડર ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. જો સાફ પાણી ની અંદર એક ચમચી જેટલો તજનો પાઉડર ભેળવી અને તેને ઉકાળી લઇ, ત્યારબાદ તેની અંદર બે મોટા ચમચા જેટલું મધ ભેળવી, સવાર-સાંજ લેવાથી મોટાપાની સમસ્યામાંથી રાહત મળે છે, અને શરીરની અંદર જામેલી વધારાની ચરબી ઓગળી જાય છે.

  • જો તમારા ગળામાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તેના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ગરમ પાણી ની અંદર એક ચપટી જેટલો તજનો પાઉડર ભેળવી તેની અંદર એક ચપટી જેટલી કાળા મરીની ભૂકી ઉમેરી બેથી ત્રણ વખત આ મિશ્રણ પીવાથી ગળાની અંદર થયેલી કોઈપણ પ્રકારની સમસ્યામાં રાહત મળે છે.

  • હદય રોગના હુમલાની સંભાવના વાળા દર્દીઓ માટે તો જ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. જે લોકોને એક વખત હાર્ટ એટેક આવી ગયો હોય તેવા વ્યક્તિઓ આખા તજનું સેવન કરે તો તેના કારણે તેને ભવિષ્યમાં હાર્ટ એટેક આવવાની સંભાવના ઘટી જાય છે.

  • સાંધાના દુખાવા માટે પણ તજ ખૂબ જ લાભકારી સાબિત થાય છે. નવશેકા ગરમ પાણીની અંદર તજનાં પાઉડરને ભેળવી તેનું નિયમિત સેવન કરવાથી તમારા શરીરના કોઈપણ પ્રકારના સાંધાનો દુખાવો થતો હોય તો તે દૂર થઈ જાય છે. આ ઉપરાંત તો જેના પાઉડરને મધ ની સાથે ભેળવી જે જગ્યાએ દુખાવો થતો હોય તે જગ્યાએ માલિશ કરવાથી પણ દુખાવામાં રાહત મળે છે.

  • પેટને લગતી કોઈપણ પ્રકારની સમસ્યા જેવી કે કબજિયાત ગેસ વગેરે માંથી છુટકારો મેળવવા માટે તજ ખૂબ જ ચમત્કારી ઉપાય સાબિત થાય છે. દૂધની સાથે થોડો તજનો પાઉડર ભેળવી તેનું સેવન કરવાથી પેટને લગતી દરેક પ્રકારની સમસ્યામાંથી રાહત મળે છે, અને સાથે સાથે તમારું પૂજન ખૂબ આસાનીથી પચી જાય છે.

આમ આ રીતે દૂધની સાથે જો તજનો પાઉડર ભેળવી અને તેનું સેવન કરવામાં આવે તો તેના કારણે આપણા સ્વાસ્થ્યને લગતા અને પ્રકારની સમસ્યાઓમાંથી રાહત મળે છે, અને સાથે સાથે આપણું સ્વાસ્થ્ય કાયમી માટે સારું રહી શકે છે. તજના વધુ સારા ફાયદા મેળવવા માટે તમે તજ અને મધ સાથે ભેળવીને પણ સેવન કરી શકો છો. મધની સાથે તો જેને ભેળવીને તેનું સેવન કરવાથી તમારા હ્રદય ને લગતી અનેક પ્રકારની બીમારીઓ, કોલેસ્ટ્રોલ, ત્વચાના રોગ, શરદી અને તાવ તથા પેટની દરેક પ્રકારની સમસ્યાઓમાંથી રાહત મળે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here