સતત પંદર દિવસ સુધી મીઠા લીમડાના પાન ખાવાથી તમારા શરીરમાં જે ફેરફાર થશે તે જાણીને તમે પણ રહી જશો દંગ, આ છે તેના ફાયદા.

0
43796

મીઠા લીમડા ના પાન ની અંદર અનેક પ્રકારના ઔષધીય ગુણો હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થતા હોય છે. મીઠા લીમડાના પાનને ઘણી જગ્યાએ કડી પત્તા તરીકે પણ ઓળખવામાં આવે છે. મોટેભાગે તેનો ઉપયોગ સાઉથ ઇન્ડિયા ની અંદર વધુ કરવામાં આવે છે. પરંતુ આજના સમયમાં મોટાભાગના ભારતીય રસોડાની અંદર મીઠા લીમડાના પાન નો એક મસાલા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. મીઠા લીમડાનો ઉપયોગ તમારા ભોજનનો સ્વાદ વધારવા માટે પણ કરવામાં આવે છે.

મીઠો લીમડો આપણા ખાવાનો સ્વાદ તો વધારે છે, પરંતુ સાથે સાથે તે આપણા શરીરને પણ અનેક પ્રકાર ના ફાયદા કરે છે, અને સાથે સાથે આપણા શરીર ની અંદર થતી અને પ્રકારની બીમારીઓને દૂર રાખવામાં મદદરૂપ સાબિત થાય છે. મીઠા લીમડા ની અંદર આયન, કેલ્શિયમ, ફોસ્ફરસ અને અનેક પ્રકારના વિટામિન્સ હોય છે. જે તમારા શરીરને એનેમિયા, હાઈ બી.પી, ડાયાબિટીસ જેવા રોગ નથી બચવામાં મદદરૂપ સાબિત થાય છે. આ ઉપરાંત મીઠા લીમડાની અધર ભરપૂર માત્રામાં વિટામીન બી 2, બી ૬ અને બી ૯ હોય છે જે તમારા વાળને કાળા ઘટાદાર અને મજબૂત કરવા માટે ઉપયોગી સાબિત થાય છે.

મીઠો લીમડો વાળ માટે ફાયદાકારક

મીઠા લીમડાના પાન તમારા વાળ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. મીઠા લીમડા ના પાન નો ઉપયોગ કરી આપણે આપણા વાળને મૂળમાંથી મજબૂત બનાવી શકીએ છીએ. એકદમ કુદરતી રીતે કાળા બનાવી શકીએ છીએ તથા ખરતા વાળની સમસ્યામાંથી પણ બચી શકીએ છીએ. તમારા વાળની સમસ્યાઓને દૂર કરવા માટે સૌપ્રથમ મીઠા લીમડાના પાન લઇ તેને પાણીની અંદર એટલા ઉકાળો કે જેથી કરીને આ પાન પાણીની અંદર બરાબર ભળી જાય અને પાણીનો રંગ એકદમ લીલો થઇ જાય ત્યારબાદ આ મિશ્રણને તમારા વાળમાં 15થી 20 મિનિટ સુધી લગાવી રાખો, ત્યારબાદ પાણીથી તેને ધોઈ લો.

આ રીતે અઠવાડિયામાં બે વખત તમારા વાળ ની અંદર આ મિશ્રણને માલિશ કરવાના કારણે તમારા વાળને ભરપૂર માત્રા ની અંદર ફાયદો થશે. આ ઉપરાંત અડધા કપ જેટલા મીઠા લીમડાના પાનને દહીં સાથે પીસી અને આ મિશ્રણને તમારા વાળ પર લગાવી થોડા સમય બાદ તમારા વાળને ધોઈ લો. આમ કરવાથી પણ તમારા વાળને ઘણો ફાયદો પહોંચે છે.

વજન ઘટાડવામાં મીઠા લીમડાનો ઉપયોગ

તમને જાણીને નવાઈ લાગશે કે મીઠા લીમડાનો ઉપયોગ કરીને તમે તમારું વજન પણ ઘટાડી શકો છો. મીઠા લીમડાની અંદર ભરપૂર માત્રામાં ફાઈબર ઉપલબ્ધ હોય છે. આથી તેનું સેવન કરવાના કારણે તે તમારા શરીરની વધારાની ચરબીને દૂર કરી દે છે, અને તમારા શરીરની અંદર જમા થયેલા વધારાના કચરાને બહાર ફેંકવામાં મદદરૂપ સાબિત થાય છે. આથી મીઠા લીમડાનું સેવન તમારા શરીરમાં જમા થયેલ ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરે છે. જેથી કરીને તમારા શરીરનું વજન ઘટાડી શકાય છે.

હદયની બીમારીમાં મીઠા લીમડાના પાનનો ઉપયોગ

મીઠા લીમડાના પાન આપણા શરીરની અંદર લોહીમાં રહેલ કોલેસ્ટ્રોલને ઓછું કરવાનું ગુણ ધરાવે છે. જેથી કરીને આપણે હદયને લગતી અનેક બીમારીઓથી છુટકારો મળે છે. સામાન્ય રીતે જ્યારે આપણા શરીરની અંદર ખરાબ કોલેસ્ટ્રોલ જમા થતું હોય ત્યારે આપણા હદયને લગતી બીમારીઓ નો ખતરો વધતો જાય છે. પરંતુ મીઠા લીમડા ના પાન ની અંદર એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે તમારા શરીરની અંદર જમા થયેલ કોલેસ્ટ્રોલની ઓક્સીડેશન થતા અટકાવે છે. જેથી કરીને શરીરની અંદર ખરાબ કોલેસ્ટ્રોલની માત્રા વધતી નથી અને તમે હદય ને લગતી અનેક બીમારીઓથી દૂર રહી શકો છો.

એનેમિયાથી બચવા મીઠા લીમડાનો ઉપયોગ

એનીમિયા શરીરની અંદર લોહીની ઉણપના કારણે થતો નથી, પરંતુ જો શરીરની અંદર આયનને શોષી લેવાની અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવાની શક્તિ ઘટી જાય છે ત્યારે પણ એનિમિયા ની સમસ્યા સર્જાતી હોય છે. એનિમિયાની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે મીઠા લીમડાના પાન સૌથી વધુ ઉપયોગી સાબિત થાય છે. મીઠા લીમડા ના પાન ની અંદર ભરપૂર માત્રામાં આયર્ન અને ફોલિક એસિડ હોય છે. મીઠા લીમડાના પાન આપણા શરીરની અંદર આયર્ન અને ફોલિક એસિડ શોષવામાં મદદરૂપ સાબિત થાય છે. જેથી કરીને શરીરની અંદર લોહીની ઉણપ હોય તો તે પણ દૂર થઈ જાય છે, એનીમિયાના દર્દીઓ ને જો દરરોજ એક ખજૂર અને ત્રણ મીઠા લીમડાના પાન સવારે ખાલી પેટ આપવામાં આવે તો તેના કારણે શરીરની અંદર લોહી અને આયન ની માત્રા વધી જાય છે. જેથી કરીને લોકોને એનિમિયાની સમસ્યામાંથી છુટકારો મળે છે.

ડાયાબિટીસને દૂર કરવામાં મીઠા લીમડાનો ઉપયોગ

મીઠા લીમડા ની અંદર અનેક પ્રકારના એન્ટી ડાયાબીટીક એજન્ટ હોય છે. જે તમારા શરીરની અંદર ઇન્સ્યુલિનની ગતિવિધીઓને પ્રભાવિત કરી તમારા શરીરની અંદર બ્લડ શુગર લેવલને ઓછું કરવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત મીઠા લીમડાની અંદર રહેલું ફાઇબર ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. જો સવારમાં ભૂખ્યા પેટે મીઠા લીમડાનાં પાનનું સેવન કરવામાં આવે તો તેના કારણે ડાયાબીટીસ ની સમસ્યામાંથી છુટકારો મળે છે.

આર્ટિકલ પસંદ આવ્યો હોય તો અન્ય સુધી પણ આ માહિતી પહોંચાડી.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

નોંધ : કોઈ પણ ઉપચાર કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here